શેરબજારના સેેન્સેક્સમાં 259 પોઈન્ટની મજબૂતી, આગામી સપ્તાહે કયા શેર ખરીદશો

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં આજે સપ્તાહના છેેલ્લા દિવસે બે તરફી ભારે વધઘટ વચ્ચે મજબૂતી જોવા મળી હતી. ભારત પાકિસ્તાન સરહદ પર તંગદિલીભરી સ્થિતી હોવાથી દરેક ઊંચા મથાળે સાવચેતીરૂપી વેચવાલી આવી હતી. પરિણામે શેરોના ભાવ અને સેન્સેક્સ- નિફ્ટી ઊંચા મથાળેથી તૂટ્યા હતા. પણ ટ્રેડિંગ સેશનને અંતે પ્લસમાં બંધ રહ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 259 પોઈન્ટ વધી 80,501 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 12 પોઈન્ટ વધી 24,346 બંધ થયો હતો. આગામી સપ્તાહે માર્કેટમાં તેજી આગળ વધશે કે નરમાઈ રહેશે. અને આગામી સપ્તાહે કયા શેર ખરીદશો? જૂઓ વીડિયો…

આજના બજારમાં તેજીના ત્રણ કારણો હતા તો સામે મંદીના બે કારણો આવ્યા હતા. તેેમ છતાં સેન્સેક્સ તેની હાઈથી 1009 પોઈન્ટ અને નિફ્ટી 351 પોઈન્ટ તૂટ્યા હતા. શેરબજારમાં સપ્તાહના છેેલ્લા દિવસે સાવચેતીનો માહોલ હતો. તેજીવાળા ઓપરેટરોએ ઉભી પોઝીશન સરખી કરી હતી. તેમ છતાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી પ્લસમાં બંધ હતા.

એડવાન્સ ડેેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે 1192 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 1651 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે શુક્રવારે 25 શેેર બાવન સપ્તાહની હાઈ પર બંધ હતા તો 31 સ્ટોક બાવન વીકના લો ની નીચે બંધ હતા.

63 શેરમાં અપર સર્કિટ હતી તો 67 શેરમાં લોઅર સર્કિટ બ્રેેકર લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ અદાણી પોર્ટ, બજાજ ફાયનાન્સ, ઈન્ડુસઈન્ડ બેંક, એસબીઆઈ અને હિન્દાલકો

સૌથી વધુ ગગડેલા શેરઃ જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો, આઈસર મોટર, એચડીએફસી લાઈફ અને હીરો મોટો.

Which stocks to buy next week

The stock market witnessed a strong rally on the last day of the week amid heavy fluctuations on both sides. Due to the tense situation on the India-Pakistan border, there was cautious selling at every high. As a result, the stock prices and Sensex-Nifty broke from the high. But they closed in the plus at the end of the trading session. The Mumbai Stock Exchange’s Sensex rose 259 points to close at 80,501. The NSE Nifty index rose 12 points to close at 24,346. Will the market continue to rally or remain weak next week. And which stocks will you buy next week? Watch the video…

Related Posts

Leave a Comment