Stock Market India: મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટી નવા હાઈ સાથે ખૂલશે

by Investing A2Z
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India Closing શેરબજારમાં વિક્રમ સંવત 2081ના વર્ષના છેલ્લા દિવસની ટ્રેડિંગ સેશનમાં ફુલગુલાબી તેજી થઈ છે. શેરબજારમાં નવી તેજી સાથે દિવાળીના તહેવારોનો જોશ જોવા મળ્યો હતો. તેજીવાળા ખેલાડીઓની નવેસરથી લેવાલી સતત ચાલુ રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) ઉછળ્યા હતા અને એનએસઈ નિફ્ટી(NSE Nifty) પોઈન્ટ ઊંચકાયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) પણ પોઈન્ટ ઉછળ્યો હતો. જોકે ઊંચા મથાળે સામાન્ય નફારૂપી વેચવાલી આવી હતી, પણ તેમ છતાં શેરબજારમાં(Share Market India) તેજીનો ચમકારો રહ્યો હતો.

નવા વર્ષે નિફ્ટી 30,000 થશે?

અગ્રણી શેરદલાલોના કહેવા પ્રમાણે આવતીકાલ મંગળવારે દિવાળીના શુભ દિવસે બપોરે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં(Muhurat trading session in Stock Market India) શેરબજાર નવા હાઈ સાથે ઈન્ડેક્સ ખૂલશે, નવી લેવાલીનો દોર ચાલુ રહશે. વિક્રમ સંવત 2082ના મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં નવા વર્ષ માટે નવી તેજીના આશાવાદ સાથે ટ્રેડિંગ થશે. તેજીના અનેક કારણો વચ્ચે ઓલરાઉન્ડ લેવાલી ચાલુ રહશે અને આગામી વર્ષે નિફ્ટી 30,000ની સપાટી કૂદાવી જાય તો નવાઈ નહી.

BSE Sensex up 411 pt.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,269ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. શરૂમાં સામાન્ય ઘટી 84,196 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 84,656 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,363.37 બંધ રહ્યો હતો. જે આગલા બંધની સરખામણીએ 411.18નો ઉછાળો દર્શાવે છે.

NSE Nifty up 133 pt.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,824ના ઊંચા મથાળે ખૂલ્યો હતો. શરૂમાં પ્રોફિટ બુકિંગથી ઘટી 25,788 થઈ અને ત્યાંથી નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 25,926ની નવી હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 25,843.15 બંધ રહ્યો હતો. જે આગલા બંધની સરખામણીએ 133.30નો ઉછાળો દર્શાવે છે.

Nifty Bank New High

નિફ્ટી બેંક 57,872 ખૂલીને સડસડાટ ઝડપી ઉછળી 58,261ની નવી હાઈ બનાવી હતી અને ટ્રેડિંગ સેશનને અંતે 58,033.20 બંધ રહ્યો હતો, જે આગલા બંધની સામે 319.85નો ઉછાળો દર્શાવે છે.

ડીફેન્સ સેકટરના શેરોમાં 30 ટકા વળતર

ગત દિવાળીથી આ ચાલુ વર્ષની દિવાળી સુધીમાં શેરબજારમાં ડીફેન્સ સેકટરના શેરોમાં ભારે તેજી થઈ છે. એક વર્ષમાં ડીફેન્સ સેકટરના શેરોએ 30 ટકા જેટલું રીટર્ન આપ્યું છે. કેપિટલ માર્કેટ, ફાઈનાન્સિયલ, ઓટોમોબાઈલ સેકટરના શેરોએ પણ રોકાણકારોને સારુ એવું વળતર આપ્યું છે. નિફ્ટી બેંકે ડબલ ડિજિટમાં રીટર્ન આપ્યું છે, જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીએ માત્ર 6 ટકાની આજુબાજુનું વળતર આપ્યું છે.

રીલાયન્સ ઈન્ડ.ના ધમાકેદાર પરિણામ

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બીજા ત્રિમાસિકગાળામાં શાનદાર પરિણામ રજૂ કર્યા છે. તેની કુલ આવક અઢી લાખ કરોડને પાર થઈ ગઈ છે. માર્જિન પણ ઉછળીને આવ્યું છે. જિઓ અને રીટેલમાં પણ પર્ફોમન્સ સારુ રહ્યું છે. જેને પગલે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે લેવાલી આવી હતી અને શેરનો ભાવ 4 ટકા કરતા વધુ ઉછળ્યો હતો. રીલાયન્સના પરિણામ પછી તમામ બ્રોકરેજ બુલિશ થયા હતા. નોમુરા, મોર્ગન સ્ટેનલી અને જે પી મોર્ગનએ અંદાજે 1700 રૂપિયાના ભાવનો ટાર્ગેટ આપ્યો હતો અને કહ્યું હતું કે ન્યૂ એનર્જિ બિઝનેસ અને જિઓ તેજીથી ટ્રિગર કરી રહ્યા છે.

AU Bank માં ઉછાળો

એયુ બેંકે બીજા ત્રિમાસિકગાળાના અનુમાન કરતાં પ્રોત્સાહક પરિણામ રજૂ કર્યા છે. જેથી એયુ બેંકના શેરમાં જોરદાર લેવાલીથી 6 ટકાથી વધુ ઉછાળો આવ્યો હતો. તેની સાથે આઈડીએફસી બેંક, બેંક ઓફ ઈન્ડિયામાં પણ નવી લેવાલી આવી હતી.

અમેરિકામાં ટ્રમ્પ સામે ભારે વિરોધ પ્રદર્શન

અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આપખુદ શાહી અને રાજા નિતી સામે ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. ટ્રમ્પની નાણાકીય પૉલીસી, વિઝા નીતિ, ટેરિફ વોર, ટ્રેડ વોર જેવા અનેક વિવાદાસ્પદ નિર્ણયોને કારણે અમેરિકન ઈકોનોમીને નુકસાન થઈ રહ્યું છે, અમેરિકામાં મોંઘવારી સતત વધી રહી છે અને લેબર માર્કેટ છેલ્લા બે મહિનાથી સતત નબળું પડી રહ્યું છે.

ક્રૂડના ભાવ તૂટ્યા

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ તૂટ્યા હતા. બ્રેન્ટ 61.05 ડૉલર અને ક્રૂડ 57.30 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. જેની સીધી ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર જોવા મળી હતી.

Top Trending News

Diwali 2025 India: ભારતવાસીઓ દિવાળીમાં પાકિસ્તાનના પાંચ વર્ષના સંરક્ષણ બજેટ કરતાં વધુ ખરીદી કરે છે

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1,884 શેરના ભાવ વધ્યા હતા અને 1,244 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે 95 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 98 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

98 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 59 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.

ટોપ ગેઈનર્સ

સિપ્લા(4.15 ટકા), રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(3.61 ટકા), બજાજ ફિનસર્વ(2.79 ટકા), શ્રીરામ ફાયનાન્સ(2.46 ટકા) અને ડૉ. રેડ્ડી લેબ(2.32 ટકા)

ટોપ લુઝર્સ

આઈસીઆઈસીઆઈ બેંક(3.03 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.38 ટકા), જેએસડબલ્યૂ સ્ટીલ(1.32 ટકા), ઈટરનલ(1.23 ટકા) અને અદાણી પોર્ટ્સ(0.98 ટકા)

You will also like

Leave a Comment