સોના ચાંદીમાં નરમાઈનો સંકેત છે, ખરીદી કરવાની તક મળશે

by Investing A2Z

સોનાચાંદી બજારમાં વીતેલા સપ્તાહે નરમાઈ રહી હતી. સપ્તાહના અંતે ગોલ્ડ અને સિલ્વરમાં તેજીવાળા ઓપરેટરોની ભારે વેચવાલી આવી હતી, જેથી વૈશ્વિક બજારમાં ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટયા હતા. જ્યારે અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 74,000ના ભાવે સ્ટેબલ રહ્યું હતું. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 2000 ઘટી રૂપિયા 84,000 રહ્યો હતો. તથા હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 72,520 બોલાયો હતો.

વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ 2531.72 ડૉલરની નવી હાઈ બનાવ્યા પછી ઘટી સપ્તાહને અંતે 2503-2504 ડૉલર રહ્યો હતો. તેમજ સ્પોટ સિલ્વર પણ ઝડપી ઘટીને 28.83 ડૉલર રહી હતી.

વૈશ્વિક બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફયુચર ગત સપ્તાહના ભાવ 2546 ડૉલરની સામે સપ્તાહ દરમિયાન વધી રૂપિયા 2564 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 2526 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 2536 બંધ રહ્યો હતો. તેવી જ રીતે સિલ્વર ડીસેમ્બર ફયુચર ગત સપ્તાહના 30.25 ડૉલર સામે સપ્તાહ દરમિયાન 30.67ની હાઈ બનાવીને 29.08 ડૉલરની લો બનાવી હતી અને સપ્તાહને અંતે 29.24 ડૉલર બંધ થયો હતો.

સપ્ટેમ્બરમાં ફેડ રેટ કટ થવાનો છે, જેથી સોનાચાંદીના ભાવે નવી ઊંચાઈ બનાવી હતી. મિડલઈસ્ટમાં તંગદિલીના પણ સમાચાર હતા, તેમજ સેન્ટ્રલ બેંકે ગોલ્ડ ખરીદીનો સંકેત આપ્યો હતો. આ તમામ સમાચાર પાછળ ગોલ્ડ અને સિલ્વરમાં નવી ખરીદી ચાલુ રહી હતી અને ભાવોએ નવી ઊંચી સપાટી બનાવી હતી.

જો કે જુલાઈમાં પીસીઆઈ ડેટા( પર્સનલ કન્ઝપ્શન એક્સપેન્ડિચર્સ) પોઝિટિવ આવ્યો હતો, જે યુએસ ઈકોનોમીમાં સુધારાનો સંકેત આપે છે. યુએસ બ્યૂરો ઓફ ઈકોનોમીક એનાલિસીસ મુજબ બીજા કવાર્ટર માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 2.8 ટકાથી વધીને 3 ટકા કર્યો છે. જેથી હવે ફેડરેટ કટ સાવ મામુલી આવશે તેવી ધારણા છે. આવતા સપ્તાહે જોબ ડેટા આવશે, જે જોયા પછી ફેડરલ રીઝર્વ યોગ્ય નિર્ણય લેશે. આ સમાચાર આવતાં સપ્તાહને અંતે ગોલ્ડ અને સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને ભાવ તૂટ્યા હતા.

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં નરમાઈ સંકેત દર્શાવે છે. ગોલ્ડમાં અવરલી અને ફાઈવ અવરલી ચાર્ટ નરમાઈ દર્શાવે છે. ડેઈલી અને વીકલી ચાર્ટ બુલિશ ટ્રેન્ડ દર્શાવે છે. હવે પછી ગોલ્ડમાં 2540 ડૉલરનું પ્રથમ રેઝિટન્સ છે અને 2548 ડૉલર બીજુ રેઝિટન્સ આવે છે. હાલ ગોલ્ડમાં 2548 ડૉલરનો સ્ટોપલોસ રાખીને વેચાણ કરી શકાય.

બીજી તરફ આગામી સપ્તાહે સિલ્વર અવરલી, ફાઈવ અવરલી ચાર્ટમાં સેલ બતાવે છે. ડેઈલી ચાર્ટ ન્યૂટ્રલ બતાવે છે. જો કે વીકલી ચાર્ટ બાય બતાવે છે. માટે સિલ્વરમાં 30.31 ડૉલરનું પ્રથમ રેઝિટન્સ અને 30.80 બીજુ રેઝિટન્સ રહેશે. જે બે લેવલ આસપાસ વેચવું જોઈએ. અને 29 ડૉલરનો સપોર્ટ લેવલ રહેશે. સિલ્વર 30 ડૉલર ઉપર જાય તો જ તેજી કરવી. અન્યથા ગોલ્ડ અને સિલ્વર હાલ તો નરમાઈનો સંકેત આપે છે.

You will also like

Leave a Comment