અમદાવાદ- Stock Market India શેરબજારમાં ભારેખમ ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સમાં(BSE Sensex) 862 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને એનએસઈ નિફ્ટીમાં(NSE Nifty) 261 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 622 પોઈન્ટ ઉછળી 57,422 બંધ થયો હતો. આજે તમામ સેક્ટરના શેરોમાં જોરદાર લેવાલી આવી હતી અને શેરબજારમાં(Share Market India) તેજીની આગેકૂચ જોવા મળી હતી.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 82,794ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો, અને શરૂમાં સામાન્ય ઘટી 82,791 થઈ અને ત્યાંથી નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 83,615 થયો હતો અને ટ્રેડિંગ સેશનને અંતે 83,467.66 બંધ રહ્યો હતો. જે આગલા બંધની સરખામણીએ 862.23નો ઉછાળો દર્શાવે છે.
NSE Nifty Up 261 points
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,394ના ઊંચા મથાળે ખુલ્યો હતો, શરૂમાં સામાન્ય ઘટી 25,376 થઈ અને તે મથાળેથી નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 25,625 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,585.30 બંધ થયો હતો. જે આગલા બંધની સામે 261.75નો ઉછાળો દર્શાવે છે.
તમામ સેકટરમાં ભારે લેવાલી
આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 271 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 248 પોઈન્ટ પ્લસ બંધ હતા. બેંક, ઓટોમોબાઈલ, એફએમસીજી, રિયલ્ટી, ઈન્ફ્રા સહિતના તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી તેજી થઈ હતી.
વિશ્વના સ્ટોક માર્કેટના પોઝિટિવ સંકેત
આજે ગુરુવારે સતત બીજા દિવસે એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા. એક માત્ર સિંગાપોર સ્ટોક એક્સચેન્દનો સ્ટ્રેટ ટાઈમ 12 પોઈન્ટ માઈનસ હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. અને ડાઉ જોન્સ ફ્યુચપ 124 પોઈન્ટ પ્લસ હતો. જેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.
RBI ગુડ ન્યૂઝ
રીઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ ડિસેમ્બરમાં યોજાનારી મોનેટરી પૉલીસીની બેઠક અગાઉ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. ઓકટોબરમાં સતત બીજી વખત હોલ્ડ પર રાખ્યા પછી હવે આરબીઆઈ મોંઘવારીનો દરના અનુમાનમાં નરમાઈનો સંકેત છે. અને જીડીપી ગ્રોથ પણ અનુમાન કરતાં વધુ સારો આવ્યો છે. જેથી હવે ડિસેમ્બરમાં યોજાનારી રીઝર્વ બેંકની ધિરાણ નીતિની સમીક્ષા વખતે રેપો રેટમાં વધુ પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરશે. આ સંકેત પાછળ ભારતીય શેરોમાં ભારે લેવાલી નીકળી હતી.
FII Net Buyer
એફઆઈઆઈએ 15 ઓકટોબરને બુધવારના રોજ 68 કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. તેમજ ડીઆઈઆઈ સ્થાનિક નાણાં સંસ્થાઓએ કુલ રૂપિયા 4,650 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
ફેડ રેટમાં ઘટાડાનો સંકેત
ફેડરલ રીઝર્વને ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપ્યો છે કે સેન્ટ્રલ બેંક ઝડપથી પોતાના બોલ્ડ હોલ્ડિંગનો કાપ રોકી શકે છે. અને આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેત પણ આપ્યો હતો. જેથી રોકાણકારોમાં ફરીથી નવો વિશ્વાસ સર્જાયો હતો.
ટ્રમ્પનું નિવેદન
બીજી તરફ અમેરિકાના પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું છે કે તેમનો દેશ રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરશે. જો કે ભારત તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન આવ્યું નથી. જે તેની કુલ આયાતના લગભગ 1 તૃતીયાંશ ભાગનું છે. ગુરુવારે શરૂઆતમાં ક્રૂડના ભાવમાં 1 ટકાનો ઉછાળો આવ્યો હતો.
કંપનીઓ Q2 પરિણામ
એક્સિસ બેંકનો નફો 26 ટકા ઘટીને આવ્યો છે. રૂપિયા 1231 કરોડના વન ટાઈમ પ્રોવિઝનિંગને લઈને નફામાં ઘટાડો નોંધાયો છે. જો કે વ્યાજની આવકમાં 2 ટકાનો વધારો થયો છે.
એચડીએફસી લાઈફનો નફો 3 ટકા વધીને આવ્યો છે અને ન્યૂ બિઝનેસ પ્રિમિયમમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે.
ઈન્ડિયન બેંકનો નફો રૂપિયા 2706 કરોડથી વધી રૂપિયા 3018 કરોડ આવ્યો હતો. જ્યારે ગ્રોસ એનપીએ 3.01 ટકાથી ઘટી 2.6 ટકા રહી હતી. નેટ એનપીએ 0.18 ટકાથી ઘટી 0.16 ટકા રહી હતી.
નેસ્લનો ચોખ્ખો નફો 17 ટકા ઘટી રૂપિયા 743.17 કરોડ રહ્યો છે. કન્સોલિડેટેડ રેવન્યૂ વાર્ષિક આધાર પર 10.5 ટકા વધી રૂપિયા 5,643 કરોડ રહી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2025ના કવાર્ટરમાં તેમનો ખર્ચ વધીને રૂપિયા 4,616 કરોડ રહ્યો છે, જે એક વર્ષ પહેલા રૂપિયા 4,090 કરોડ હતો.
ઈન્ડિયન ઓવરસીઝ બેંક -આઈઓબીનો નફો રૂપિયા 777 કરોડથી વધીને રૂપિયા 1,226 કરોડ થયો છે. બેંકની ગ્રોસ એનપીએ 1.97 ટકાથી ઘટી 1.83 ટકા રહી છે. અને નેટ એનપીએ 0.32 ટકાથી ઘટી 0.28 ટકા રહી છે.
કજરિયા સિરેમિક્સનો નફો રૂપિયા 84 કરોડથી વધી રૂપિયા 133 કરોડ રહ્યો છે. જ્યારે કન્સોલિડિટેડ રેવન્યૂ 1162 કરોડથી વધી 1186 કરોડ રહી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે શેરહોલ્ડરોને રૂપિયા આઠ વચગાળાના ડિવિડંડની જાહેરાત કરી છે.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1814 શેરના ભાવ વધ્યા હતા અને 1280 શેરના ભાવ ઘટ્યા હતા.
84 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 64 શેર બાવન વીક લોની નીચે બંધ હતા.
90 સ્ટોકમાં અપર સર્કિટ અને 54 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
Diwali 2025: દિવાળી 20 કે 21 ઓકટોબર! ક્યારે મનાવવી? જાણો શુભ મુહૂર્ત
ટોપ ગેઈનર્સ
નેસ્લે, તાતા કન્ઝ્યુમર, ટાઈટન, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંક
ટોપ લુઝર્સ
ઈટનરલ, એચડીએફસી લાઈફ, શ્રી રામ ફાયનાન્સ, ઈન્ફોસીસ ટેકનોલોજી અને જિઓ ફાયનાન્સ