અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) શરૂની નરમાઈ પછી ઉછાળો આવ્યો હતો અને ત્રણ દિવસના ઘટાડા પછી બજાર ઊંચકાયું હતું. નીચા મથાળે નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ વધ્યા હતા. આજે શરૂની નરમાઈ પછી નવી વેચવાલી અટકી ગઈ હતી અને તેજીવાળા ખેલાડીઓએ વેલ્યુ બાઈંગ કર્યું હોવાના સમાચાર હતા અને આથી જ શેરબજારમાં (Share Market India) તેજી થઈ હતી.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 446 પોઈન્ટ વધી 81,337 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 140 પોઈન્ટ વધી 24,821 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 137 પોઈન્ટ વધી 56,222 બંધ થયો હતો.
ગ્લોબલ સંકેત પાછળ ભારતીય શેરબજાર નીચા મથાળે ખુલ્યું હતું. યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતું, પણ એશિયાઈ બજારોમાં નરમાઈ જોવાઈ હતી. જો કે ડાઉ જોન્સ ફ્યુચર 58 પોઈન્ટ પ્લસ હતો. ભારત યુએસ વચ્ચે ટ્રેડ ડીલની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પણ હજી સુધી કોઈ સમાચાર નથી. સમાચાર એવા પણ આવ્યા છે કે અમેરિકાની ટીમ ભારત સાથે વાટાઘાટો કરવા ભારત આવશે. પણ તે અંગે કોઈ સત્તાવાર સમાચાર નથી.
બીજી તરફ એફઆઈઈ સતત વેચવાલી રહી છે. ગઈકાલ 28 જુલાઈએ એફઆઈઆઈએ 6082 કરોડનું નેટ સેલ કર્યું હતું તો તેની સામે સ્થાનિક સંસ્થાઓએ રૂપિયા 6764 કરોડની નેટ ખરીદી કરી હતી. આમ જુલાઈ મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 36,591 કરોડનું નેટ સેલ કર્યું હતું.
આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1932 શેરના ભાવ વધ્યા હતા અને 1025 શેરના ભાવ ઘટ્યા હતા.
50 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 56 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
77 શેરમાં અપર સર્કિટ અને 71 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ જિઓ ફાયનાન્સ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ, લાર્સન ટુબ્રો અને આઈસર મોટર્સ
ટોપ લુઝર્સઃ એસબીઆઈ લાઈફ, અક્સિસ બેંક, ટીસીએસ, એચડીએફસી લાઈફ અને આઈટીસી