અમદાવાદ- Stock Market India શેરબજારમાં ચાર દિવસના ઘટાડા પછી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 158 પોઈન્ટ વધી 85,265 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 47 પોઈન્ટ વધી 26,033 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 59 પોઈન્ટ ઘટી 59,288 બંધ હતો. આરબીઆઈની મોનેટરી પૉલીસીમાં(RBI MPC Meeting) શું આવશે? રેપો રેટમાં(Repo Rate) 25 બેસીસ પોઈન્ટનો કટ આવશે કે નહી? શેરબજારમાં સુધારો કેમ આવ્યો? કાલે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટ કેવું રહેશે? જૂઓ વીડિયો….
BSE Sensex up 158 Points
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,987ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 84,949 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં વધી 85,487 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,265.32 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 158.51 વધ્યો હતો.
NSE Nifty up 47 Points
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,981ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 25,938 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 26,098 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,033.75 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 47 પોઈન્ટની મજબૂતી દર્શાવે છે.
બેંક નિફ્ટી 59 પોઈન્ટ ઘટ્યો
બેંક નિફ્ટી 59,062 અને 59,548ની વચ્ચે અથડાઈને ટ્રેડિંગ સેશનને અંતે 59,288 બંધ રહ્યો હતો, જે 59 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.
ડૉલર સામે રૂપિયો 90.43 રેકોર્ડ લો લેવલ
અમેરિકન સ્ટોક માર્કેટની તેજી અને એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતાઈ છતાં ભારતીય શેરોના ભાવ નીચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. ડૉલર સામે રૂપિયો વધુ તૂટીને 90.43 રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો. જેથી શેરબજારમાં વેચવાલી જોવાઈ હતી. જો કે રૂપિયામાં સુધારો આવતાં શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, અને શેરબજારમાં ઝડપી રીકવરી જોવા મળી હતી. આજે રીયલ્ટી, આઈટી, ડીફેન્સ સેકટરના શેરોમાં તેજી થઈ હતી.

(1) આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.9 ટકાથી વધારીને 7.4 ટકા કર્યું છે. જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(2) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પૉલીસીની ત્રણ દિવસીય બેઠકનો આજે બીજો દિવસ હતો. આવતીકાલે મોનેટરી પૉલીસીની જાહેરાત થશે. રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરાય તેવી ધારણા છે. જોકે જીડીપી ગ્રોથ વધીને 8.2 ટકા આવ્યો છે અને ડૉલર સામેે રૂપિયો વધુ તૂટ્યો છે, તો આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો ન પણ કરે. આમ બેંક શેરોમાં આજે લેવાલી અને વેચવાલી એ બે તરફી કામકાજ રહ્યા હતા.
(3) રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બે દિવસીય ભારત યાત્રા પર આવ્યા છે, તેઓ ડીફેન્સ સેકટરમાં નવી ડીલ કરશે. જે ધારણા પાછળ આજે ડીફેન્સ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.
(4) ડૉલર સામે રૂપિયો 29 પૈસા સુધરીને 89.91 થયો હતો. જેથી શેરબજારમાં રીકવરી આવી હતી.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1381 શેરના ભાવ વધ્યા હતા અને 1746 શેરના ભાવ ઘટ્યા હતા.
25 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 208 શેર બાવન વીક લો પર બંધ હતા.
62 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 68 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
Top Trending News
Cyber Crime: 7,130 કરોડ રૂપિયા ઠગાતા સસ્પેક્ટ્સ રજિસ્ટ્રી વડે બચાવાયા, કેવી રીતે?
ટોપ ગેઈનર્સ
ટેક મહિન્દ્રા(1.51 ટકા), એચડીએફસી લાઈફ(1.49 ટકા), ટીસીએસ(1.48 ટકા), એસબીઆઈ લાઈફ(1.41 ટકા) અને બીઈએલ(1.25 ટકા)
ટોપ લુઝર્સ
ઈન્ડિગો(2.39 ટકા), રીલાયન્સ(0.88 ટકા), હિન્દાલકો(0.65 ટકા), મારૂતિ(0.64 ટકા) અને ટિટાન(0.62 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં કાલે સુધારો આગળ વધશે. ટેકનિકલી જોઈએ તો સેન્સેક્સ 85,200 અને નિફ્ટી 26,000ના અતિમહત્ત્વના લેવલની ઉપર બંધ રહ્યા છે. બેંક નિફ્ટી પણ 59,200 ઉપર બંધ છે, જે તેજી દર્શાવે છે. જો કે કાલે આરબીઆઈની એમપીસીની બેઠક પૂર્ણ થશે અને મોનેટરી પૉલીસીની જાહેરાત થશે, જે આરબીઆઈની જાહેરાત પર શેરબજારની ચાલનો આધાર રહેશે.