ત્રણ દિવસના ઘટાડા પછી શેરબજારનો સેન્સેક્સ 410 પોઈન્ટ ઊંચકાયો, નવી તેજી માટે શું કહે છે ટેકનિકલ

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Indian Stock Market) ત્રણ દિવસના ઘટાડા પછી આજે ઉછાળો આવ્યો છે. નીચા મથાળે નવી લેવાલી અને ઊંચા લેવલે નફારૂપી વેચવાલી પણ આવી હતી. તેમ છતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 410 પોઈન્ટ વધી 81,598 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 129 પોઈન્ટ વધી 24,813 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 197 પોઈન્ટ વધી 55,075 બંધ હતો. આજે ડીફેન્સ, રિયલ્ટી, ફાર્મા અને રેલવે સેકટરના શેરોમાં ભારે લેવાલી રહી હતી. તેજીના નવા કારણોનો અભાવ હતો, તેમ છતા આજે તેજી થઈ છે. તો હવે શેરબજારમાં નવી તેજી માટે ટેકનિકલ લેવલ શું કહે છે?

જૂઓ વીડિયો…

સિંગાપોર અને થાઈલેન્ડમાં કોરોના કેસ (Corona Case In India) આવ્યા પછી ભારતમાં કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ હોવાના સમાચાર છે. ગુજરાતમાં પણ સાત નવા કેસ આવ્યા છે. પરિણામે ફાર્મા સેકટરના (Pharma Sector) શેરોમાં જોરદાર લેવાલી આવી હતી, પરિણામે ટોરેન્ટ ફાર્મા, સન ફાર્માસ અલકેમ લેબ જેવા શેરના ભાવ ઉછળ્યા હતા.

મહારાષ્ટ્ર સરકારે હાઉસીંગ પૉલીસી 2025ની (Housing Policy 2025 Maharastra) જાહેરાત કરી છે, જે પછી રિયલ્ટી સેકટરના શેરોમા ભારે લેવાલી આવી હતી.

આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1753 શેરના ભાવ વધ્યા હતા અને 1095 શેરના ભાવ ઘટ્યા હતા.

56 શેર બાવન વીક હાઈ પર બંધ હતા તો 17 શેર બાવન વીક લો પર બંધ હતા.

75 શેરમાં અપર સર્કિટ અને 65 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ બીઈએલ, તાતા સ્ટીલ, સિપ્લા, એચડીએફસી લાઈફ અને બજાજ ફાયનાન્સ સર્વિસીઝ

ટોપ લુઝર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, ગ્રાસિમ અને કોલ ઈન્ડિયા

Today Top Treanding News

ગુજરાતના ગીરની શાનમાં વધારો, સિંહની વસ્તી વધી

What do technicals say about the new rally in the stock market?

The stock market has rebounded today after three days of decline. There was new buying at lows and profit-taking at highs. Despite this, the Mumbai Stock Exchange’s Sensex rose 410 points to close at 81,598. The NSE Nifty index rose 129 points to close at 24,813. The Bank Nifty rose 197 points to close at 55,075. Today, there was heavy buying in stocks of the defense, realty, pharma and railway sectors. Despite the lack of new reasons for the rally, there has been a rally today. So now what do the technical levels say about the new rally in the stock market? Watch the video…

Related Posts

Leave a Comment