શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટ્યો, હવે શું કરશો?

by Investing A2Z

અમદાવાદ– શેરબજારમાં (Stock Market India) ટ્રમ્પના ટેરિફ (Trump Tariff) પછી બે તરફી ભારે વધઘટ વચ્ચે ઘટાડો આવ્યો હતો. એફએમસીજી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી. જો કે નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. પણ તે ટકી શક્યો ન હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 296 પોઈન્ટ ઘટી 81,695 બંધ હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 86 પોઈન્ટ ઘટી 24,768 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 188 પોઈન્ટ ઘટી 55,961 બંધ થયો હતો. ટ્રમ્પના ટેરિફની જાહેરાત પછી ટ્રમ્પનું ચોંકાવનારુ નિવેદન આવ્યું છે? શેરબજારનો (Share Marker India) ટ્રેન્ડ કેવો રહેશે? ઓગસ્ટ ફ્યુચર ઓપ્શન સીરીઝ કેવી રહેશે? અને માર્કેટમાં એફઆઈઆઈની (FII) રણનીતિ કેવી છે?

જૂઓ વીડિયો….

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1047 શેરના ભાવ વધ્યા હતા તો સામે 1907 શેરના ભાવ ઘટ્યા હતા.

72 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 50 શેર બાવન વીક લો પર બંધ હતા.

82 શેરમાં અપર સર્કિટ અને 60 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ એચયુએલ, જિઓ ફાયનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ઈટરનલ અને કોટક બેંક

ટોપ લુઝર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ, તાતા સ્ટીલ, સન ફાર્મા, ડૉ. રેડ્ડી લેબ અને એનટીપીસી

Stock market declines amid two-way fluctuations, what to do now?

The stock market declined amid two-way heavy fluctuations after Trump’s tariffs. There was a strong sell-off in stocks of all sectors except the FMCG sector. However, new buying was supported at the low end. But it could not last. The Mumbai Stock Exchange’s Sensex fell 296 points to close at 81,695. The NSE Nifty index fell 86 points to close at 24,768. The Bank Nifty fell 188 points to close at 55,961. Trump’s shocking statement has come after the announcement of Trump’s tariffs? What will be the trend of the stock market? How will the August futures option series be? And what is the strategy of FIIs in the market? Watch the video….

Related Posts

Leave a Comment