Stock Market India: શેરબજારમાં લૉ લેવલથી રીકવરી કેમ આવી?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ચોથા દિવસે નરમાઈ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 31 પોઈન્ટ ઘટી 85,106 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 46 પોઈન્ટ ઘટી 25,986 બંધ રહ્યો હતો. પણ બેંક નિફ્ટી(Nifty Bank) 74 પોઈન્ટ વધી 59,348 બંધ હતો. જો કે આજે બુધવારે શેરબજારમાં નીચા મથાળેથી સુધારો આવ્યો હતો અને નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. આગામી દિવસોમાં શેરબજારમાં(Share Market India) તેજીના કયા કારણો છે? અને શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…..

સેન્સેક્સ લો લેવલથી 343 પોઈન્ટ સુધર્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 85,150ના સામાન્ય સુધારા સાથે ખૂલ્યો હતો. શરૂમાં વધીને 85,269 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 85,000નું અતિમહત્ત્વનું લેવલ તોડીને 84,763 થઈ અને લો લેવલે નવી લેવાલીનો ટેકો આવતાં ટ્રેડિંગ સેશનને અંતે સુધરીને 85,106.81 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 31.46ની નરમાઈ દર્શાવે છે.

નિફ્ટી લો લેવલથી 95 પોઈન્ટ રીકવર

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 26,004 ખૂલીને શરૂમાં વધી 26,032 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 25,891 થઈ અને લો લેવલે નવી લેવાલીનો ટેકો આવતાં સુધરી ટ્રેડિંગ સેશનને અંતે 25,986 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 46.20 ઘટાડો દર્શાવે છે.

બેંક નિફ્ટી 74 પોઈન્ટ પ્લસ

બેંક નિફ્ટી(Nifty Bank) શરૂમાં ઘટી 58,925 થઈ ત્યાંથી ઝડપી સુધરીને ટ્રેડિંગ સેશનને અંતે 59,348 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 74 પોઈન્ટ પ્લસ બંધ હતો.

શેરબજારમાં છેલ્લા કલાકમાં રીકવરી

અમેરિકન સ્ટોક માર્કેટ અને એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતીના અહેવાલો હતા, તેમ છતાં આજે સવારે ભારતીય શેરબજાર ખૂલ્યા પછી ભારે વેચવાલી ફરી વળી હતી. ડૉલર સામે રૂપિયો વધુ તૂટીને 90ની સપાટી ક્રોસ કરી ગયો હતો અને એફઆઈઆઈની વેચવાલીને કારણે શેરોમાં વેચવાલીથી ઘટાડો આગળ વધ્યો હતો. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવતાં શેરબજારમાં રીકવરી જોવા મળી હતી.

Stock Market Indiaશેરબજારમાં તેજીના કારણો

(1) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એમપીસીની ત્રણ દિવસીય બેઠકનો આજથી પ્રારંભ થયો છે. શુક્રવારે આરબીઆઈ મોનેટરી પૉલીસીની જાહેરાત કરશે. ફુગાવાનો દર આરબીઆઈના લક્ષ્યાંક કરતાં નીચો છે અને જીડીપી ગ્રોથ ધારણા કરતાં વધીને આવ્યો છે. જેથી હવે આરબીઆઈ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તવું અનુમાન છે.

(2) રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 4 ડીસેમ્બરે બે દિવસની ભારત યાત્રા પર આવી રહ્યા છે. તેમની સાથે સંરક્ષણ પ્રધાન અને બિઝનેસ ડેલીગેશન આવી રહ્યું છે. જેથી ભારત અને રશિયા વચ્ચે રક્ષા, ઉર્જા અને વેપાર મામલે એમઓયુ થવાની ધારણા છે. તેમજ Su-57 ફાઈટર જેટ અને S-400 એર ડીફેન્સ સીસ્ટમ માટે ડીલ થવાની ગણતરીઓ મુકાઈ રહી છે.

(3) યુએસ ફેડરલ રીઝર્વની બેઠક આગામી સપ્તાહે મળનાર છે, જેમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરાય તેવી ધારણા વધુ મજબૂત બની છે. જેથી અમેરિકાના સ્ટોક માર્કેટમાં સતત છઠ્ઠા દિવસે તેજી રહી હતી.

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1052 શેરના ભાવ વધ્યા હતા અને 2074 શેરના ભાવ ઘટ્યા હતા.

28 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 228 શેર બાવન વીક લો પર બંધ હતા.

51 શેરમાં અપર સર્કિટ બ્રેકર આવી હતી અને 80 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

Top Trending News

Putin India Visit: S-400 ડીફેન્સ સીસ્ટમ અને Su-57 સ્ટીલ્થ લડાકુ વિમાનની ડીલ થશે? રશિયાએ આપી જાણકારી

ટોપ ગેઈનર્સ

વિપ્રો(1.61 ટકા), હિન્દાલકો(1.46 ટકા), ટીસીએસ(1.41 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.38 ટકા) અને એચડીએફસી બેંક(1.04 ટકા)

ટોપ લુઝર્સ

મેક્સ હેલ્થકેર(2.91 ટકા), તાતા કન્ઝ્યુમર(2.25 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.14 ટકા) બીઈએલ(2.03 ટકા) અને શ્રી રામ ફાયનાન્સ(1.83 ટકા)

કાલે ગુરુવારે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં ટેકનિકલી જોઈએ તો નિફ્ટી 26,000ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલની નીચે બંધ છે, જેથી પ્રથમ નજરે નેગેટિવ છે. પરંતુ આવતીકાલે ગુરુવારે નિફ્ટી જો 26,000 ઉપર જ ટ્રેડ કરે અને 26,000 ઉપર બંધ આવી જાય તો શેરબજારની તેજી યથાવત રહેશે. સેન્સેક્સ 85,100 અને બેંક નિફ્ટી 59,200ના લેવલ ઉપર બંધ છે, જે પોઝિટિવ નિશાની દર્શાવે છે.

You will also like

Leave a Comment