Stock Market India: આગામી સપ્તાહે નિફ્ટી 26,000 ક્રોસ કરશે કે નહી?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત પાંચ દિવસની તેજી પછી ઘટાડો આવ્યો હતો. સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી.(NSE Nifty) પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 344 પોઈન્ટ ઘટ્યો હતો. એનએસઈ નિફ્ટી 96 પોઈન્ટ ઘટ્યો હતો. અને નિફ્ટી બેંક(Nifty Bank) 378 પોઈન્ટ ઘટ્યો હતો. આજે શેરબજાર(Share Market India) ઘટવાના ત્રણ મુખ્ય કારણ? આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? અને નિફ્ટી(NSE Nifty) 26,000નું લેવલ ક્રોસ કરશે કે નહી?

જૂઓ વીડિયો…..

BSE Sensex fell by 344 points

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 84,667ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધી 84,707 થઈ અને ત્યાંથી ઘટી 83,857 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,211.88 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 344.52નો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty fell by 96 points

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,935ના મજબૂત લેવલે ખૂલીને શરૂમાં વધી 25,944 થઈ અને ત્યાંથી ઘટી 25,718 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 25,795.15 બંધ રહ્યો હતો. જે 96.25નો ઘટાડો દર્શાવે છે.

Nifty Bank down by 378 points

નિફ્ટી બેંક(Nifty Bank) શરૂમાં વધી 58,232 થઈ અને ત્યાંથી ઘટી 57,482 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 57,699 બંધ રહ્યો હતો. જે 378 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

મેટલ અને ડીફેન્સ શેરોમાં નવી લેવાલી

શેરબજારમાં સતત પાંચ દિવસની તેજી પછી આજે શુક્રવાર સપ્તાહનો અંતિમ દિવસ હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા, જેથી બજારમાં સાવચેતીરૂપી નફારૂપી આવી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ ગઈકાલે ગુરુવારે નવા હાઈ બનાવ્યા પછી નવી લેવાલી અટકી ગઈ હતી અને દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરી હતી. જેથી આજે બેંક, ફાર્મા, એફએમસીજી, ઓટોમોબાઈલ અને આટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી, જ્યાતે મેટલ, ડીફેન્સ અને ઓઈલ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.

આજે મીડકેપ ઈન્ડેક્સ 140 પોઈન્ટ માઈનસ બંધ હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 99 પોઈન્ટ ઘટ્યો હતો.

કોલગેટના નબળા પરિણામ

કોલગેટના(Colgate) બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થચા હતા. કોલગેટનો નફો 17 ટકા ઘટીને આવ્યો હતો અને આવક 6.2 ટકા ઘટીને આવી હતી. બ્રોકરેજ હાઉસોએ સેલ રેટિંગ કર્યાના સામાચાર હતા. જો કે કેટલાક બ્રોકરેજ હાઉસોએ હોલ્ડ રેટિંગ પણ આપ્યું હતું. કોલગેટના પરિણામ ધારણા કરતાં નબળા આવ્યા હતા. જેથી કોલગેટના શેરનો ભાવ 47 રૂપિયા ઘટી 2239 બંધ રહ્યો હતો.

આઈટીસી હોટલના પ્રોત્સાહક પરિણામ

આઈટીસી હોટલનો(ITC Hotel) બીજા ત્રિમાસિકગાળાનો નફો 76 કરોડથી 74 ટકા વધી 133 કરોડ આવ્યો હતો. અનુમાન કરતાં પ્રોત્સાહક પરિણામ જાહેર થયા હતા. આથી આઈટીસી હોટલના શેરમાં નવી લેવાલીથી 1.18 વધી 221.94 બંધ રહ્યો હતો.

શેરબજારમાં તેજીના ત્રણ કારણ(Stock Market India)

(1) હાઈ પ્રાઈઝ અને નવા હાઈ ઈન્ડેક્સથી નફારૂપી વેચવાલી આવી હતી. પાંચ દિવસની તેજી પછી તેજીવાળા ખેલાડીઓએ સાવચેતી સાથે પ્રોફિટ બુકિંગ કર્યું હતું પરિણામે આજે શુક્રવારે ઘટાડો નોંધાયો હતો.

(2) એફઆઈઆઈની વેચવાલી(FII Net Seller) એફઆઈઆઈએ 23 ઓકટોબરે રૂપિયા 1165 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. છેલ્લા પાંચ ટ્રેડિંગ દરમિયાન એફઆઈઆઈ નેટ બાયર હતી, પણ ફરથી વેચવાલી થતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(3) નિફ્ટી(NSE Nifty) 25,800 અને 26,000 ઉપર ક્રોસ કરવું રોકાણકારોને વધુ મુશ્કેલ લાગે છે. આથી ઊંચા મથાળે નફો બુક કર્યો હતો. ટેકનિકલી 26,000 અને 25,800નું લેવલ ખૂબ મહત્ત્વનું બની રહશે.

આગામી સપ્તાહે Stock Market India કેવું રહેશે?

આગામી સપ્તાહે શેરબજારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. ટેકનિકલી જોઈએ તો આજે સેન્સેક્સ(BSE Sensex), નિફ્ટી(NSE Nifty) અને નિફ્ટી બેંકના(Nifty Bank) ક્લોઝિંગ વીક આવ્યા છે. આગામી સપ્તાહે સેન્સેક્સ 84,650, નિફ્ટી 25,850 અને નિફ્ટી બેંક 58,000 ઉપર નીકળીને કલોઝિંગ આવશે તો શેરબજારમાં નવી તેજી થશે. જેથી આ લેવલ અતિમહત્ત્વના રહેશે. ટેકનિકલી જોઈએ તો લાંબાગાળાનો ટ્રેન્ડ તેજીનો છે. પણ ટૂંકાગાળે ઉછાળે નફારૂપી વેચવાલી આવ્યા કરશે.

એડવાન્સ ડેકલાઈન રેશિયો

સપ્તાહના અંતિમ દિવસે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1235 શેરના ભાવ વધ્યા હતા અને 1850 શેરના ભાવ ઘટ્યા હતા.

60 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 39 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

67 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 49 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

Top Trending News

Mutual Fund Investment: હવે રોકાણ કરવું ખૂબ સરળ બનશે, સેબીએ બનાવ્યો નવો પ્લાન

ટોપ ગેઈનર્સઃ

હિન્દાલકો(4.11 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.05 ટકા), ભારતી એરેટલ(1.00 ટકા), શ્રી રામ ફાયનાન્સ(0.97 ટકા) અને ઓએનજીસી(0.94 ટકા)

ટોપ લુઝર્સઃ

સિપ્લા(3.68 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(3.33 ટકા), મેક્સ હેલ્થકેર(2.25 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(1.93 ટકા) અને અદાણી પોર્ટ(1.82 ટકા)

You will also like

Leave a Comment