
બંકીમચંદ્રનો જન્મ
કવિતાનું શીર્ષક જાણી આ ડેપ્યુટી મેજીસ્ટ્રેટના નામ વિશે તો ખબર પડી જ ગઇ હશે! આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સાહિત્ય અને દેશભક્તિના રંગે ગળાડૂબ રંગાયેલા. તેમને જન્મ તારીખ 27 જૂન, 1838ના રોજ નૈહાટી, બંગાળમાં થયો હતો.
પ્રથમ બે સ્નાતકોમાંના એક
તે કલકત્તા યુનિવર્સિટીના પ્રથમ બે સ્નાતકોમાંના એક હતા. બ્રિટિશ શાસન દરમિયાન તેમણે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી હોવા છતાં તેમના લેખનમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા દેખાય છે. બંકિમચંદ્રને આધુનિક બંગાળી સાહિત્યના જનક તરીકે માનવામાં આવે છે. તેમણે ‘દુર્ગેશનંદિની’, ‘કપાલકુંડલા’, ‘રાજસિંહ’ અને ‘આનંદમઠ’ જેવી અનેક અનન્ય કૃતિઓ રચી છે.
ભારત માતાની આરાધના
ભારતની સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનું સૂર આપનાર ગીત “વંદે માતરમ” એ માત્ર એક રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના છે. (Vande Mataram 150 Years) આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે.
હે માતૃભૂમિ તને નમન…
“વંદે માતરમ” શબ્દનો અર્થ છે “હે માતૃભૂમિ, તને નમન”. (Vande Mataram 150 Years) આ ગીત પ્રથમવાર બંકિમચંદ્રની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’ (1882)માં પ્રગટ થયું હતું. આ ગીતમાં માતૃભૂમિને દેવીરૂપે આરાધવામાં આવી છે, જેની પવિત્રતા, સૌંદર્ય, સમૃદ્ધિ અને શૌર્યનું કાવ્યાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. બંકિમચંદ્રે આ ગીતને અડધું સંસ્કૃત અને અડધું બંગાળી ભાષામાં રચ્યું હતું.
1896માં જાહેેરમાં ગવાયું
આ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ રવીન્દ્રનાથ ટાગોરે તૈયાર કર્યું હતું અને 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્રમાં પહેલીવાર જાહેરમાં ગવાયું હતું. ત્યારથી “વંદે માતરમ” એ સ્વાતંત્ર્યસેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની ગયું. લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદો ઘોષ જેવા ક્રાંતિકારીઓ માટે આ ગીત પ્રેરણાનું સ્ત્રોત બન્યું. 15 ઑગસ્ટ, 1947ની મધરાતે જ્યારે સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરક્યો ત્યારે જનસમૂહે એકસાથે “વંદે માતરમ”ના નાદ સાથે સ્વાતંત્ર્યનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. 1950માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી.(Vande Mataram 150 Years)
રાષ્ટ્રભાવનાને વરેેલા કવિ
તેમની કવિતાઓમાં માત્ર વંદે માતરમ જ નહીં, પરંતુ ‘જય ભારતી’, ‘ભારત માતા’ તથા કૃષ્ણ પર આધારીત અનેક ભક્તિગીતો પણ સામેલ છે. તેમની રચનાઓમાં ધર્મ, ભક્તિ અને રાષ્ટ્રભાવના વચ્ચેનું અદભૂત સંકલન જોવા મળે છે. બંકિમચંદ્રના વિચારો અને સર્જનશક્તિએ રવીન્દ્રનાથ ટાગોરથી લઈને મહાત્મા ગાંધી સુધીની પેઢીને ઊંડો પ્રભાવ પાડ્યો છે.
રાષ્ટ્રનો ધબકાર બન્યું
8 એપ્રિલ, 1894ના રોજ બંકિમચંદ્રનું અવસાન થયું, પરંતુ તેમની કલમે રચેલા શબ્દો આજે પણ ભારતની આત્મા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. “વંદે માતરમ” માત્ર એક ગીત નથી પણ રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે.(Vande Mataram 150 Years) આ ગીતને 150 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. રાજ્ય સરકાર તેના માનમાં તારીખ 7 નવેમ્બર, 2025 ના રોજ જાહેરગાનનો કાર્યક્રમ આયોજિત કર્યો છે.
વંદે માતરમ્ ગીત
वन्दे मातरम्
सुजलां सुफलम्
मलयजशीतलाम्
शस्यश्यामलाम्
मातरम्।
शुभ्रज्योत्स्नापुलकितयामिनीम्
फुल्कुसुमितद्रुमदलशोभिनीम्
सुहासिनीं सुमधुर भाषम्
सुखांं वरदां मातरम् ॥
सप्त-कोटि-कण्ठ-कल-कल-निनाद-कराले
द्विसप्त-कोटि-भुजैर्दृत-खरकरवाले,
अवला केन मा एत
वहुवलधारिणीं
नमामि तारिं
रिपुदलवारिणीं
मातरम् ॥
तुमि विद्या, तुमि धर्म
तुमि हृदि, तुमि मर्म
त्वम् हि प्राणा: शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारई प्रतिमा गडी मंदिरे-मंदिरे ॥
त्वम् हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदलविहारिणी
वाणी विद्यादायिनी,
नमामि त्वम्
नमामि कमलाम्
अमलां अतुलाम्
सुजलां सुफलाम्
मातरम् ॥
वन्दे मातरम्
श्यामलाम् सरलाम्
सुस्मिताम् भूषताम्
धरणीं भरणीं
मातरम् ॥
રાષ્ટ્રવ્યાપી ઉજવણી
ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તારીખ 07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ@150”ની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવશે.
Top Trending News
Stock Market India: બીજા દિવસે ઘટાડો, કેમ નવું બાઈંગ નથી આવતું?
સામુહિક ગાન
ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આવતીકાલ તારીખ 07 નવેમ્બર, 2025ના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સમય સવારના 10.30થી સાંજે 06.10ને બદલે સવારના 9.30થી સાંજે 05.10 સુધીનો રહેશે. આવતીકાલે સવારે 9.30 કલાકે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહીને ‘વંદે માતરમ’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવાનું રહેશે.