Stock Market India: સેન્સેક્સ વધુ 449 પોઈન્ટ વધ્યો, આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે તેજી આગળ વધી હતી. બીએસઈ સેન્સેક્સ 449 પોઈન્ટ વધી 85,267 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 148 પોઈન્ટ વધી 26,046 બંધ થયો હતો. બેંક નિફ્ટી 180 પોઈન્ટ વધી 59,389 બંધ હતો. આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? નિફ્ટી ફરીથી 26,000 ઉપર બંધ આવ્યો છે, તો શું ટેકનિકલ લેવલ મજબૂત થયા છે? ટ્રેડિંગ રેન્જની બહાર નીકળશે? જૂઓ વીડિયો…..

સેન્સેક્સમાં 449 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,051ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 84,956 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 85,320 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,267.66 બંધ થયો હતો, જે 449.53નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીમાં 148 પોઈન્ટનો ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25,971ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 25,938 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 26,000ની અતિમહત્ત્વની સપાટી કૂદાવીને 26,057 થઈ અને ટ્રેડિંગ સેશનની અંતે 26,046.95 બંધ થયો હતો. જે 148.40નો ઉછાળો દર્શાવે છે.

નવી લેવાલી આવી

અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ 646 પોઈન્ટ ઉછળી 48,704 બંધ થયો હતો. ચાલુ ટ્રેડિંગ સેશન દરમિયાન ડાઉ વધુ ઉછળી 48,756 બાવન વીક હાઈની નવી સપાટી બતાવી હતી. જેની પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત ખૂલ્યા હતા અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. આમ ભારતીય શેરોના ભાવ ઊંચા મથાળે ખૂલીને નવી લેવાલીથી વઘુ વધ્યા હતા. આમ બીજા દિવસે શેરબજાર વધુ મજબૂત રહ્યું હતું.

મેક્સિકોનું કારણ ડિસ્કાઉન્ટ થયું

મેક્સિકોએ ભારત સહિત કેટલાય એશિયાઈ દેશો પર 50 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હતો. જો કે આ કારણની ભારતીય શેરબજાર પર કોઈ અસર પડી ન હતી. ઉલટાનું નવી લેવાલીથી તેજી થઈ હતી. મેક્સિકોની ટેરિફ બોજના કારણને ડિસ્કાઉન્ટ કર્યું હતું.

શેરબજારમાં તેજીના કારણ

(1) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા પૂર્ણ થયા પછી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો. વેપાર સમજૂતીની ચર્ચા પર રીવ્યૂ કરાયું હતું. તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. જેથી એમ મનાઈ રહ્યું છે કે ટ્રેડ ડીલ મુદ્દે રહેલી અડચણ દૂર થશે. અને ભારત યુએસ વચ્ચે ટ્રેડ ડીલ ઝડપથી થશે. જેની શેરબજારના માનસ પર પોઝિટિવ અસર થઈ હતી.

(2) ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી.

(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હતા. ઓપેક પ્લસ દેશોએ ઉત્પાદન વધારાનો નિર્ણય લેશે. જેથી બ્રેન્ટ ઘટીને 62 ડૉલરની નીચે ગયો ગયો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ 58 ડૉલરની નીચે કવૉટ થયો હતો. જે સાત સપ્તાહની નીચી સપાટીએ રહ્યો હતો. આમ ક્રૂડના ભાવ વધુ ઘટીને આવતાં શેરબજાર પર તેની તેજીની અસર જોવાઈ હતી.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 2077 શેરના ભાવ વધ્યા હતા અને 1028 શેરના ભાવ ઘટ્યા હતા.

57 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 57 શેર બાવન વીક લો પર બંધ હતા.

79 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 39 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

Top Trending News

Mexico Tariff War: મેક્સિકોએ 50 ટકા સુધી ટેરિફ લાદ્યો, ભારત પર શું અસર થશે?

ટોપ ગેઈનર્સ

તાતા સ્ટીલ(3.38 ટકા), હિન્દાલકો(3.26 ટકા), ઈટરનલ(2.37 ટકા), અલ્ટ્રાટેક(2.25 ટકા) અને લાર્સન ટુબ્રો(1.72 ટકા)

ટોપ લુઝર્સ

હિન્દુસ્તાન યુનીલીવર(1.80 ટકા), મેક્સ હેલ્થકેર(0.73 ટકા), સન ફાર્મા(0.72 ટકા), આઈટીસી(0.55 ટકા) અને એશિયન પેઈન્ટ્સ(0.52 ટકા)

You will also like

Leave a Comment