નવી દિલ્હી- કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં આજે એટલે કે 3 સપ્ટેમ્બરથી જીએસટી કાઉન્સીલની 56માં બેઠક શરૂ થઈ છે. આ બેઠક 4 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં ચાલશે.(GST Council meeting in Delhi) જેમાં જીએસટી રીફોર્મ્સ કરવા પર ચર્ચા થશે. જેમાં ટેક્સના દર ઘટાડવા, કંપ્લાયન્સને સરળ કરવા અને સ્ટ્રક્ચરલ સુધારા પણ સામેલ છે.
જીએસટી કાઉન્સીલની બેઠકમાં(GST Council meeting to last for two days) હોમ એપ્લાયન્સ જેમ કે એસી, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવી પ્રોડક્ટ પર જીએસટી દરમાં ઘટાડો કરવા અંગે ચર્ચા થશે. જેથી આમ આદમી એટલે કે મધ્યમ વર્ગના માનવીને રાહત મળી શકે.
જીએસટી કાઉન્સીલની બેઠકમાં ફક્ત બે મુખ્ય દર 5 ટકા અને 18 ટકા રાખવા પર વિચાર કરી રહી છે.(Now there will be only two slabs in GST) જો કે હાલ 12 ટકા અને 28 ટકાનો સ્લેબનો દર સમાપ્ત કરવા અંગે આખરી નિર્ણય લઈ શકે છે.(Two slabs of GST to be abolished) તે ઉપરાંત લક્ઝરી અને ડિમેરિટ ચીજ વસ્તુઓ પર 40 ટકા સુધીનો ટેક્સ નાંખવાની દરખાસ્ત પણ છે. જો કે તેના પર વધારાની ડ્યૂટી પણ લાગુ થઈ શકે છે.
મીડિયા રીપોર્ટ અનુસાર સિટી યુનિયન બેંકના 120માં સ્થાપના દિવસ પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) કહ્યું હતું કે જીએસટી રીફોર્મ્સનો(Major reforms to be made in GST) હેતુ ઈકોનોમીને પુરી રીતે ખુલ્લી કરવી અને પારદર્શી બનાવવી. તેમજ નાના બિઝનેસ માટે કોમ્પ્લાયન્સનો બોજ ઓછો કરવાનો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) નેકસ્ટ જનરેશન રીફોર્મ્સ માટે ટાસ્ક ફોર્સ(Task Force for Next Generation Reforms) બનાવી છે. જે સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ અને ઉદ્યમીઓ માટે સરળ ઈકોસીસ્ટમ બનાવવા પર ફોક્સ કરશે.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે નેકસ્ટ જેન જીએસટી રીફોર્મ્સની યોજના નાના વેપારીઓના બિઝનેસમાં બોજ ઓછો કરશે અને આગળ વધવા માટે એક સરળ માહોલ આપશે. તેમણે બેંકોની ભૂમિકા પર પણ ભાર આપ્યો હતો. ખાસકરીને ભારત 2047ના વીઝનમાં ક્રેડિટ વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ, એમએસએમઈ અને ગરીબોને સમય પર ફંડિંગ આપવું.
એક અનુમાન અનુસાર ટુથપેસ્ટ, છત્રી, સિલાઈ મશીન અને નાના વોશિંગ મશીન 5 ટકાના મેરિટ સ્લેબમાં આવશે. જ્યારે ઈલેક્ટ્રોનિક્સ, એસી, ટીવી, નાની કાર અને ટુ વ્હીલર 28 ટકામાંથી 18 ટકાના સ્લેબમાં આવી જશે. જેનાંથી ટેક્સ બોજ 10 ટકા ઘટી જશે અને તહેવારોની સીઝનમાં અગાઉથી કીમતો ઘટી શકે છે.
એક આશાવાદ એવો પણ છે કે કન્સ્ટ્રક્શન સેક્ટરને પણ રાહત મળી શકે છે. કારણ કે સીમેન્ટ પરનો હાલ જીએસટી જે 28 ટકા છે, તે ઘટાડીને 18 ટકાના સ્લેબમાં લાવી દેવાશે. તેમજ ખેતી, ટેક્સટાઈલ અને ઈન્શ્યોરન્સ પ્રિમિયમને પણ ઈનપુટ કોસ્ટ અને છૂટથી લાભ મળી શકે છે. જેથી પ્રોડક્શન, સેલ અને ઘરોની અફોર્ડેબિલિટી વધશે. વધુમાં એવો આશાવાદ પણ છે કે ગ્રીન પ્રોડક્ટ્સ જેવી કે સોલર કૂકર, સોલર હીટર અને એનર્જિ એફિશિએન્ચ પ્રોડક્ટ પર પણ જીએસટી દર ઘટી શકે છે.