આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મહિલા સ્વસહાય સમૂહો તેમજ મહિલા ઉદ્યોગસાહસિકો પાસેથી તેના ઉત્પાદનો ખરીદ્યા હતા. મહિલા ઉદ્યોગસાહસિકો અને આત્મનિર્ભર ભારતને વેગ આપવાનો તેમનો આ પ્રયાસ છે.
આત્મનિર્ભરતા માટે ભારતના જુસ્સામાં મહિલાઓની ભૂમિકા વિશે વાત કરતાં નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી કે, “આત્મનિર્ભર બનાવાની ભારતની લાગણીમાં મહિલાઓ મોખરાની ભૂમિકા નિભાવી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચાલો સૌ સાથે મળીને મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ થઇએ. આજે મેં મહિલા ઉદ્યોગસાહસિકતા, સર્જનાત્મકતા અને ભારતની સંસ્કૃતિની ઉજવણી કરવા માટે કેટલીક વસ્તુઓ ખરીદી છે.

હાથ બનાવટના ગોન્ડ કાગળ ચિત્રો વિશે તેમણે ટ્વીટ કરી હતી કે, “મારી આસપાસના માહોલમાં વધુ રંગો ઉમેરી રહ્યો છું! આદિવાસી સમુદાયની આ કળા ખૂબ જ આકર્ષક છે. હાથ બનાવટના આ ગોન્ડ કાગળ ચિત્રો રંગો અને સર્જનાત્મકતાને સંમિલિત કરે છે. આજે આ ચિત્ર ખરીદ્યું.”




