
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવેડકરએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નવી ગાઈડલાઈન્સનો અર્થ એ છે કે નવા સંક્રમણો પર ધ્યાન આપવું, નહી કે સંસ્થાઓને બંધ કરી. એપ્રિલના મહિના માટે અપાયેલા ગાઈડલાઈન્સમાં ગૃહમંત્રાલયને કહ્યું છે કે તમામ ગતિવિધિઓને મંજૂરી આપી છે.


દિલ્હી સરકારે નિશ્રિત સ્થળોની યાદી જાહેર કરી છે, કે જેમાં કોરોના વાયરસ વધુ ફેલાવાનો ભય છે. જેમાં સિનેમા હોલ, ધાર્મિક સ્થળ, મોલ, મેટ્રો અને અન્ય સાર્વજનિક સ્થળોને મુકવામાં આવ્યા છે. સરકારે તમામ જિલ્લાના ડીએમને નિર્દેશ આપ્યો છે કે તેમના વિસ્તારમાં તેઓ ધ્યાન રાખે.