
સોનાના ભાવ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે. ( Gold Price Today ) તાજેતરમાં અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા એક લાખની સપાટી વટાવીને રૂપયા 1,01,500ની ટોચ બતાવી હતી. ( Gold Rate Today ) ઊંચા ભાવે સોનું કે દાગીના ખરીદ્યા પછી તે કેટલું શુદ્ધ છે, તે જાણવું પણ એટલું જ જરૂરી છે. અથવા તો દરેક વ્યક્તિ અસલી અને શુદ્ધ સોનું ખરીદવા ઈચ્છતો હોય છે. એટલા માટે સરકારે છેલ્લા બે વર્ષથી સોનાના દાગીના પર હૉલમાર્કિંગ ( Hallmarking on Gold) ફરજિયાત કરી દીધું છે.
હૉલમાર્કિંગ એક સત્તાવાર નિશાન છે. જે સોના જેવી કિમતી ધાતુઓની શુદ્ધતાની ગેરંટી આપે છે. આ યોજનાનો હેતું છે કે સોનું કે દાગીના બનાવનાર યોગ્ય રીતે કામ કરે છે કે નહી, અને તે લોકોને નકલી સોનું કે દાગીના બનાવીને વેચતો તો નથી ને, એટલા માટે ભારતમાં સોના અને ચાંદીમાં હૉલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.
ભારતમાં વેચાતાં સોનાના દાગીના પર છ અંકોનો એક યુનિક કોડ હૉલમાર્ક યુનિક આઈડેંટિફિકેશન (HUD) જરૂર હોવું જોઈએ. આ કામ ભારત સરકારની સંસ્થા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેંડર્ડ્સ (BIS) કરે છે. તે સોનાની તપાસ કરે છે અને પછી હૉલમાર્ક આપે છે. સવાલ એ છે કે આ અસલી હૉલમાર્કને કેવી રીતે ઓળખવો. તેના માટે BIS એ એપલ એપ સ્ટોર ( Apple App Store ) અને ગુગલ પ્લે સ્ટોર ( Google Play Store ) પર BIS CARE નામની એક એપ બનાવી છે. તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. દાગીના પર છપાયેલ HUID નંબર એપમાં નાંખવાથી તુરંત ખબર પડશે કે દાગીનો અસલી છે કે નકલી…

તેનો ફાયદો
જો તમને જ્વેલરે દાગીનો નકલી આપ્યો છે તો તમે ફરિયાદ દાખલ કરી શકો છો. સાબિતી સાથે ફરિયાદ કરી શકો છો. તમારો મેઈલ અથવા એસએમએસ દ્વારા કન્ફર્મેશન મળશે.

(1) તમારા મોબાઈલમાં BIS એપ ડાઉનલોડ કરો. ત્યાર પછી તેને ઓપન કરીને તેમાં Verify HUID વાળા ઓપ્શન પર ક્લિક કરો…
(2) હવે સોનાના દાગીના પર અંકિત કરેલ HUID નંબર જોઈને એપમાં ટાઈપ કરો. તમને તમારા દાગીનાની પુરી જાણકારી જોવા મળશે. જ્વેલરનો રજિસ્ટ્રેશન નંબર, હૉલમાર્કની તપાસ કરના સેન્ટરનો રજિસ્ટ્રેશન નંબર અને દાગીનાનો પ્રકાર, હૉલમાર્કની તારીખ અને શુદ્ધતા તમને જાણવા મળશે. HUID નંબર છ અંકોનો હોય છે જે અલ્ફાન્યૂમેરિક કોડ હોય છે. જે BIS ના લોગો અને શુદ્ધતાના નિશાનની પાસે નાના અક્ષરોમાં નંબર લખેલો હોય છે.
1 comment
Very useful information. Useful learning for all