સેન્સેક્સમાં 1046 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના આખરી દિવસ શુક્રવારે ભારે ઉછાળો આવ્યો છે. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેત અને ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં (Iran Israel War) હાલ બે સપ્તાહ સુધી અમેરિકા (USA) નહી ઉતરે તેવા નિવેદન પછી ભારતીય શેરોમાં જોરદાર લેવાલી આવી હતી. અને તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 1046 પોઈન્ટ ઉછળી 82,408 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 319 પોઈન્ટ ઉછળી 25,112 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 675 પોઈન્ટ ઉછળી 56,252 બંધ હતો. આગામી સપ્તાહે શેરબજારમાં (Share Market India) તેજી આગળ વધશે ખરી? અને ટેકનિકલ લેવલ જોતા નિફ્ટી 26,000નું લેવલ બતાવશે? આગામી સપ્તાહ માટે શું બેસ્ટ બાય રહેશે?

જૂઓ વીડિયો….

આજે શેરબજારમાં જોરદાર ઉછાળો આવતાં સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં પણ ભારે લેવાલી આવી હતી, અને ઓલ ઓવર સેન્ટિમેન્ટ તેજીમય બની ગયું હતું.

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1,912 શેરના ભાવ ઊંચકાયા હતા અને 963 શેરના ભાવ ઘટ્યા હતા.

28 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 38 શેર બાવન વીક લો પર બંધ હતા.

67 શેરમાં અપર સર્કિટ અને 70 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ટ્રેન્ટ, જિઓ ફાયનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ અને નેસ્લે

ટોપ લુઝર્સઃ હીરો મોટો, ડૉ. રેડ્ડી લેબ, મારૂતિ, ઓએનજીસી અને એક્સિસ બેંક

Top Trending News

ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અદાણી ગ્રૂપને જંગી નુકસાન

The stock market will continue to be bullish next week

The stock market has seen a huge surge on Friday, the last day of the week. After the positive signs of the global market and the statement that America will not enter the Iran-Israel war for two weeks, there was a strong buying in Indian stocks. And the stocks of all sectors rose due to heavy buying. The Mumbai Stock Exchange’s Sensex rose 1046 points to close at 82,408. The NSE Nifty index rose 319 points to close at 25,112. The Bank Nifty rose 675 points to close at 56,252. Will the bullishness continue next week? And looking at the technical level, will the Nifty show the level of 26,000? What will be the best buy for the next week? Watch the video….

Related Posts

Leave a Comment