
અહીંયા જે ઈંધણની વાત કરી રહ્યા છીએ તે છે ફ્લેક્સ ફ્યૂલ. પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિમતોને લઈને સરકારને વીતેલા મહિનાઓમાં કેટલીક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કિમતોમાં ઘટાડો કરવા માટે ઈથેનોલ મેળવીને કામ ચલાવી રહ્યા છે. તેમ છતા હજી ભાવ ઊંચા છે. હવે સરકાર ફલેક્સ ફ્યૂલ પર કામ કરી રહી છે. જેથી પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મળે. અને લોકોને ભારે કિમત ન ચુકવવી પડે.

મોદી સરકાર તરફથી આ ફલેક્સ ફ્યૂલ પર કામ ચાલી રહ્યું છે. તેને લોન્ચ કર્યા પછી સરકારની યોજના છે કે તેને ફરજિયાત પણ કરશે. વાહન વ્યવહારપ્રધાન નિતીન ગડકરી ફલેક્સ ફ્યૂલ અંગેનો પ્લાન બનાવી રહ્યા છે, અને તેઓ આ પહેલા આ અંગે વાત કરી ચુક્યા છે. ફલેક્સ ફ્યૂલને સરકાર ફરજિયાત કરે તેના પર વિચાર ચાલી રહ્યો છે. આવું કરવાથી સરકાર તમામ કંપનીઓને ફલેક્સ ફ્યૂલ એન્જિન તૈયાર કરીને તેનો ઉપયોગ કરવા કહેશે.

ગુજરાતમાં હવે પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડ્યા પછી ગુજરાત સરકારના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં લિટરે રૂપિયા 7નો ઘટાડો કર્યો છે. આ નિર્ણય પછી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે રૂપિયા 95.13 અને ડીઝલનો ભાવ રૂપિયા 89.12 થઈ ગયો છે.