
શેરબજારમાં ‘કેન’ શબ્દનો ઉપયોગ થાય છે. કેન એટલે ટર્નિગ કહેવાય છે, અથવા તો તે દિવસ શેરબજાર માટે ટ્રેન્ડ સેટર હોય છે. સરળ ભાષામાં કહીએ તો 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસના સેન્સેક્સ અને નિફટીના તેમજ શેરના ઊંચા નીચા ભાવ ધ્યાનમાં રાખવાના હોય છે. તે દિવસ પછી તે દિવસના ઊંચા નીચા ભાવ જે બાજુ કપાય તે અનુસાર શેરબજારની ચાલ નક્કી કરાય છે. ઉત્તરાયણના દિવસના સેન્સેક્સ અને નિફટીના ઊંચા નીચા અને બંધ લેવલને લખી રાખવાના હોય છે, તેમાં ઉતરાયણના બીજા દિવસ પછી સેન્સેક્સ અને નિફટી જે બાજુ જાય તે બાજુ શેરબજારની જનરલ ચાલ પડે છે. એટલે કે ઉત્તરાયણનો દિવસ શેરબજાર માટે ટ્રેન્ડ સેટર બની જશે. ઉત્તરાયણની ‘કેન’ જે પડશે તે દીવાળીના દિવસ સુધી ચાલશે.
સામાન્ય રીતે શેરબજારમા બે ‘કેન’ પડતી હોય છે. દીવાળીના મુહૂર્તની ‘કેન’ અને પછી 14 જાન્યુઆરીને ઉત્તરાયણની ‘કેન’ પડે છે. પણ શેરબજારના અનુભવી લોકોના મુખે સાંભળ્યું હતું કે બજેટના દિવસની ‘કેન’ પડે છે. આ વષે પહેલી ફેબ્રુઆરીને શનિવારે બજેટ રજૂ થનાર છે. જેથી બજેટના દિવસે પણ નવી ‘કેન’ પડશે.

ભારત પાકિસ્તાન વચ્ચેના સંબધોમાં કડવાશ ઉભી થઈ છે. સરહદ પર ભારે તંગદિલી છવાઈ છે. બીજી તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે તનાતની છે. અમેરિકાએ મિસાઈલ હૂમલો કરીને ઈરાના કમાન્ડર સુલેમાનીને મારી નાંખ્યો છે. જેને પગલે ઈરાને અમેરિકાને બદલો લેવાની ધમકી આપી છે. જે પછી ઈરાન, ઈરાક અને અમેરિકા વચ્ચે ગમે ત્યારે કશું પણ થઈ શકે છે.


