અમદાવાદ- Stock Market India શેરબજારમાં ભારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 519 પોઈન્ટ ઘટ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 165 પોઈન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી બેંક(Nifty Bank) 274 પોઈન્ટ ઘટ્યો હતો. આજે મંગળવારે શેરબજાર(Share Market India) તૂટવાના પાંચ કારણ હતા. શું ઉછાળે વેચવાલી આવ્યા કરશે? ટેકનિકલ લેવલ નબળા થયા છે? મુહૂર્તના લો લેવલ તૂટ્યા છે.
જૂઓ વીડિયો…..
BSE Sensex down 519 pt.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 84,000ની મથાળે ખૂલ્યો હતો. શરૂમાં વધી 84,068 થઈ અને ત્યાંથી ઘટી 83,412 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,459 બંધ રહ્યો હતો. જે સોમવારના બંધની સરખામણીએ 519.34નું ગાબડું દર્શાવે છે.
NSE Nifty down 165 pt.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,744ના મથાળે ખૂલીને શરૂમાં વધી 25,787 થયો હતો. અને ત્યાંથી ઝડપી તૂટી 25,578 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 25,597 બંધ થયો હતો. જે 165 પોઈન્ટ તૂટ્યો હતો.
નિફ્ટી બેંક(Nifty Bank) 274 પોઈન્ટ ઘટી 57,827 બંધ થયો હતો.
નિફ્ટી વીકલી એક્સપાયરી
આજે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ હતો. જેથી તેજીવાળા ખેલાડીઓએ ઉભી પોઝીશન સ્કેવરરૂપ કામકાજ વિશેષ હતા. તેમજ તેજીવાળા ખેલાડીઓની પણ વેચવાલી આવી હતી, જેથી શેરબજારમાં(Stock Market India) તમામ સેકટરના શેરોમાં વેચવાલીથી ગાબડા પડ્યા હતા. એક માત્ર કન્ઝ્યુમર ડયુરેબલ સેક્ટરમાં લેવાલીથી મજબૂતી રહી હતી. મીડકેપ ઈન્ડેક્સ 250 પોઈન્ટ ઘટ્યો હતો. અને સ્મોલકેપ ઈન્ડેક્સ 375 પોઈન્ટ ઘટ્યો હતો.
કંપની Q2 પરિણામ
(1) એસબીઆઈનો(SBI Q2 Results) બીજા ત્રિમાસિક ગાળામાં નફો 18,331 કરોડથી વધી 20,160 કરોડ નોંધાયો હતો. એનપીએમાં પણ ઘટાડો થયો છે. (2) એમ એન્ડ એમનો(M&M Q2 Results) નફો 3841 કરોડથી 18 ટકા વધી 4521 કરોડ આવ્યો હતો. (3) અદાણી પોર્ટનો(Adani Port Q2Results) નફો 2445 કરોડથી વધી 3109 કરોડ આવ્યો હતો. (4) ટાઈટનનો(Titan Q2 Results) નફો અને માર્જિન ઘટીને આવ્યા હતા. રેવન્યૂમાં 25 ટકાનો વધારો હતો. (5) સુઝલોન એનર્જિનો(Suzlon Q2 Results નફો 200 કરોડથી વધી 1279 કરોડ રહ્યો હતો. જેમાં 718 કરોડ ટેક્સ રાઈટ બેકની રકમ ઉમેરવામાં આવી છે (6) પાવરગ્રીડનો(PowerGrid Q2 Results) નફો 6 ટકા વધીને આવ્યો હતો અને રેવન્યૂ 2 ટકા વધી હતી. (7) એલેમ્બિક ફાર્માનો(Alembic Pharma Q2 Results) નફો 153 કરોડથી વધી 185 કરોડ નોંધાયો હતો.
શેરબજાર તૂટવાના પાંચ કારણો(Stock Market India)
(1) ગ્લોબલ માર્કેટ નેગેટિવઃ સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ માઈનસ હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ તૂટીને આવ્યા હતા. ડાઉજોન્સ ફ્યુચર 400 કરતા વધુ પોઈન્ટ માઈનસ હતું. આથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ નરમાઈનું જ રહ્યું હતું.
(2) એફઆઈઆઈ નેટ સેલરઃ એફઆઈઆઈએ(Fii Net Seller) 3 ઓકટોબરે 1883 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. તેમજ ઓકટોબર મહિનામાં કુલ રૂપિયા 9,846 કરોડનું નેટ સેલ કર્યું છે. આમ એફઆઈઆઈ સતત પાંચ મહિનાથી નેટ સેલર રહી છે. જેથી તેજીવાળા ખેલાડીઓએ કંટાળીને વેચવાલી કાઢી હતી.
(3) યુએસ ભારત ટ્રેડ ડીલઃ યુએસ અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલ(US India Trade Deal) મુદ્દે હજી સુધી કોઈ પોઝિટિવ ન્યૂઝ આવ્યા નથી. ટ્રેડ ડીલ કયા અટકી છે. ટ્રેડ ડીલ કયારે થશે. ટ્રેડ ડીલ કેવી હશે આ તમામ સવાલ અનુત્તર રહ્યા છે. જેથી બજારમાં નિરાશા હતી.
(4) તેજીના કારણનો અભાવઃ તેજીના નવા કારણોના અભાવે નવું બાઈંગ અટકી ગયું હતું. કંપનીઓના બીજા ત્રિમાસિકગાળાના પરિણામો મિશ્ર રહ્યા છે. કેટલીક કંપનીઓના પરિણા ખૂબ પ્રોત્સાહક રહ્યા છે, તો કેટલીક કંપનીઓના પરિણામ નિરાશાજનક પણ રહ્યા છે. અથવા તો અનુમાન કરતાં નબળા રહ્યા છે. આથી શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(5) બિહાર વિઘાનસભા ચૂટણીઃ બિહાર વિધાનસભાની ચૂંટણી(Bihar Assembly Elections 2025) બે તબક્કામાં થશે, જેમાં 121 બેઠકો માટે 6 નવેમ્બર, 2025ના રોજ મતદાન થશે અને 122 બેઠકો માટે 11 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણીના પરિણામ 14 નવેમ્બરે આવશે. બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ શેરબજારમાં સાવેચેતનો મૂડ હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો
આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1034 શેરના ભાવ વધ્યા હતા અને 2062 શેરના ભાવ ઘટ્યા હતા.
75 શેર બાવન વીક હાઈ પર હતા અને 81 શેર બાવન વીક લો પર હતા.
71 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 65 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
ટાઈટન(2.30 ટકા), ભારતી એરટેલ(1.74 ટકા), બજાજ ફાયનાન્સ(1.11 ટકા), એમ એન્ડ એમ(1.00 ટકા) અને એચડીએફસી લાઈફ(0.92 ટકા)
ટોપ લુઝર્સ
પાવરગ્રીડ(3.19 ટકા), ઈટરનલ(2.82 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.72 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીક્લ(2.40 ટકા) અને હિન્દાલકો(1.93 ટકા)
Top Trending News
Gujarat News: ગુજરાત વિદેશી સીધા રોકાણ આકર્ષવામાં રાષ્ટ્રીય સ્તરે કયા ક્રમે?
આગામી દિવસોમાં બજાર કેવું રહેશે?
શેરબજાર ટેકનિકલી વીક થયું છે. નિફ્ટીએ 25,850નું લેવલ તોડીને નીચે ગયો છે. સેન્સેક્સ પણ 84,400 તોડીને નીચે બંધ આવ્યો છે. બીજુ મુહૂર્ત ટ્રેડિંગ સેશનને ફોલો કરનાર માટે પણ મુહૂર્ત ટ્રેડિંગ સેશનના લો લેવલ તૂટી ગયા છે. જેથી હાલ તો બજારમાં દરેક ઉછાળે વેચવાલી આવશે. એક છેલ્લી આશા છે કે નિફ્ટીમાં 25,500નું લેવલ ન તૂટવું જોઈએ. કદાચ તે મથાળે સપોર્ટ મેળવી શકે છે. બીજી તરફ નિફ્ટી બેંક 58,800 ઉપર બંધ છે, તે મજબૂત તેજી દર્શાવે છે.