અમદાવાદ- Stock Market India Closing શેરબજારમાં દિવાળીની ઉજવણી થઈ હોય તેવી રીતે સેન્સેક્સ(BSE Sensex All Time High), નિફ્ટી(NSE Nifty All Time High), નિફ્ટી બેંક ઈન્ડેક્સ(Nifty Bank All Time High) ઑલ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. આજે શુક્રવારે સેન્સેક્સ 484 પોઈન્ટ વધ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ 124 પોઈન્ટ પ્લસ બંધ હતો. નિફ્ટી બેંક 290 પોઈન્ટ ઊંચકાયો હતો. મેટલ સેકટર છોડીને તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. નવી તેજી થવાના પાંચ કારણો? શેરબજારમાં(Share Market India) આગામી સપ્તાહે મુહૂર્ત ટ્રેડિંગ સેશન છે, તો આ મુહૂર્ત ટ્રેડિંગમાં શું ખરીદશો? અને આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો…..
BSE Sensex up 484 pt
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83.331ના નીચા મથાળે ખુલીને શરૂમાં ઘટી 83,206 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 84,172 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી અને ટ્રેડિંગ સેશનને અંતે 83,952.19 બંધ થયો હતો. જે 484 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
NSE Nifty up 124 pt
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,546ના નીચા મથાળે ખુલીને શરૂમાં ઘટી 25,508 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 25,781 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી અને ટ્રેડિંગ સેશનને અંતે 25,709.85 બંધ થયો હતો. જે 124.85નો ઉછાળો દર્શાવે છે.
અમેરિકન સ્ટોક માર્કેટની નરમાઈ અને સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટીને આવ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા, જેની પાછળ સવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે નરમ હતા. પણ નીચા મથાળે નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ ઉછળ્યા હતા. જો કે બપોર બાદ ડાઉ જોન્સ ફ્યુચર 302 પોઈન્ટ માઈનસ હતું. પણ તેમ છતાં ભારતીય શેરોમાં તેજીને કોઈ રોકી શક્યું ન હતું.
શેરબજારમાં તેજીના પાંચ કારણો
(1) એફઆઈઆઈની નવી લેવાલી ચાલુ રહી હતી. એફઆઈઆઈએ 16 ઓકટોબરે 997 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. અને સાથે ડીઆઈઆઈ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 4,076 કરોડની ખરીદી કરી હતી. કુલ છ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 4,300 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે, જેને પગલે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થઈ ગયું હતું.
(2) ક્રૂડ અને બ્રેન્ટના ભાવ તૂટ્યા હતા. બ્રેન્ટ 60.48 ડૉલર અને ક્રૂડ 56.92 ડૉલર રહ્યો હતો. ક્રૂડના ભાવ ઘટતાં આજે પેઈન્ટ્સ કંપનીઓના શેરોમાં ભારે લેવાલીથી 6 ટકા કરતાં વધુની તેજી થઈ હતી. ક્રૂડના ભાવ વધુ ઘટ્યા હતા, જેથી ભારતના આયાત બિલમાં જંગી ઘટાડો થશે, જે ભારતીય ઈકોનોમી માટે ફાયદાકારક રહશે.
(3) ડૉલર સામે રૂપિયો વધુ મજબૂત થયો હતો. ડૉલર સામે રૂપિયો 15 પૈસા વધી 87.95 પર ટ્રેડ કરતો હતો. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
(4) હેવીવેઈટેજ શેરોમાં નવું બાઈંગ હતું. તેમજ કંપનીઓના કવાર્ટર ટુના પરિણામ પ્રોત્સાહક આવતાં હોવાથી બ્લૂચિપ શેરોમાં વેલ્યૂ બાઈંગ રહ્યું હતું. રિલાયન્સની રાહબરી હેઠળ ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવી લેવાલીથી સેન્સેક્સ, નિફ્ટી, નિફ્ટી બેંક ઑલ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા.
(5) બેંક શેરોમાં શાનદાર તેજી જોવાઈ હતી. બેંક શેરોના અર્નિંગ સારા આવી રહ્યા છે. જેથી બેંક શેરોમાં જોરદાર લેવાલી રહી હતી, અને પરિણામે શેરબજારમાં તેજીનો માહોલ જળવાયો હતો અને બજારમાં એક નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1201 શેરના ભાવ વધ્યા હતા અને 1873 શેરના ભાવ ઘટ્યા હતા.
81 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 86 શેર બાવન વીક નીચે બંધ હતા.
82 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 51 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
એશિયન પેઈન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, મેક્સ હેલ્થ અને હિન્દુસ્તાન યુનીલીવર
ટોપ લુઝર્સ
વિપ્રો, ઈન્ફોસીસ ટેકનોલોજી, ઈટરનલ, તાતા સ્ટીલ અને એચસીએલ ટેકનો
કંપનીઓના Q2 પરિણામ
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો કવાર્ટર ટુનો ચોખ્ખો નફો રૂપિયા 913 કરોડથી વધી રૂપિયા 1213 કરોડ નોંધાયો હતો.
હિન્દુસ્તાન ઝીંકનો નફો રૂપિયા 2327 કરોડથી વધી રૂપિયા 2649 કરોડ રહ્યો હતો.
જેએસડબ્યૂ સ્ટીલનો નફો રૂપિયા 439 કરોડથી વધી રૂપિયા 1646 કરોડ નોંધાયો હતો.
Top Trending News
Gujarat: ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ, હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ, જાણો નામ
21 ઓકટોબરે મુહૂર્ત ટ્રેડિંગ સેશન
આગામી સપ્તાહે 20 ઓકટોબરને સોમવારે રેગ્યુલર ટ્રેડિંગ સેશન યોજાશે. 21 ઓકટોબરને મંગળવારે વિક્રમ સંવત 2082ના નવા વર્ષના મુહૂર્તના સોદા બપોરે 1.30 વાગ્યાથી 2.45 કલાક દરમિયાન યોજાશે. 22 ઓકટોબરને બુધવારે શેરબજાર ટ્રેડિંગ માટે બંધ રહેશે. અને 23 ઓકટોબરને ગુરુવારથી શેરબજારમાં રાબેતામુજબ ટ્રેડિંગ થશે.