
નીલસન કંપનીએ કહ્યું હતું કે જો બિડેનના ટાઉનહોલનો કાર્યક્રમ એબીસીમાં રાત્રે 8થી 9 કલાકની વચ્ચે એક કરોડ 41 લાખ લોકોએ જોયો હતો. જ્યારે ટ્રમ્પનો કાર્યક્રમ એનબીસી, સીએનબીસી અને એમએસએનબીસી પર કુલ મળીને એક કરોડ 35 લાખ લોકોએ જોયો. એમ મનાઈ રહ્યું છે કે ટ્રમ્પનો કાર્યક્રમ સૌથી વધુ લોકો જોશે. કારણ કે તે ત્રણ નેટવર્કમાં પ્રસારિત કરાયો હતો. પણ એવું થયું નહી.

જોરશોરથી ચૂંટણી પ્રચાર
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન એવા કેટલાય દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પહેલા કયારેય જોવા મળ્યા નથી. પ્રચાર દરમિયાન જોરશોરથી વ્યક્તિગત હૂમલા થઈ રહ્યા છે. આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. એકબીજાની મજાક ચાલી રહી છે. રિપબ્લિક પાર્ટીના સીનેટર ડેવિડ પરડ્યૂએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીના સમર્થનમાં જ્યોર્જિયામાં થયેલી એક ચૂંટણી રેલીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હૈરિસને વારંવાર ખોટી રીતે નામ બોલીને તેમની મજાક ઉડાવાયી રહી છે.

ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ પણ હૈરિસનું નામ ખોટી રીતે લઈ ચુક્યા છે. ફક્ત રિપબ્લિકન પાર્ટીના સભ્ય જ નહી, પણ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત કેટલાય ડેમોક્રેટિક સભ્યો પણ તેમના નામનું ખોટુ ઉચ્ચારણ કરી ચુક્યા છે. કમલા હૈરિસના પ્રવકતા સબરીના સિંહે પરડ્યૂ પર ટિપ્પણીના જવાબમાં એક ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું. તેઓ તો સૌથી વધુ નસ્લવાદી છે. મતદાન કરીને તેમને બહાર કરો. પરડ્યૂના અભિયાનની પ્રવકતા કેસી બ્લેકે ટ્વીટ કરી જવાબ આપ્યો હતો કે સીનેટર પરડ્યૂએ સીનેટર હૈરિસના ખોટા નામનું ઉચ્ચારણ ભુલથી થયું હતું.
પ્રચારમાં ગરમાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એક વખત ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનએ જોરદાર હૂમલો કર્યો છે, તેમણે એક રેલીને સંબોધન કરતી વખતે ટ્રમ્પ પર કેટલાય આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું હતું કે તેઓ લોકોમાં અરાજકતા ફેલાવાનું કામ કરી રહ્યા છે. અને તેઓ તેને એન્જોય પણ કરે છે. એટલું જ નહી બિડેનએ આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પ કોરોના સામે લડવામાં પૂરી રીતે અસફળ રહ્યા છે અને તેઓ લોકોનું ધ્યાન આ વિષય પરથી હટાવવા માટે કંઈપણ કરશે.

તેની સાથે તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ સ્વપ્નાઓમાં જીવી રહ્યા છે કે કોરોના વાયરસ સમાપ્ત થઈ ગયો છે. પણ હકીકતમાં આ વાયરસ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને આપણે બધાએ જીવલેણ વાયરસની કીમત ચુકવવી પડશે. તેની સાથે તેમણે કહ્યું કે યુએસમાં બરોજગારી સતત વધી રહી છે. પુરા મિશિગનમાં અને અમેરિકામાં લોકો આ વાયરસથી ચિંતિત છે.
જો બિડેને કહ્યું કે કોરોનાથી 2,15,000થી વધુ લોકોની મોત થઈ ચુક્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી કેટલાક મહિનાઓમાં વઘુ 2,00,000 લોકોના વધુ જીવ જશે. આવું એટલા માટે થશે કે ટ્રમ્પે વિજ્ઞાનનું અનુસરણ કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમને માસ્ક પહેરવાની શરમ આવે છે. સાથે તેમણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની પણ ના પાડી દીધી છે. ટ્રમ્પ વારંવાર જુઠ્ઠુ બોલી રહ્યા છે, તેનું પરિણામ પણ ભોગવવું પડશે.
ટ્રમ્પનો જો બિડેન પર હૂમલો
બીજી તરફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જો બિડેનને ભ્રષ્ટ રાજનેતા દર્શાવ્યા છે. તેઓ એવા રાજનેતાઓની શ્રેણીમાં આવે છે કે જે કેવળ પોતાની મિલ્કત વધારવામાં માને છે અને પોતે અમીર થઈ રહ્યા છે. ગ્રીનવિલેમાં એક રેલીને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના દીકરાના ખોટા કામ પર સતત પડદો પાડી રહ્યા છે. અને સતત દેશની જનતાની સામે જુઠ્ઠુ બોલીને ગુમરાહ કરી રહ્યા છે. આ રેલી દ્વારા ન્યૂ યોર્ક પોસ્ટ દ્વારા કેટલાક ઈમેલના ખુલાસા કરવા પર અખબારની પ્રંશસા પણ કરી હતી.

ટ્રમ્પે બિડેન પર હલ્લો કર્યો હતો. બિડેન ખરેખર અમેરિકાના અમીરવર્ગના નોકર છે, જેમનો હેતુ અમેરિકાનું લોહી ચુસીને પોતાનું ખિસ્સુ ભરવાનો છે. બિડેને તમારી નોકરીઓ છીનવીને બહારના દેશાનો લોકોને આપી દીધી છે. વીતેલા પાંચ દસકોમાં બિડેન એકલા અમેરિકનોની નોકરી છીનવી તેવું નથી, પણ કેટલીય ફેકટરીઓ પણ બંધ કરાવી દીધી છે. તેમણે અમેરિકાને આર્થિક નુકસાન કરાવ્યું છે.
જો કે આ રેલી પછી જો બિડેન ટ્રમ્પના આ નિવેદનનું સખત શબ્દોમાં ખંડન કર્યું હતું.
