US Fed Rate Cuts Impact: ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો, શેરબજારમાં મિશ્ર વાતાવરણ

by Investing A2Z
US Fed Rate Cuts Impact

US Fed Rate Cuts Impactઅમદાવાદ- US Fed Rate Cuts Impact અમેરિકાની ફેડરલ રીઝર્વે વર્ષ 2025ની અંતિમ એફઓએમસીની બેઠકમાં બે ભેટ આપી છે. ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને સાથે ક્વાન્ટિટેટિવ ઈંઝિગને લાવવામાં આવી છે. સીસ્ટમમાં લિક્વિડીડી વધારવા માટે દર મહિને 40 બિલિયન ડૉલરના ટ્રેઝરી બોન્ડ ખરીદવાની જાહેરાત કરાઈ છે. તેમજ 2026 અને 2027માં માત્ર એક – એક રેટ કટના સંકેત આપવામાં આવ્યા છે.

અમેરિકામાં વ્યાજ દર ઘટ્યા

અમેરિકાની ફેડરલ રીઝર્વે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે અને હવે વ્યાજ દર 3.50-3.75 ટકા રહ્યો છે. અમેરિકાએ આ વર્ષમાં ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. એફઓએમસીની બેઠકમાં 12માંથી 9 સભ્યો ફેડ રેટ કટના પક્ષમાં મત આપ્યો હતો.

જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું

કમિટી અમેરિકાની આર્થિક સ્થિતિની સમીક્ષા કરશે અને યુએસ અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે. ટેરિફ વગર મોંઘવારી દર અંદાજે 2 ટકા હોત. ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે 2026 અને 2027માં ફેડ રેટ કટ કરવાનો સંકેત આપી દીધો છે. 2026માં 0.25 ટકા અને 2027માં 0.25 ટકાનો ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. 19માંથી 7 સભ્યો 2026માં ફેડ રેટ કટ કરવાના પક્ષમાં નથી. જો કે 2026માં જીડીપી ગ્રોથનું અનુમાન 1.8 ટકાથી વધારીને 2.3 ટકા કરાયું છે.

US fed Rate Cuts Impactયુએસ ફેડ ટ્રેઝરી બિલ ખરીદશે

ફેડરલ રીઝર્વ શુક્રવારથી ટ્રેઝરી બિલની ખરીદી શરૂ કરશે. દર મહિને 40 બિલિયન ડૉલરના ટ્રેઝરી બિલ ખરીદી કરશે. ફેડ નાના સમયગાળામાં ફંડિંગની પડતર ઓછી કરવાનું લક્ષ્ય ધરાવે છે. જેનાથી સીસ્ટમમાં લિક્વિડિટી વધસે. લોન લેવાની પડતર ઘટશે. એક જ દિવસમાં કોલેટ્રેલ રીપર્ચેઝ એગ્રીમેન્ટ રેટ 0.25 ટકા ઘટ્યો હતો.

અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજીની રોનક

US Fed Rate Cuts Impact યુએસ ફેડના આ નિર્ણયથી અમેરિકન સ્ટોક માર્કેટમાં બે દિવસના ઘટાડા પછી આજે તેજીની રોનક જોવા મળી હતી. ડાઉ જોન્સ 497 પોઈન્ટ(1.05 ટકા) ઉછળી48,057.75 બંધ રહ્યો હતો. જે વર્ષ 2025ની ઑલ ટાઈમ હાઈ 48,431ની બિલકુલ નજીક આવી ગયો છે. નેસ્ડેક 77 પોઈન્ટ(0.33 ટકા) ઉછળી 23,654 બંધ થયો હતો. જે તેના બાવન વીક હાઈ 24,019ની નજીક આવ્યો છે. એસ એન્ડ પી-500 ઈન્ડેક્સ 46 પોઈન્ટ(0.67 ટકા) વધી 6,886 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર માહોલ

ફેડ રેટ કટ પછી (US Fed Rate Cuts Impact) અને અમેરિકન સ્ટોક માર્કેટની તેજી પછી એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું. સવારે 9.45 કલાકે જાપાનનો નિક્કી 452 પોઈન્ટ તૂટ્યો હતો. તાઈવાનનો તેઈપેઈ 339 પોઈન્ટ ઘટ્યો હતો. થાઈલેન્ડનો સેટ ઈન્ડેક્સ 15 પોઈન્ટ માઈનસ હતો. જાકાર્તાનો ઈન્ડેક્સ 23 પોઈન્ટ માઈનસ હતો. કોરિયાનો કોસ્પી 6 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. જ્યારે હોંગકોગનો હેંગસેંગ 12 પોઈન્ટ પ્લસ હતો. સિંગાપોરને સ્ટ્રેઈટ ટાઈમ્સ 14 પોઈન્ટ પ્લસ હતો. ચીન સ્ટોક માર્કેટનો શાંઘાઈ કમ્પોઝીટ 17 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો.

બ્રેન્ટ અને  ક્રૂડ ઘટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ નરમ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 62.20 ડૉલર અને ક્રૂડ 58.45 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ડૉલર ઈન્ડેક્સ 98.68 ડૉલર હતો. તેમજ ડૉલર સામે ભારતીય રૂપિયો 13 પૈસા ઘટી 90.12 પર ટ્રેડ કરતો હતો.

ભારતીય શેરબજાર મજબૂત ખૂલ્યા પછી….

US Fed Rate Cuts Impact ભારતીય શેરબજાર મજબૂત ઊંચા મથાળે ખૂલ્યું હતું. જોકે ઊંચા મથાળે વેચવાલી ફરી વળતાં સવારે 10 વાગ્યે માઈનસમાં આવી ગયું હતું. બીએસઈ સેન્સેક્સ આગલા બંધ 84,391ની સામે આજે સવારે 9.15 કલાકે 84,456ના મથાળે ખૂલ્યો હતો અને શરૂમાં વધીને 84,540 થઈ સવારે 10 વાગ્યે 167 પોઈન્ટ માઈનસ 84,218 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Top Trending News

Gujarat Farmers News: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાના કેટલા ખેડૂતોને સહાય ચૂકવાઈ?

નિફ્ટી માઈનસ

એનએસઈ નિફ્ટી ગઈકાલના બંધ 25,758ની સામે આજે સવારે 25,771 ખૂલ્યો હતો અને વધીને 25,803 થયો હતો. સવારે 10 વાગ્યે 30 પોઈન્ટ માઈનસ 25,727 પર ટ્રેડ કરી રહ્યો હતો. બેંક નિફ્ટી 114 પોઈન્ટ માઈનસ હતી.

You will also like

Leave a Comment