શેરબજારમાં છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 693 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે ટ્રેન્ડ કેવો રહેશે?

by Investing A2Z
stock Market India

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના આખરી દિવસે ગાબડુ પડ્યું હતું. સતત છ દિવસની તેજીને બ્રેક વાગી હતી. તમામ સેકટરના શેરોમાં નફારૂપી જોરદાર વેચવાલી આવી હતી. પરિણામે આજે શુક્રવારે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 693 પોઈન્ટ તૂટી 81,306 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 213 પોઈન્ટ ગબડી 24,870 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 606 પોઈન્ટ ઘટી 55,149 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજારનો (Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? આજે શુક્રવારે શેરબજાર તૂટવાના કયા કારણો હતા? રોકાણકારોએ હવે કેવી રણનીતિ અપનાવવી જોઈએ? અને ટેકનિકલી માર્કેટ કેટલું મજબૂત છે?

જૂઓ વીડિયો…..

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1178 શેરના ભાવ વધ્યા હતા અને 1761 શેરના ભાવ ઘટ્યા હતા.

74 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 26 શેર બાવન વીક લોની નીચે બંધ હતા.

83 શેરમાં અપર સર્કિટ અને 40 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતિ, બીઈએલ, ભારતી એરટેલ અને ટાઈટન

ટોપ લુઝર્સઃ ગ્રાસિમ, એશિયન પેઈન્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અલ્ટ્રાટેક સીમેન્ટ અને હીરો મોટો

આજે મેટલ, બેંક, ઓઈલ એન્ડ ગેસ, આઈટી, રીયલ્ટી અને એનર્જિ સેકટરના શેરોમાં ભારે વેચવાલી આવી હતી. જ્યારે ફાર્મા સેકટરના શેરોમાં લેવાલીથી સામાન્ય મજબૂતી રહી હતી. મીડકેપ ઈન્ડેક્સ 79 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 183 પોઈન્ટ માઈનસ બંધ હતો. આજે વોડાફોન આઈડિયાના શેરમાં જોરદાર લેવાલીથી શેરમાં 7.94 ટકાનો ઉછાળો આવી ભાવ 7.31ની હાઈ બનાવીને 7.07 બંધ રહ્યો હતો. પીએમઓ દ્વારા વોડાફોન આઈડિયાને રાહત પેકેજ મળે તેવી ધારણા પાછળ વોડાફોનમાં નવી લેવાલી આવી હતી.

What will be the trend of the stock market next week?

The stock market suffered a setback on the last day of the week. The six-day rally was broken. There was a huge profit-taking in stocks of all sectors. As a result, today, Friday, the Mumbai Stock Exchange’s Sensex fell by 693 points to close at 81,306. The NSE Nifty index fell by 213 points to close at 24,870. The Bank Nifty fell by 606 points to close at 55,149. What will be the trend of the stock market next week? What were the reasons for the stock market crash today, Friday? What strategy should investors adopt now? And how strong is the market technically? Watch the video…..

You will also like

Leave a Comment