Stock Market India: બે તરફી વધઘટે શેરબજારમાં મજબૂતી

by Investing A2Z
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ– Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બે તરફી વધઘટ વચ્ચે મજબૂતી રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 39 પોઈન્ટ વધ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) 41 પોઈન્ટ વધ્યો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 325 પોઈન્ટ વધ્યો હતો. બજારની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. પણ દરેક ઘટાડે નવી લેવાલી રહી હતી. પરિણામે શેરબજાર(Share Market India) ઘટ્યા મથાળેથી ઝડપથી રીકવર થયું હતું.

મીડકેપ અને સ્મોલકેપમાં તેજીનો કરંટ

અમેરિકન સ્ટોક માર્કેટ મજબૂત હતા, તેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ સવારે પ્લસ હતા. તેમ છતાં ભારતીય શેરોના ભાવ(Stock Market India) નરમ ખુલ્યા હતા. શરૂમાં વેચવાલી આવી હતી અને શેરોના ભાવ ઘટ્યા પણ હતા. જો કે બેંક શેરોની આગેવાની હેઠળ બ્લૂચિપ સ્ટોકમાં નવી લેવાલી નીકળતાં ઝડપી સુધારો આવ્યો હતો. આજે સપ્તાહના પ્રથમ દિવસે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર લેવાલી રહી હતી. મીડકેપ ઈન્ડેક્સ 461 પોઈન્ટ ઉછળ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 381 પોઈન્ટ ઊંચકાયો હતો. પીએસયુ બેંક, મેટલ, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી, જ્યારે આઈટી અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.

BSE Sensex Up 39 pt

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,835ના નીચા મથાળે ખુલ્યો હતો. અને શરૂમાં તે વધુ ઘટી 83,609 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 84,000ની સપાટી કૂદાવી 84,127ની હાઈ બનાવી હતી અને ટ્રેડિંગ સેશનને અંતે 83,978.49 બંધ થયો હતો. જે 39.78ની મજબૂતી દર્શાવે છે.

NSE Nifty Up 41 pt

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,696ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. શરૂમાં ઘટી 25,645 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 25,803 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,763.35 બંધ રહ્યો હતો, જે 41.25ની મજબૂતી દર્શાવે છે.

નિફ્ટી બેંક 325 પોઈન્ટના ઉછાળા સાથે 58,101 બંધ થયો હતો.

વોડાફોન આઈડિયામાં તેજી

વોડાફોન આઈડિયાના શેરમાં આજે તેજીનો કરંટ આવ્યો હતો. અમેરિકી પીઈ ફ્મ ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ કંપની વોડાફોન આઈડિયામાં 4-6 બિલિયન ડૉલરનું રોકાણ કરશે અને ઓપરેશન કન્ટ્રોલ લેવા માટે વાતચીત કરી રહી છે. આ રોકાણ ત્યારે કરશે જ્યારે સરકાર એજીઆઈ અને સ્પેક્ટ્રમ ચૂકવણી સહિત તમામ દેવાને કવર કરનાર એક રાહત પેકેજ રજૂ કરે. જે સમાચાર પાછળ વોડાફોન આઈડિયાના શેરમાં 4.5 ટકાની તેજી થઈ હતી.

ડ્રેજિંગ કોર્પોરેશનમાં ઉછાળો

ડ્રેજિંગ કોર્પોરેશને 16 કંપનીઓની સાથે રૂપિયા 17,645 કરોડની સમજૂતિ કરી છે. આ સમાચાર પાછળ ડ્રેજિંગ કોર્પોરેશનના શેરમાં જોરદાર લેવાલી નીકળતાં 20 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

કંપનીના Q2 પરિણામ

(1) અંબુજા સીમેન્ટના બીજા ત્રિમાસિકગાળામાં નફો 268 ટકા વધીને આવ્યો હતો અને રેવન્યૂ 25 ટકા વધીને આવી હતી. (2) તાતા કન્ઝ્યુમરનો નફો 10 ટકા વધીને આવ્યો હતો.(3) બીપીસીએલનો નફો 5 ટકા વધીને અને રેવન્યૂ 7 ટકા ઘટી છે. (4) ગોદરેજ કન્ઝ્યુમરનો નફો 6.5 ટકા ઘટીને આવ્યો છે. જો કે આવક 4 ટકા આવી છે અને માર્જિનમાં એક ટકાનો ઘટાડો રહ્યો છે. (5) સ્ટીલ સ્ટ્રીપ્સનો નફૌ 12.39 ટકા વધી રૂપિયા 415.90 કરોડ નોંધાયો છે. (6) ડોડલા ડેરીનો નફો રૂપિયા 63.3 કરોડથી વધી રૂપિયા 65.6 કરોડ રહ્યો હતો. (7) તાજ જીવીકેનો નફો 20 કરોડથી વધી 24 કરોડ રહ્યો છે.

ક્રૂડના ભાવ વધ્યા

ઓપેક પ્લસ દેશો દ્વારા આગામી વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન તેલના ઉત્પાદનમાં વધારો નહી કરવાનો નિર્ણય લીધો છે. જે પછી એશિયાઈ બજારમાં તેલની કીમતોમાં વધારો થયો હતો. બ્રેન્ટ 65.24 ડૉલર થઈ 64.70 ડૉલર અને ક્રૂડ વધી 61.43 ડૉલર થઈ 60.88 ડૉલર પર ટ્રેડ કરતું હતું.

ઓટોમોબાઈલ વેચાણ

બજાજ ઓટોના ઓકટોબર મહિનામાં ટુવ્હીલનું વેચાણ 7 ટકા વધ્યું છે. જ્યારે સીવીનું વેચાણ 16 ટકા વધ્યું છે અને નિકાસ 16 ટકા વધી છે.

એડવાન્સ ડેક્લાઈન રશિયો

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1798 શેરના ભાવ વધ્યા હતા અને 1313 શેરના ભાવ ઘટ્યા હતા.

104 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 64 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

98 શેરમાં અપર સર્કિટ આવી હતી અને 73 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

Top Trending News

Gold Silver Market: શું સોના ચાંદીમાં તેજી અટકી ગઈ છે?

ટોપ ગેઈનર્સ

શ્રી રામ ફાયનાન્સ(6.18 ટકા), તાતા કન્ઝ્યુમર(2.62 ટકા), એપોલો હોસ્પિટલ(2.00 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.89 ટકા) અને ટીએમપીવી(1.80 ટકા)

ટોપ લુઝર્સ
મારૂતિ(3.41 ટકા), આઈટીસી(1.51 ટકા), ટીસીએસ(1.26 ટકા), લાર્સન ટુબ્રો(1.24 ટકા) અને જેએસડબલ્યૂ સ્ટીલ(0.92 ટકા)

You will also like

Leave a Comment