SIPની બોલબાલાઃ મ્યુચ્યુઅલ ફંડમાં જૂનમાં રેકોર્ડ રકમ જમા થઈ

by Investing A2Z

અમદાવાદ- મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી (Mutual Fund SIP) દ્વારા રોકાણ માટે આવલા નાણા અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયા છે. જૂનમાં 27,269 કરોડ રૂપિયા એસઆઈપી (SIP) દ્વારા આવ્યા છે, જે મે મહિનામાં 26,688 કરોડ રૂપિયા કરતાં બે ટકા વધુ રકમ છે. પહેલી વખત એસઆઈપી દ્વારા આટલી જંગી રકમનું રોકાણ આવ્યું છે. (Stock Market India)

AMFI ના ડેટા અનુસાર એસઆઈપી દ્વારા આવેલ કુલ જમા રકમ (AUM) જૂનમાં 15.30 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. (Mutual Fund Asset Under Management AUM) મે મહિનામાં આ રકમ 14.61 લાખ કરોડ હતી. એનો અર્થ એ થાય છે કે એસઆઈપી દ્વારા વધુ નાણાનું રોકાણ આવી રહ્યું છે. તેમાંય ખાસ કરીને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં (Equity Mutual fund) વધુ નાણાનું રોકાણ આવ્યું છે. જૂનમાં તે 23,587 કરોડ હતું. જે મહિનાની સરખામણીએ 24 ટકા વધુ છે. (Record amount deposited in mutual funds)

નાના રોકાણકારો ઈક્વિટી, હાઈબ્રીડ, સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમના મ્યુચ્યુઅલ ફંડના (Mutual funds) ફોલિયોની સંખ્યા જૂનમાં 19 કરોડ 7 લાખ 5 હજાર 687 થઈ ગઈ છે. જે મે મહિનામાં 18 કરોડ 84 લાખ 31 હજાર 250 હતી. તેનો અર્થ એ છે કે વધુને વધુ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. નાના રોકાણકારોની એયુએમ 4 કરોડ 43 લાખ 99 હજાર 405 કરોડ રૂપિયા રહી છે. જે મે મહિનામાં 42 લાખ 19 હજાર 541 કરોડ રૂપિયા હતી.

જૂનમાં 61,91,178 નવા એસઆઈપી રજિસ્ટર થયા છે. મેમાં આ સંખ્યા 59,14,788 હતી. જે એપ્રિલમાં 56.01 લાખ હતી. તેનાથી ખ્યાલ આવે છે કે લોકો એસઆઈપીમાં વધુ રસ દાખવી રહ્યા છે. જૂનમાં એસઆઈપી ખાતાની સંખ્યા વધીને 8.64 કરોડ રહી છે, જે મે મહિનામાં 8.56 કરોડ અને એપ્રિલમાં 8.38 કરોડ હતી.

મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની (Mutual Fund Folio) કુલ સંખ્યા જૂનમાં 24 કરોડ, 13 લાખ, 44 હજાર, 556 થઈ ગઈ છે. જે મે મહિનામાં 23 કરોડ, 83 લાખ, 12 હજાર, 770 અને એપ્રિલમાં 23 કરોડ, 62 લાખ, 95 હજાર, 024 હતી. એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારની સંખ્યા સતત વધી રહી છે. કુલ એયુએમમાં 3 ટકાનો વધારો થયો છે. જૂનમાં એયુએમ 74.14 લાક કરોડ રૂપિયા હતી, જે મે મહિનામાં 71.93 લાખ કરોડ હતી.

Top Video News

શેરબજારમાં આગામી સપ્તાહે તેજી પરત ફરશે?

એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને રોકાણકાર સારુ વળતર મેળવી શકે છે. (Best Option to Invest through SIP) જો લાંબાગાળાના રોકાણ માટે રોકાણ કર્યું હશે તો તે રોકાણકાર કરોડપતિ બની શકે છે. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જોખમોને આધિન હોય છે. કેમ કે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ શેરબજારની (Share Market India) ચાલ પર નિર્ભર હોય છે.

Related Posts

Leave a Comment