ટ્રમ્પ ટેરિફથી ટેક્સટાઈલ સેક્ટર પર સૌથી વધુ અસર, અમેરિકાને છોડીને 40 દેશો સાથે ડીલની તૈયારી

by Investing A2Z

નવી દિલ્હી- અમેરિકન ટેરિફની સૌથી વધારે નેગેટીવ અસર ટેક્સટાઈલ સેક્ટર પર પડશે.(Negative impact of Trump tariffs on the textile sector) કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદી દીધી છે.(Implementation of 50 percent Trump tariff on India) જેમાં 25 ટકા ટેરિફ પેનલ્ટીના રૂપમાં છે. ભારતે અમેરિકાના આ નિર્ણયને એકતરફી અને અનુચિત ઠરાવ્યો છે. સાથે હવે ભારતે બીજા વિકલ્પો પર વિચાર કરવાનો શરૂ કરી દીધો છે. જેથી ટેરિફની નેગેટિવ અસર ઓછી થઈ શકે.

ભારતમાં મોટા પ્રમાણમાં લોકો ટેક્સટાઈલ સેક્ટર (Textile Sector in India) સાથે જોડાયેલા છે. જેમાં લાખો લોકોની નોકરીઓ ખતરામાં પડી શકે છે. કારણ કે ટેરિફને કારણે અમેરિકામાં કપડાની ડીમાન્ડ ઘટી જવાની છે. જો ઓર્ડરમાં ઘટાડો આવશે તો તેની ઉત્પાદન પર અસર જોવા મળશે. જેથી સીધી રીતે રોજગારને અસર કરી શકે છે. એટલા માટે હવે ભારત સરકાર અમેરિકી બજારને છોડીને તેના વિકલ્પ રૂપે અંદાજે 40 અન્ય બજાર એટલે કે બીજા દેશોમાં ગારમેન્ટ નિકાસ પર વિચાર કરી રહ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના ન્યૂઝ અનુસાર ભારત કાપડની નિકાસ વધારવા માટે અને સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા લગાવેલ 50 ટકા ટેરિફની અસર ઓછી કરવા માટે બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 40 અગ્રણી દેશોના બજારોમાં પહોંચવાની યોજના બનાવી છે.(Modi’s fight against Trump tariffs)

નવા 40 દેશોમાં ભારતના ટેક્સટાઈલ-ગારમેન્ટ માર્કેટે પોતાનો વિસ્તાર કરવાનો છે. આ દેશોમાં કુલ મળીને કાપડ અને વસ્ત્રોની આયાત 590 અબજ ડૉલરની છે. જે ભારતીય નિકાસકારો માટે ખૂબ જ મોટી તક પુરી પાડી શકે છે. વર્તમાનમાં આ બજારમાં ભારતની માત્ર 5-6 ટકા જ હિસ્સેદારી છે.

આ રણનીતિ એવા સમયે આવી છે કે જ્યારે ભારતીય નિકાસકારો ભારે નુકસાનની આશંકા સામે ઝઝુમી રહ્યા છે. સરકારનું માનવું છે કે 27 ઓગસ્ટથી લાગુ થયેલ 50 ટકા ટેરિફને કારણે તેમના વેપારમાં 48 અબજ ડૉલરથી વધુનુ નુકસાન થઈ શકે છે. એક અંદાજ અનુસાર નાણાંકીય વર્ષ 2024-25માં અમેરિકામાં 10.3 અબજ ડૉલરની કીમતનો સામાન નિકાસ કર્યો હતો.

અમેરિકા દ્વારા ભારત લગાવેલ 25 ટકા ટેરિફ બરોબર હતો, પણ વધારાનો 25 ટકા ટેરિફ લાગુ થવાથી ભારત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને અમેરિકી બજારમાંથી પુરી રીતે બહાર કાઢી મુક્યું છે. અત્રે નોંધનીય છે કે ભારત આ સેક્ટરની સાઈઝ 2024-25માં અદાંજિત 179 અબજ ડૉલર છે. જેમાં 37 અબજ ડૉલરની નિકાસ પર નિર્ભર છે. કુલ 800 અબજ ડૉલરથી વધુ ગ્લોબલ ટેક્સટાઈલ આયાત માર્કેટ હોવા છતાં ભારતની હિસ્સેદારી ફકિત 4.1 ટકા છે. જે ગ્લોબલ સ્તર પર છઠ્ઠા સ્થાન પર છે.

You will also like

Leave a Comment