ટ્રમ્પ અને મોદીની દોસ્તીમાં તિરાડઃ વિશ્વના બધા દેશના નેતાઓ માટે શીખ

by Investing A2Z

નવી દિલ્હી- ભારત અને અમેરિકા વચ્ચેના સંબધો ટેરિફને કારણે છેલ્લા બે દસકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ચુક્યા છે. ટેરિફ નીતિ ઉપરાંત અમેરિકી તંત્ર તરફથી ભારતની ટીકા કરવાને કારણે સંબધોમાં તિરાડ પડી ચુકી છે.(Trump-Modi relations rift) અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહાર(NSA) જૉન બોલ્ટને(Former US NSA John Bolton) કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Indian Prime Minister Narendra Modi) વ્યક્તિગત સંબધો ખૂબ સારા હતा પણ હવે તે સમાપ્ત થઈ ગયા છે. આ બધા માટે એક શીખ છે તે વ્યક્તિગત મિત્રતા અસ્થાયી હોય છે.(50% Trump tariff on India)

હવે કશુંય બચ્યું નથી

બ્રિટિશ ચેનલ એલબીસીને આપેલ એક મુલાકાતમાં પૂર્વ એનએસએ જૉન બોલ્ટને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચેના સંબધો ખતમ થઈ ગયા છે. હવે કશુંય બચ્યું નથી.(Trump-Modi relations rift) તેમણે ઉદાહરણ આપીને કહ્યું હતું કે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર(British Prime Minister Keir Starmer) પણ આ વાત સમજી લે કે વ્યક્તિગત સંબધો કયારેક કયારેક મદદ કરી શકે છે. પણ કઠોર નિર્ણયોથી બચી શકાતું નથી.

અંગત સંબધોથી જૂએ છે

પૂર્વ એનએસએ જૉન બોલ્ટને કહ્યું છે કે ટ્રમ્પ એવા રાષ્ટ્રપતિ છે કે આંતરરાષ્ટ્રીય સંબધોને નેતાઓના પોતાના અંગત સંબધોની નજરથી જૂએ છે. જો ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની(Russian President Vladimir Putin) સાથે સંબધો સારા હોત ત તેમને એવું લાગત કે અમેરિકા અને રશિયા વચ્ચેના સંબધો સારા છે.

બદલતી પ્રાથમિકતાનો સંકેત

તાજેતરમાં જ ચીનમાં આયોજિત એસસીઓ(SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પુતિન અને શી જિનપિંગની મુલાકાત થઈ હતી, જેમાં ભારતની બદલતી જતી પ્રાથમિકતાનો સંકેત મનાઈ રહ્યો છે. પૂર્વ એનએસએ જૉન બોલ્ટને યાદ અપાવ્યું હતું કે કયારેક ટ્રમ્પ અને મોદી વચ્ચે બ્રોમેંસ ચાલી રહ્યો હતો. અમેરિકી ચૂંટણી પહેલા હ્યુસ્ટનમાં હાઉડી મોદી રેલી(Howdy Modi rally in Houston) અને સ્ટેટ મુલાકાત ખૂબ જ સમાચારમાં ચમક્યા હતા પણ હવે આ સંબધો સમાપ્ત થઈ ગયા છે.

બચાવ કરી શકાતો નથી

તેમણે વધુમાં કહ્યું વિશ્વના બીજા નેતાઓએ પણ સમજવાની જરૂર છે કે ટ્રમ્પ તેમના વ્યક્તિગત સંબધો મજબૂત હોય તો તેનો સ્થાયી લાભ મળી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિના નિર્ણય લેવાની પદ્ધતિથી બચાવ કરી શકાતો નથી.

You will also like

Leave a Comment