અમદાવાદ- Stock Market India શેરબજારમાં નવેમ્બર સીરીઝના પ્રથમ દિવસે તેજીની આગેકૂચ રહી છે. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 368 પોઈન્ટ વધી 84,997 બંધ રહ્યો છે. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 117 પોઈન્ટ વધી 26,053 બંધ રહ્યો છે. તેમજ નિફ્ટી બેંકમાં(Nifty Bank) 171 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ(Midcap) 52 વીક હાઈ પર બંધ છે. શેરબજારની નવી તેજીમાં શું કરશો? આજે નવી તેજી પાછળ કયા કારણો? અને ટેકનિકલી શેરબજાર(Share Market India) કેવું રહેશે?
જૂઓ વીડિયો…..
BSE Sensex up 368 pt.
મુંબઈ શેરબજારનો સેન્સક્સ(BSE Sensex) 84,663ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઘટી 84,638 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 85,100ની સપાટી કૂદાવીને 85,105ની હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 84,997 બંધ થયો હતો. જે 368 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
NSE Nifty Jump 117 pt.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,982ની ઊંચા લેવલે ખૂલીને શરૂમાં ઘટી 25,960 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 26,097 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 26,053 બંધ થયો હતો. જે 117 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. 27 સપ્ટેમ્બર, 2024 પછી નિફ્ટી 26,000ની સપાટી કૂદાવીને ઉપર બંધ આવ્યો છે. જે 13 મહિનાની હાઈ દર્શાવે છે.
નિફ્ટી બેંક(Nifty Bank) 171 પોઈન્ટ ઉછળી 58,385 બંધ રહ્યો હતો.
Stock Market India માં તેજીના કારણો
(1) એફઆઈઆઈએ 28 ઓકટોબર, 2025ના રોજ રૂપિયા 10,339 કરોડની ચોખ્ખી રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી.(Fii Net Buyer) 26 જૂન પછી પહેલીવાર એફઆઈઆઈએ જંગી ખરીદી કરી છે.(Fii Net Buying) સાથે ડીઆઈઆઈએ(DII Net Buying) રૂપિયા 1081 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
(2) યુએસ ચીન વચ્ચે ટ્રેડ ડીલ(US China Tradedeal) થવાના આશાવાદ પાછળ અમેરિકન સ્ટોક માર્કેટમાં(US Stock Market) તેજી થઈ છે. ડાઉ જોન્સ, નેસ્ડેક અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ નવા શિખર પર હતા એટલે કે ત્રણેય ઈન્ડેક્સ ઑલ ટાઈમ હાઈ હતા. જેને પગલે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી. જાપાનના નિક્કી ઈન્ડેક્સમાં 1110 પોઈન્ટ ઉછળીને 51,330 બંધ રહ્યો હતો. આમ ગ્લોબલ સંકેત પોઝિટિવ રહેતા ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
(3) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) હાલ દક્ષિણ કોરિયામાં એશિયા પ્રંશાત આર્થિક સહયોગ સમ્મેલનમાં સીઈઓ સાથેની ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. જેને પગલે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે ભારત યુએસ વચ્ચે પણ ટ્રેડ ડીલ સકારાત્મક રીતે પાર પડી જશે.
(4) યુએસ ફેડરલ રીઝર્વની(US Fedral Reserve Meet) બે દિવસીય બેઠક શરૂ થઈ ગઈ છે. આજે 29 ઓકટોબરે ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં(Fed Rate) પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી ધારણા છે. જેને પગલે ભારતીય શેરબજાર પર તેની પોઝિટિવ અસર રહી હતી. ડૉલર ઘટ્યો હતો અને સામે રૂપિયો 9 પૈસા મજબૂત થયો હતો.

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટવ રહ્યો હતો. 1984 શેરના ભાવ વધ્યા હતા અને 1128 શેરના ભાવ ઘટ્યા હતા.
85 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 42 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
87 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 47 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ
એનટીપીસી(2.90 ટકા), અદાણી પોર્ટ(2.69 ટકા), ઓએનજીસી(2.61 ટકા), પાવર ગ્રીડ(2.43 ટકા) અને જેએસડબલ્યૂ સ્ટીલ(2.40 ટકા)
ટોપ લુઝર્સઃ
ડૉ. રેડ્ડી લેબ(2.40 ટકા), કોલ ઈન્ડિયા(2.16 ટકા), બીઈએલ(1.44 ટકા), ઈટરનલ(1.18 ટકા) અને એમ એન્ડ એમ(1.11 ટકા)
Most Watched News
Gujarat Shipping: ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ દ્વારા 17,000 કરોડ રૂપિયાના MoU
કંપની Q2 પરિણામ
(1) જિંદાલ સ્ટીલનો નફો 26 ટકા ઘટીને આવ્યો હતો. માર્જિન 1.75 ટકા ઘટયું હતું અને આવક 4 ટકા વધી હતી. (2) શ્રી સીમેન્ટનો નફો ત્રણ ગણો વધીને આવ્યો છે અને રેવન્યૂ 15 ટકા વધી હતી. (3) બ્લૂડાર્ટનો નફો 29.50 ટકા વધી રૂપિયા 81 કરોડ આવ્યો હતો. (4) કોલ ઈન્ડિયાનો નફો રૂપિયા 6,274 કરોડથી ઘટી રૂપિયા 4,263 કરોડ નોંધાયો હતો. કોલ ઈન્ડિયાએ શેરહોલ્ડરોને પ્રતિ શેર રૂપિયા 10.25નું વચગાળાના ડિવિડંડની જાહેરાત કરી છે.
નેગેટિવ કારણ
સપ્ટેમ્બર મહિનાનો આઈઆઈપી ડેટા(IIP In September) નબળો આવ્યો હતો. સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ઘટીને 4 ટકા ત્રણ મહિનાના નીચા સ્તરે રહ્યો હતો. ઓગસ્ટમાં આઈઆઈપી 4.12ની વૃદ્ધિ હતી.
કાલે બજાર કેવું રહેશે?
શેરબજાર ટેકનિકલી સ્ટ્રોંગ રહ્યું છે. નિફ્ટી 26,000 ઉપર બંધ છે, જે 25,850ના સ્ટોપલોસ દરેક ઘટાડે ખરીદી કરી શકાય. ઉપરમાં 26,300 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. નિફ્ટી બેંક 58,300 ઉપર બંધ છે, જે તેજી દર્શાવે છે. ઉપરમાં નિફ્ટી બેંક 58,800 સુધી જઈ શકે છે. કોઈપણ ટ્રેડરોએ શોર્ટ પોઝિશન લઈને ઘરે ન જવું જોઈએ. જ્યાં સુધી નિફ્ટી 25,850 ઉપર બંધ છે, ત્યાં સુધી ટ્રેડ પોઝિટિવ રાખવો.