Stock Market India: સેન્સેક્સમાં 575 પોઈન્ટનો ઉછાળો, તેજી પાછળ કયા ચાર કારણ?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India Closing શેરબજારમાં આજે બુધવારે બે દિવસના ઘટાડા પછી તેજી આવી છે. તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે સેન્સેક્સ(BSE Sensex) 575 પોઈન્ટ વધી 82,605 બંધ રહ્યો હતો. નિફ્ટી(NSE Nifty) 178 પોઈન્ટ વધી 25,323 બંધ થયો હતો. અને નિફ્ટી બેંક 303 પોઈન્ટ વધી 56,799 બંધ હતો. આજના તેજીના મૂડ પાછળ તેજીના ચાર મોટા કારણ હતા અને આગામી દિવસોમાં નિફ્ટી નવી હાઈ બતાવશે? તેમજ ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો…..

BSE Sensex up 575 pt.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 82,197ના ઊંચા લેવલે ખૂલીને શરૂમાં ઘટી 82,084 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 82,727 થઈ અને ટ્રેડિંગ સેશનને અંત 82,605.43 બંધ થયો હતો, જે 575.45નો ઉછાળો દર્શાવે છે.

NSE Nifty Jumps 178 pt.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,181 ખૂલીને શરૂમાં ઘટી 25,179 થઈ અને ત્યાંથી વધી 25,365 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,323.55 બંધ રહ્યો હતો, જે 178.05નો ઉછાળો દર્શાવે છે.

મિડકેપ અને સ્મોલકેપમાં નવી લેવાલી

આજે બુધવારે શેરબજારમાં રીયલ્ટી સેકટરના શેરોની આગેવાની હેઠળ આઈટી, મેટલ, એફએમસીજી, ઈન્ફ્રા, બેંક સહિત તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી રહી હતી. મિડકેપ ઈન્ડેક્સમાં 645 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 411 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

શેરબજારમાં તેજીના ચાર કારણો

(1) આજે સવારથી એશિયાઈ સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસમાં જ ખૂલ્યા હતા. અને ડાઉ જોન્સ ફ્યુચર 159 પોઈન્ટ પ્લસ હતો, આમ ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેત પાછળ શેરોની તમામ જાતોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી.

(2) અમેરિકન ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલનું નિવેદન હતું કે અમેરિકન લેબર માર્કેટ નબળી સ્થિતિમાં છે. પણ સામે અમેરિકન ઈકોનોમી સ્થિર રહી છે. અને મોંઘવારી સપ્ટેમ્બર મહિનામાં હતી, તે સ્થિતિમાં છે. આમ આ ટિપ્પણી પછી હવે એવી અટકળો વહેતી થઈ છે કે આ ઓકટોબ મહિનાના અંતમાં મળનારી ફેડરલ રીઝર્વની બેઠકમાં બીજી વાર ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરશે. જે ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ ફેકટર ગણાય છે. કારણ કે અમેરિકામાં વ્યાજ દર ઘટે તો રોકાણ ભારતીય શેરબજાર તરફ ખેંચાઈને આવે.

(3) ચીન સાથે ટ્રેડ વોર શરૂ થયા પછી ડૉલર ઈન્ડેક્સ ઘટ્યો હતો. બીજી તરફ બ્રેન્ટ અને ક્રૂડના ભાવમાં ગાબડું પડ્યું છે. જે પોઝિટિવ ફેકટર રહ્યું હતું. ક્રૂડના ભાવ ઘટે તો ભારતનો આયાત ખર્ચ ઘટે. જે ભારતીય ઈકોનોમી માટે પોઝિટિવ રહેશે.

(4) ટેકનિકલી શેરબજાર વધુ મજબૂત રહ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન ટેકનિકલ રીએક્શન આવ્યું પણ માર્કેટના સ્ટ્રોંગ સપોર્ટ લેવલ તૂટ્યા નથી. જેથી આજે બજારમાં વેલ્યુ બાઈંગ જોવા મળ્યું હતું.

Stock Market Indiaઆજે બુધવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1979 શેરના ભાવ વધ્યા હતા અને 1125 શેરના ભાવ ઘટ્યા હતા.

67 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 95 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

89 શેરમાં અપર સર્કિટ અને 65 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

બજાજ ફાઈનાન્સ, નેસ્લે, બજાજ ફિન સર્વ, ટ્રેન્ટ અને  એશિયન પેઈન્ટ

ટોપ લુઝર્સ

ઈન્ફોસીસ ટેકનોલોજી, બજાજ ઓટો, તાતા મોટર, ટેક મહિન્દ્રા અને તાતા કોમ્યુનિકેશન

ટેક મહિન્દ્રાનો કવાર્ટર ટુનો નફો 4.8 ટકા વધ્યો હતો, જે પરિણામ અનુમાન કરતાં નીચું રહ્યું હતું.

કંપની પરિણામ

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નફો 18 ટકા વધીને આવ્યો હતો. કંપનીનું પરિણામ ધારણા કરતાં વધુ પ્રોત્સાહક આવ્યું હતું. આથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના શેરમાં ભારે લેવાલીથી સાત ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.

આઈઆરએફસીનો નફો રૂ.1613 કરોડથી વધી રૂ.1777 કરોડ આવ્યો હતો. કંપનીએ શેરહોલ્ડરોને પ્રતિ શેર રૂ.1.05 વચગાળાના ડિવિડંડની જાહેરાત કરી છે.

તાતા કોમ્યુનિકેશનનો નફો 190 કરોડથી ઘટી 183 કરોડ નોંધાયો હતો, જો કે રેવન્યૂ 6 ટકા વધીને આવી હતી.

એચસીએલ ટેકનોલોજીએ જીએસએમપી સાથે ભાગદારી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.

એચડીએફસી એએમસીની બોર્ડ મીટિંગ હતી, જેમાં સર્વાનુમતે એક ઈક્વિટી શેરે એક બોનસ શેરની જાહેરાત કરાઈ છે.

Top Trending News

Forest Department: વન્યજીવોના રક્ષણ માટે તંત્રના દરોડા

FII Net Seller

એફઆઈઆઈએ 14 ઓક્ટોબરના રોજ 1508 કરોડનું નેટ સેલ કર્યું હતું અને તેની આગળના દિવસે 13 ઓકટોબરે 240 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. જો કે સામે ડીઆઈઆઈ – સ્થાનિક નાણા સંસ્થાઓએ 14 ઓક્ટોબરે 3661 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી અને 13 ઓક્ટોબરે 2,333 કરોડનું નેટ બાઈંગ કર્યું હતું.

You will also like

Leave a Comment