ભારત આજે વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી છે, આગામી વર્ષોમાં ટોપ-થ્રીમાં લઈ જવાનો સંકલ્પ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે 10 જાન્યુઆરી, 2024ના રોજ મહાત્મામંદિર ગાંધીનગર ખાતે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
આ અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત 130થી વધુ દેશોના પ્રતિનિધિઓને તેમણે ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. વાઇબ્રન્ટ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ અને અનુભવો વહેંચવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલિપે ન્યુસીને સમિટમાં આવકારતા તેમણે જણાવ્યું હતું કે તેઓ IIM- Ahmedabadના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ભારતની અધ્યક્ષતા હેઠળ G20માં કાયમી સભ્યપદ મળવા અંગે તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મોઝામ્બિકના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ દેશો વચ્ચેના સંબંધો ઉપરાંત ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોની પણ ઘનિષ્ઠ બનાવશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે 20 વર્ષોમાં વાઇબ્રન્ટ સમિટે વૈશ્વિક સ્તરે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે તેમજ નવા રોકાણો અને વળતર માટે નવો માર્ગ કંડાર્યો છે. 20મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’નો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે 21મી સદીના વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બનશે. ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન વિશ્વના ભવિષ્ય માટેનો એક રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝનના માધ્યમથી તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આગામી વર્ષોમાં ભારત વિશ્વની ટોપ-થ્રી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. નિષ્ણાંતો આનું વિશ્લેષણ કરે પણ મોદીની ગેરંટી છે કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે જ.’’
અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા વિશ્વ માટે ભારત દેશ એક નવી આશા બની રહ્યો છે. ઉદ્યોગો, ઉત્પાદન અને માળખાગત સુવિધા નવા યુગના કૌશલ્યો, અધ્યતન ટેકનોલોજીથી સજ્જતા, ઇનોવેશન, ગ્રીન હાઈડ્રોજન, પુનઃપ્રાપ્ય ઊર્જા અને સેમિકન્ડક્ટર્સ જેવા ક્ષેત્રોમાં ભારતમાં અનેક તકો રહેલી છે.
દેશમાં થઈ રહેલા પરિવર્તનોથી ઇઝ ઓફ લિવિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 13 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે એટલું જ નહીં મધ્યમ વર્ગની સરેરાશ આવકમાં સતત વૃદ્ધિ થઈ રહી છે તેમણે ભારતમાં રોકાણ કરવા સૌ પ્રતિનિધિઓને અપીલ કરી હતી.ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટની દસમી એડિશનમાં ઉપસ્થિત વિશ્વનાં વિવિધ દેશોનાં વડાઓ, વૈશ્વિક નેતાઓ અને ગ્લોબલ બિઝનેસ કમ્યુનિટીનું ગુજરાતની ધરતી ‘પર’ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વાઈબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઈબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ કહી છે તે વાતને વિશ્વભરના રાષ્ટ્ર અધ્યક્ષો અને ઉદ્યોગકારોની VGGS-24માં વિશાળ ઉપસ્થિતિએ પુરવાર કરી છે.

અદાણી ગ્રૂપ આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે
તેમણે ઉમેર્યું કે, સમિટની બે દશકની સફળતાએ આ સમિટને નોલેજ શેરિંગ તથા નેટવર્કિંગ માટેનો સન્માનિત મંચ બનાવી દિધો છે એટલું જ નહીં વડાપ્રધાને 2003માં આપેલા મંત્ર ‘ગુજરાત કેન એન્ડ ગુજરાત વિલ’ને પણ વૈશ્વિક વિકાસથી આપણે સાકાર કર્યો છે. સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ છે અને વડાપ્રધાને આપેલી વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર અને એમ.એસ.એમ.ઈ. તથા સ્કિલ ડેવલપમેન્ટ પર આ સમિટ ફોકસ્ડ છે.

મુકેશ અંબાણીએ રોકાણ માટે પાંચ વચન આપ્યા
તેમણે ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ બનાવવામાં વડાપ્રધાના યોગદાનનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ એક્ટિવિટીઝ શરૂ કરવાનું વિઝન આપ્યું હતું, તેના પરિણામે આજે ગિફ્ટ સિટી વિશ્વની અનેક મોટી ફાઈનાન્શિયલ અને ફિનટેક કંપનીઓનું હબ બની ગયુ છે.