અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો છતાં તેજીવાળા ઓપરેટરોની ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 452 પોઈન્ટ ઘટી 83,606 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 120 પોઈન્ટ ઘટી 25,517 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 131 પોઈન્ટ ઘટી 57,312 બંધ થયો હતો. આજે શેરબજારમાં (Share Market India) ઘટાડો કેમ આવ્યો? મીડકેપ અને સ્મોલકેપ (Midcap and Smallcap Index) આજે સતત સાતમાં દિવસે પ્લસમાં બંધ રહ્યા છે, તો કોણ ખરીદી કરી રહ્યું છે? ટેકનિકલ લેવલ જોતાં માર્કેટ કેવું રહેશે?
જૂઓ વીડિયો….
આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા છતાં એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1756 શેરના ભાવ વધ્યા અને 1188 શેરના ભાવ ઘટ્યા હતા.
93 સ્ટોક બાવન વીક હાઈ પર હતા અને 26 શેર બાવન વીક લો પર બંધ હતા.
144 શેરમાં અપર સર્કિટ અને 67 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ટ્રેન્ટ, બીઈએલ, એસબીઆઈ, ઈન્ડુસઈન્ડ બેંક અને જિઓ ફાયનાન્સ
ટોપ લુઝર્સઃ તાતા કન્ઝ્યુમર્સ, કોટક બેંક, એક્સિસ બેંક, હીરો મોટો અને મારૂતિ સુઝુકી
Top Trending News
ગુજરાતમાં મોસમનો 33 ટકા વરસાદ, કેટલા ડેમ હાઈ એલર્ટ પર છે જાણો….
Why did the stock market decline?
The stock market declined today, Monday, the first day of the week. Despite positive signs from the global market, bullish operators sold at high levels to take profits. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 452 points to close at 83,606. The NSE Nifty index fell 120 points to close at 25,517. The Bank Nifty fell 131 points. Why did the stock market decline today? Midcap and smallcap have closed in the plus for the seventh consecutive day today, so who is buying? How will the market be looking considering the technical levels? Watch the video….