મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ
મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ગઈકાલ તારીખ 23 સપ્ટેમ્બર, 2023ને શનિવારથી લાખોની સંખ્યામાં માનવમહેરામણ મા ના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. એકલદોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને ‘બોલમાડી… અંબે, જય જય અંબે….’ ના નાદથી સતત ગજવી રહ્યો છે. ( Gujarat Ambaji Temple )







