
હવે અમેરિકા સામે મુશ્કેલી એ આવી છે કે તાલિબાનની ધમકીથી રોકાઈ જશે કે પોતાના મિત્રા દેશોની સલાહ માનશે. જો બાઈડનની સામે સૌથી મોટુ સંકટ સર્જાયું છે. જો બાઈડન જી-7 દેશોના દબાણમાં જો તેઓ કાબુલમાં પોતાના સૈનિકોને રોકે તો કાબુલ એરપોર્ટ પર તાલિબાનના પડકારનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન તરફથી એવું નિવેદન આવ્યું છે કે 31 ઓગસ્ટ સુધી તેમનો પ્રયત્ન હશે તે તમામ અમેરિકી સૈનિકને પરત બોલાવી લેશે. પણ આ દાવાની વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનનું કહેવું છે કે તે અમેરિકાને અપીલ કરશે કે લાંબા સમય સુધી સૈનિકોને કાબુમાં રાખવા જોઈએ.
બોરિસ જોનસને આ મામલે જી-7 દેશોની એક બેઠક બોલાવી છે, જેમાં પ્રસ્તાવ રાખવામાં આવશે કે અમેરિકી સૈન્યને લાંબા સમય સુધી કાબુમાં રાખવું જોઈએ, કારણ કે હજી સુધી રેસ્ક્યૂ ઓપરેશન સમાપ્ત થયું નથી.

તાલિબાને સોમવારે સાફ કહી દીધું છે કે અમેરિકાએ 31 ઓગસ્ટ સુધી પોતાની સેનાને પરત બોલાવવી પડશે. તાલિબાનનું કહેવું છે કે 31 ઓગસ્ટ પછી જો અમેરિકાની સેના રોકાશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. તાલિબાન પહેલેથી તમામ દેશો સાથે સારા સંબધોની તરફેણ કરતું આવ્યું છે, પણ અમેરિકાના મામલામાં તેણે સખત વલણ અખત્યાર કર્યું છે. અત્રે નોંધનીય છે કે કાબુલમાં હાલના સમયે 6 હજાર જેટલા અમેરિકી સૈનિક ઉપસ્થિત છે. તેમજ બ્રિટનના એક હજારથી વધુ સૈનિક હાજર છે. તે ઉપરાંત નાટો દેશના પોત પોતાના સૈનિક છે. જેનો હેતુ પોતાના નાગરિકોને બહાર કાઢી શકે. સાથે કેટલાક અફઘાની નાગરિકોને પણ રેસ્ક્યૂ કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનની સતત બગડતી જતી સ્થિતિની વચ્ચે ભારત સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી છે, ભારત સરકારે 26 ઓગસ્ટે સવારે 11 વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં અફઘાનિસ્તાનના મુદ્દા પર ચર્ચા થશે. અફઘાનિસ્તાનમાં ભારતનું સૌથી મોટુ રોકાણ રહ્યું છે અને તે એક રણનીતિકાર સાથી છે. એવા ત્યાં તાલિબાનનું રાજ આવી જતાં ભારત માટે સૌથી મોટો પડાકર ઉભો થયો છે. હવે ભારત શું રણનીતિ અપનાવશે? તેના પર તમામ દેશ અને દુનિયાની નજર છે. આથી જ કેન્દ્ર સરકાર સર્વપક્ષીય બેઠકમાં મંથન કરશે.
