
આ અસંતોષ 2026ના મધ્યવર્તી ચૂંટણીના એક વર્ષ પહેલા સામે આવ્યો છે.(Trump Credit) 67 ટકા અમેરિકનો માને છે કે દેશ મોટાભાગે ખોટા રસ્તા પર છે. જ્યારે એક તૃત્યાંશથી ઓછા લોકો માને છે કે તેઓ યોગ્ય દિશા સાથે આગળ વધી રહ્યા છે. આ આંકડામાં નવેમ્બર 2024ના રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાના 75 ટકાની સરખામણીએ થોડો સુધારો દર્શાવે છે. ડેમોક્રેટ્સ (95 ટકા), સ્વતંત્ર(77 ટકા), રિપબ્લિકન(29 ટકા)ની સરખામણીમાં કેટલાય વધુ લોકો માની રહ્યા છે કે અમેરિકા ખોટી દિશામાં જાય છે. અશ્વેત(87 ટકા), હિસ્પૈનિક(71 ટકા) અને એશિયાઈ(71 ટકા), અમેરિકી પણ શ્વેત અમેરિકનો(61 ટકા)ની સરખાણીમાં આવો અભિપ્રાય રાખે છે.
અમેરિકાના અર્થવ્યવસ્થા અને મોંઘવારી લોકોની સૌથી મોટી ચિંતા છે.(Trump Credit) ટ્રમ્પના પદભાર સંભાળ્યા પછી 52 ટકા અમેરિકનો માને છે કે અર્થવ્યવસ્થા ખરાબ થઈ છે. જ્યારે 27 ટકા માને છે કે તેમાં સુધારો થયો છે. 50,000 ડૉલરથી ઓછા કમાનાર લોકો માને છે કે તેમની નાણાંકીય સ્થિતિ પહેલા કરતાં ખરાબ છે.
લગભગ 60 ટકા લોકો હાલ મોંઘવારી દર માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવે છે. તેમાંથી એક તૃત્યાંશ લોકોનું માનવું છે કે તેઓ જ તેના માટે વધુ જવાબદાર છે. એટલે સુધી કે રિપબ્લિકનમાં પાંચમાંથી એક વ્યક્તિ મોંઘવારી માટે ટ્રમ્પને ખૂબ જ જવાબદાર છે. જ્યારે 18 ટકા અમેરિકનો માને છે કે ટ્રમ્પના કાર્યકાળમાં આર્થિક રૂપથી યુએસમાં સારુ થયું છે. જ્યારે 37 ટકા લોકો કહે છે કે યુએસની સ્થિતિ ખરાબ થઈ છે. 45 ટકા લોકોનું માનવું છે કે તેમની સ્થિતિ પહેલા જેવી જ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રદર્શનને(Trump Credit) લઈને લોકોનો અભિપ્રાય વહેંચાયેલો જોવા મળે છે. કુલ મળીને 59 ટકા લોકો તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળના કામકાજથી નાખુશ છે. જ્યારે 41 ટકા લોકો ખુશ છે. તેમની આકરી નારાજગી(46 ટકા) અને તેમની પ્રશંસા(20 ટકા)થી બમણી છે. વધારે લોકો ટેરિફ, અર્થવ્યવસ્થા અને સંઘીય સરકારના પ્રતિબંધો જેવા મુદ્દા પર તેમના કામકાજથી અસંતુષ્ટ છે.
મોટાભાગના લોકો રશિયા યુક્રેન સંબધો, ઈમિગ્રેશન, અપરાધ અને ઈઝરાયલ-ગાઝા સ્થિતિ પર તેમના કામકાજથી નાખુશ છે. ઈઝરાયલ ગાઝા પર ટ્રમ્પની રેટિંગ સૌથી સારી છે. 46 ટકા લોકો તેમના કામકાજથી સંતુષ્ઠ છે. જે સપ્ટેમ્બરમાં 39 ટકા વધારે છે. પણ અર્થવ્યવસ્થા પર તેમની રેટિંગ સૌથી ઓછી રહી છે. માત્ર 37 ટકા લોકો સંતુષ્ઠ છે. જે તેમના કાર્યકાળમાં સૌથી નબળું છે.
ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રપતિ પદની શક્તિઓનો વિસ્તાર કરવાને લઈને પણ ચિંતા છે. સર્વેક્ષણમાં 64 ટકા અમેરિકનો માને છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની શક્તિઓનો વિસ્તાર કરવામાં ખૂબ આગળ વધી રહ્યા છે. વધારે લોકો માને છે કે તેમણે સંઘીય કર્મચારીઓની છંટણી(57 ટકા), અમેરિકી શહેરોમાં નેશનલ ગાર્ડ મોકલવા(55 ટકા) અને વિશ્વવિદ્યાલયોમાં હસ્તક્ષેપ કરવો(54 ટકા) જેવા કામોમાં હદપાર કરી છે.
લગભગ અડધા અમેરિકનો માને છે કે ટ્રમ્પે ગેરકાયદે રહેતા અપ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવા(50 ટકા) અને વિવિધતા તેમજ સમાવેશન કાર્યક્રમોને સમાપ્ત કરવા(51 ટકા)માં પોતાની મર્યાદા ઓળંગી છે.
વૈશ્વિક નેતૃત્વને લઈને પણ અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. લગભગ અડધા(48 ટકા) અમેરિકન માને છે કે ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાનું વૈશ્વિક નેતૃત્વ નબળું પડ્યું છે. જ્યારે 33 ટકાનું માનવું છે તે મજબૂત થયું છે. લગભગ 47 ટકા લોકો માને છે કે વૈશ્વિક સંકટો પર યોગ્ય માત્રામાં સમય આપી રહ્યા છે. પરંતુ 46 ટકા વિચારે છે કે તેઓ રશિયા પ્રત્યે વધારે મદદરૂપ રહ્યા છે. માત્ર 39 ટકા લોકો માને છે કે ટ્રમ્પને ઈઝરાયલ- હમાસ યુદ્ધ વિરામ માટે વધારે શ્રેય મળવો જોઈએ. જ્યારે 43 ટકા માને છે કે તેમને ખૂબ જ ઓછો અથવા કોઈ શ્રેય મળવો નહી જોઈએ.
રાજનૈતિક દળ સામાન્ય લોકોથી દૂર રહ્યા છે. એક ચોંકાવનારો નિષ્કર્ષ એ છે કે 68 ટકા અમેરિકન માને છે કે ડેમોક્રેટિક પાર્ટી પ્રજાથી દૂર રહી છે. આ સંખ્યા ટ્રમ્પ(64 ટકા) અથવા રીપબ્લિકન પાર્ટી(61 ટકા)થી વધારે છે.
Most Watched News
ભારત માટે કેટલું ફાયદાકારક
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની શાખમાં ઘટાડો આવ્યો છે,(Trump Credit) જેની ભારત પર મિશ્રિત પરિણામ રહેશે. વેપાર અને આર્થિક મોરચે પર આ પોઝિટિવ ફેરફાર લાવી શકે છે. કારણ કે અમેરિકી જનતા મોંઘવારી પર નારાજગી, ટ્રમ્પની સંરક્ષણવાદી ટેરિફ નીતિઓમાં સંભવિત ફેરફાર લાવી શકે છે અથવા તો ટ્રમ્પ ઢીલા પણ પડી શકે છે. તેનાથી ભારતીય નિકાસકારોને ઊંચા અમેરિકી ટેરિફથી રાહત મળી શકે છે અને દ્વપક્ષિય વેપાર સમજૂતિ થવા માટે રસ્તો સરળ થઈ શકે છે.