
મિન્ટ ન્યૂઝપેપરના રીપોર્ટ મુજબ ટ્રેડ ડીલ માટે ભારત રશિયાના તેલની(Crude Oil) આયાત ધીરે ધીરે ઘટાડો કરવા સહમત થઈ શકે છે. સાથે અમેરિકાથી નોન જીએમ મકાઈ અને સોયાબીનની આયાત વધારવા માટે મંજૂરી આપી શકે છે. રશિયા પાસેથી કાચુ તેલ ખરીદવાના મુદ્દા પર અને એગ્રીકલ્ચર પ્રોડક્ટસને લઈને ભારત અને અમેરિકા(US India) વચ્ચે મતભેદ રહ્યો છે, જેને કારણે જ ટ્રેડ ડીલ થઈ શકી નથી.
રશિયા પાસેથી કાચુ તેલ ખરીદવાને કારણે જ અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો હતો. રશિયા ભારતનું સૌથી મોટુ ક્રૂડ સપ્લાયર છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 34 ટકા ક્રૂડ રશિયાથી આયાત કરે છે. તાજેતરના દિવસોમાં રશિયા પાસેથી તેલ ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. જો કે અમેરિકાથી તેલ અને ગેસની સપ્લાય વધી છે. ભારતની કુલ તેલ અને ગેસની જરૂરિયાતના અંદાજે 10 ટકા અમેરિકાથી આવે છે.
રીપોર્ટ મુજબ અમેરિકાથી નોન જીએમ મકાઈ અને સોયાબીનની આયાત વધારી શકાય છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે કે જ્યારે અમેરિકા ચીનમાં મકાઈની નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે, આથી અમેરિકા મકાઈના નવા ખરીદનારને શોધી રહ્યું છે. વર્ષ 2022માં ચીને અમેરિકાથી 5.2 અબજ ડૉલરની મકાઈ ખરીદી હતી. અને 2024માં આ આંકડો ઘટીને ફકત 331 મિલિયન ડૉલર રહ્યો છે. કુલ મળીને અમેરિકાની મકાઈની નિકાસ 2022માં 18.57 અબજ ડૉલરથી ઘટીને 2024માં 13.7 અબજ ડૉલર રહી છે.
કહેવાઈ રહ્યું છે કે ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત આ મહિનાના અંતમાં થનાર આશિયાન સિમટ દરમિયાન થઈ શકે છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાની આશા છે.(US President Donald Trump)
રીપોર્ટ અનુસાર ભારત ઈથેનોલની આયાતની મંજૂરી આપવા અને રશિયાથી તેલ ખરીદી ઘટાડવા પર વિચાર કરી રહ્યું છે. તેના બદલામાં અમેરિકાથી એનર્જિ ટ્રેડમાં કેટલીક રાહતો મળવાની ધારણા છે.
સરકારી તેલ કંપનીઓ ક્રૂડની સોર્સિંગ ડાઈવર્સિફાઈ કરવા અને અમેરિકા તરફ કરવાની સલાહ આપી શકે છે. રીપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય અધિકારીઓએ આ બાબતે રશિયાને જણાવી પણ દીધું છે. બ્લૂમબર્ગની રીપોર્ટ અનુસાર રશિયાથી ક્રૂડ પર મળનારી છૂટ અને ક્રૂડના બેન્ચમાર્ક કીંમતની વચ્ચેનું અંતર સાવ ઘટી ગયું છે. 2023માં આ 23 ડૉલર પ્રતિ બેરલથી વધારે થઈ ગયું હતું, જે ઓકટોબરમાં ઘટીને હવે ફકત 2-2.5 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
આમ મિડલ ઈસ્ટ અને અમેરિકા ક્રૂડ તેલમાં વધારે પ્રતિસ્પર્ધી બની ગયા છે. રશિયાના તેલ પર ડિસ્કાઉન્ટને કારણે ભારતને નાણાકીય વર્ષ 2025માં 3.8 અહજ ડૉલરની બચત થઈ છે.
અમેરિકા ભારતનું સૌથી મોટુ નિકાસ માર્કેટ છે. તેની સાથે ભારત સામાન્ય રીતે ટ્રેડ સરપ્લસમાં રહે છે. નાણાકીય વર્ષ 2025માં અમેરિકામાં ભારતની નિકાસ 86.51 અબજ ડૉલર રહી હતી. તેની પહેલા ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને અમેરિકા સાથે ટેરિફ વિવાદ ઝડપથી ઉકલી જવાની આશા દર્શાવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બન્ને દેશોની વચ્ચે 25 ટકા રેસિપ્રોક્લ ટેરિફને ઘટાડીને 10 કે 15 ટકાની વચ્ચે લાવવા માટે વાતચીત ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર ચર્ચા કરવાની માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુલ ગોયલની(Piyush Goyal) આગેવાનીમાં ભારતનું પ્રતિનિધિ મંડળ બે વખત અમેરિકા ચર્ચા કરીને આવ્યું છે, ત્યાર પછી અમેરિકાનું પ્રતિનિધિં મંડળ નવી દિલ્હી આવ્યું હતું. જો કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જે પછી વાતચીત અટકી હતી.
Top Trending News
જો કે હવે દિવાળી પહેલા ભારતનું પ્રતિનિધિ મંડળ અમેરિકા ગયું હતું. અને આ બેઠકમાં મોટાભાગે ટ્રેડ ડીલના સંદર્ભમાં અનેક મુદ્દાઓ પર સહમતિ સંઘાઈ ગઈ છે. તેવો આ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કદાચ આપણે આશા રાખીએ કે લાભ પાંચમ પહેલા ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલના(US India Trade Deal) પોઝિટિવ સમાચાર મળશે.