શેરબજાર કેમ ઘટ્યું? ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ કયા અટકી!

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સતત આઠમાં દિવસે સાંકડી વધઘટ નોંધાઈ છે. આજે બ્લૂચિપ શેરમાં વેચવાલી નીકળી હતી. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની (US India Trade Deal) સત્તાવાર જાહેરાત થઈ નથી, અને ટ્રમ્પ વધારાની ટેરિફ (Trump Tariff) નાંખવાની ધમકી આપી રહ્યા છે, આથી શેરબજારમાં (Share Market India) તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી આવી હતી.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 176 પોઈન્ટ ઘટી 83,536 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 46 પોઈન્ટ ઘટી 25,476 બંધ થયો હતો. બેંક નિફટી (Bank Nifty) 42 પોઈન્ટ ઘટી 57,213 બંધ થયો હતો. અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલ કયા અટકી છે? મ્યુચ્યુઅલ ફંડના (Mutual Fund Update) જૂન મહિનામાં મહત્ત્વના અપડેટ્સ આવ્યા છે? તેમજ ટેકનિકલી માર્કેટ કેવું રહેશે?

જૂઓ વીડિયો….

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. સેન્સેક્સ, નિફટી અને બેંક નિફ્ટી માઈનસ છતાં માર્કેટબ્રેથ પોઝિટિવ રહી હતી. 1477 શેરના ભાવ વધ્યા હતા અને 1455 શેરના ભાવ ઘટ્યા હતા.

61 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 30 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

92 શેરમાં અપર સર્કિટ અને 52 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ શ્રી રામ ફાયનાન્સ, બજાજ ફાયનાન્સ, કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલીવર અને અલ્ટ્રાટેક સીમેન્ટ

ટોપ લુઝર્સઃ એચસીએલ ટેકનોલોજી, હિન્દાલકો, તાતા સ્ટીલ, એપોલો હોસ્પિટલ અને ટેક મહિન્દ્રા

Why did the stock market fall? Where is the trade deal stalled

The stock market has recorded narrow fluctuations for the eighth consecutive day. Today, blue-chip stocks were sold off. The trade deal between the US and India has not been officially announced, and Trump is threatening to impose additional tariffs, due to which bullish players in the stock market sold off profit. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 176 points to close at 83,536. The NSE Nifty index fell 46 points to close at 25,476. The Bank Nifty fell 42 points to close at 57,213. Where is the trade deal between the US and India stalled? Have there been any important updates on mutual funds in June? Also, how will the market be technically? Watch the video….

Related Posts

Leave a Comment