US China Deal: ટ્રમ્પ જિનપિંગ વચ્ચે તમામ મુદ્દે સહમતિ સંઘાઈ, ટેરિફ ઘટાડ્યો

by Investing A2Z
US China Deal

US China Dealનવી દિલ્હીUS China Deal અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Trump) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(Jinping) વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. ટ્રમ્પે તાત્કાલિક અસરથી ચીન પર 10 ટકા ટેરિફ(Tariffs) ઘટાડવાની જાહેરાત કરી દીધી છે.

બેઠક બે કલાક ચાલી

દક્ષિણ કોરિયાના બુસાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(Chinese President Xi Jinping) વચ્ચેની અતિમહત્ત્વપૂર્ણ બેઠક અદાજે બે કલાક ચાલી હતી અને આ બેઠક સમાપ્ત થઈ છે.(Trump and Jinping Meet in Busan, South Korea) બેઠક બાદ એરફોર્સ વન વિમાનમાં બેઠા પછી ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ ચીન પર લગાવેલ ટેરિફમાં 10 ટકાનો ઘટાડો કરી રહ્યા છે. ટ્રમ્પે ગુરુવારે જ કહ્યું હતું કે તેમણે ચીન પર ટેરિફને 47 ટકા ઘટાડવા માટે સહમતિ દર્શાવી હતી.

રેર અર્થની નિકાસ ચાલુ

તેના બદલામાં બીજિંગ અમેરિકી સોયાબીનની ખરીદી ફરીથી શરૂ કરશે. રેર અર્થ એક્સપોર્ટ ચાલુ કરશે અને ફેંટાનિલના ગેરકાયદે વેપારની વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે વાયદો પણ કર્યો છે.

હવે એવું કરવાની જરૂર નહી પડેઃ ટ્રમ્પ

ટ્રમ્પે પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમણે વાતચીત પછી ટેરિફના (Tariffs) વર્તમાન દરને 57 ટકાથી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ બેઠક શરૂ થાય તે પહેલા ટેરિફમાં ભારે વધારો કરવાની ધમકી આપી હતી. જો કે બેઠક પછી તેમણે પત્રકારોને કહ્યું હતું કે હવે એવું કરવાની જરૂર નહી પડે.

નવી વેપાર ડીલ પર ભાર

2019 પછી આ બન્ને નેતાઓની પહેલી મુલાકાત હતી. આ વાતચીત ટ્રમ્પના એશિયાના પ્રવાસના સમાપનનું પ્રતિક બની અને તે દરમિયાન તેમણે દક્ષિણ કોરિયા, જાપાન અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની સાથે નવી વેપારી ડીલ(US China Deal) પર ભાર આપ્યો છે.

સમજૂતિ સંભવ

બેઠક શરૂ થતાં પહેલા ટ્રમ્પે ઈશારો કર્યો હતો કે ચીન સાથે એક સમજૂતિ સંભવ થઈ શકે છે.(US China Deal) જ્યારે એક પત્રકારે પુછ્યું હતું કે તેઓ આજે સમજૂતિ પર સહી કરવાની આશા રાખી રહ્યા છે. તો ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે સંભવ છે. અમારી તમામ વચ્ચે સારી સમજ છે.

અમેરિકાને ફરી મહાન બનાવવાનું લક્ષ્ય

વાતચીત દરમિયાન શી જિનપિંગે એક અનુવાદક દ્વારા ટ્રમ્પને જણાવ્યું હતું કે બન્ને દેશોના ટ્રેડ ડીલ પર ચર્ચા કરનારાઓએ દક્ષિણ કોરિયાના શહેર બુસાનમાં થયેલી બેઠક દરમિયાન એક બુનિયાદી સમજૂતિ(US China Deal) પર સહમતિ બનાવી લીધી છે. તેમણે એ પણ કહ્યું હતું કે ચીનનો વિકાસ ટ્રમ્પના અમેરિકાને ફરીથી મહાન બનાવવાના લક્ષ્યને અનુરૂપ છે. આ જાણકારી ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ આપી હતી.

હવે કોઈ રૂકાવટ નથી

રેર અર્થ મિનરલ્સ, ચિપ સહિત અન્ય એવા મુદ્દા જે વીતેલા કેટલાક સમયમાં અમેરિકા અને ચીનની વચ્ચે તંગદિલીનું કારણ બન્યું હતું. તેમણે તેને ઉકેલવાનો દાવો ટ્રમ્પ તરફથી કરવામાં આવ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથેની બેઠકમાં થયેલી સહમતિના અનુસંધાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું હતું કે હવે કોઈ રૂકાવટ અમેરિકામાં નિકાસના પ્રવાહમાં નહી આવે.

ટેરિફમાં 10 ટકાનો ઘટાડો

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આર્થિક અને વેપાર સમજૂતિને(US China Deal) લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે ચીન પર લાગુ ટેરિફમાં 10 ટકાનો ઘટાડો કરતાં હવે 57 ટકાથી ઘટાડીને 47 ટકા કરવાની જાણકારી આપી હતી. તો બીજી તરફ અને કેટલાય વિવાદીત મુદ્દાઓ પર ચીનની સાથે સહમતિ સંઘાઈ ગઈ છે, તેવી વાત કરતાં આ બેઠકને અદભૂત ગણાવી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા ચીન સંબધોમાં એક શાનદાર નવી શરૂઆત છે.

સપ્લાય ચેનની ચિંતા ઓછી 

તે ઉપરાંત ટ્રમ્પની સાથે હાલના અમેરિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે રેર અર્થ મિનરલ્સને લઈને મુદ્દા નક્કી થઈ ગયા છે અને ચીન દુર્લભ ખનિજોની નિકાસ ચાલુ રાખશે. યુએસ ચીન ડીલને(US China Deal) લઈને આવેલ અપડેટ પછી સપ્લાય ચેનના સંબધિત ચિંતાઓ ઓછી થઈ શકે છે.

ચીન હવે અમેરિકાનું સોયાબીન ખરીદશે

ડોનાલ્ડ ટ્રમ્પે ચીન દ્વારા અમેરિકી સોયાબીનની ખરીદી તુરંત જ ફરીથી ચાલુ કરવા અંગે કહ્યું હતું કે આ અમારા ખેડૂતો માટે એક બહુ મોટી જીત છે. હવે અમેરિકા અને ચીનના વેપારીક સંબધો ખૂબ જ અલગ નજરવાળા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુએસ સોયાબીન માટે ચીન સૌથી મોટુ ખરીદદાર છે. વીતેલા વર્ષમાં અમેરિકાએ અંદાજે 24.5 અબજ ડૉલરના મુલ્યની સોયાબીનની નિકાસ કરી હતી. અને તેમાં 12.5 અબજ ડૉલરની સોયાબીનની નિકાસ એકલા માત્ર ચીનમાં જ હતી. જો કે ટેરિફ ટેન્શનને લઈને ડ્રેગને સોયાબીનની ખરીદી બંધ કરીને અમેરિકાને સૌથી મોટો ઝાટકો આપ્યો હતો.

Top Trending News

Gujarat Crop Damage: 10 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાનનો અંદાજ

તમામ મુદ્દા પર સહમતિ

બીજી તરફ ચીન દ્વારા રેર અર્થ મિનરલ્સ પર પ્રતિબંધ વધાર્યા પછી બન્ને દેશોની વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. ચીને આ પગલાની સામે પલટવાર કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી હતી. જો કે હવે બન્ને દેશોની વચ્ચે(US China Deal) આવા તમામ પ્રકારના મુદ્દાઓને લઈને સહમતિ સંઘાઈ ગઈ છે.

You will also like

Leave a Comment