અમદાવાદ- Stock Market India શેરબજારમાં ચાર દિવસના ઘટાડાને બ્રેક વાગી છે. આજે શુક્રવારે જોરદાર લેવાલીથી ઝડપી ઉછળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 447 પોઈન્ટ વધી 84,929 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 150 પોઈન્ટ વધી 25,966 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 156 પોઈન્ટ વધી 59,069 બંધ હતો. આગામી સપ્તાહે શેરબજારમાં(Share Market) તેજી આગળ વધશે?શેરબજારમાં તેજી થવાના સોલીડ પાંચ કારણ કયા છે? શેરબજારમાં મહત્ત્વના સપોર્ટ લેવલ બન્યા છે. જો સપોર્ટ લેવલ તૂટશે તો જ ઘટાડો આવશે.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 447 પોઈન્ટ ઊંચકાયો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,756ના મજબૂત ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 84,734 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 85,000ની અતિમહત્ત્વની સપાટી કૂદાવી 85,067 થયો હતો અને ટ્રેડિંગ સેશનને અંતે 84,929.36 બંધ થયો હતો. જે 447.55નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,911ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 25,880 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 25,993 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,966.40 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 150.85નો ઉછાળો દર્શાવે છે.
શેરબજારમાં તેજી થવાના કારણો
(1) અમેરિકામાં મોંઘવારી દર ધારણા કરતાં વધુ ઘટીને આવ્યો હતો, જેથી ડાઉ જોન્સ, નેસ્ડેક અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ ઊંચકાઈને આવ્યા હતા. જેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ, યુરોપિયન સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી. બેંક ઓફ જાપાને ધારણા મુજબ વ્યાજ દરમા વધારો કર્યો હતો. જેથી જાપાનીઝ સ્ટોક માર્કેટ ઊંચકાઈને આવ્યું હતું. આમ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
(2) રશિયા અને યુક્રેન વચ્ચે પીસ ડીલ(શાંતિ સમજૂતી) થવાની મજબૂત ધારણા છે.
(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ ઘટીને આવ્યા હતા. બ્રેન્ટ 59.53 ડૉલર અને ક્રૂડ 55.71 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત બીજી સેશનમાં 99 પૈસા સુધરીને 89.27 પર ટ્રેડ કરતો હતો.
(5) એફઆઈઆઈનું બાઈંગ- એફઆઈઆઈએ સતત બીજી ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 595 કરોડનું નેટ બાઈંગ કર્યું હતું.
શેરબજારમાં ગુડ ફ્રાઈડ
આજે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી, પરિણામે તમામ સેકટોરલ ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા. મીડકેપ ઈન્ડેક્સ 718 પોઈન્ટ(1.20 ટકા)નો ઉછાળો આવ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 628 પોઈન્ટ(1.25 ટકા)નો ઉછાળો આવ્યો હતો. આ શેરબજારમાં ચોગરદમ તેજી થઈ હતી અને શેરબજારમાં ગુડ ફ્રાઈડે રહ્યો હતો.

આજે શુક્રવારે 2,185 શેરના ભાવ વધ્યા હતા અને 939 શેરના ભાવ ઘટ્યા હતા.
50 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 124 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
61 સ્ટોકમાં અપર સર્કિટ અને 38 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
શ્રી રામ ફાયનાન્સ(4.10 ટકા), મેક્સ હેલ્થકેર(2.62 ટકા), બીઈએલ(2.49 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(2.43 ટકા) અને પાવરગ્રીડ(2.05 ટકા)
ટોપ લુઝર્સ
એચસીએલ ટેકનોલોજી(1.18 ટકા), હિન્દાલકો(0.34 ટકા), કોટક બેંક(0.23 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(0.20 ટકા) અને આઈસીઆઈસીઆઈ બેંક(0.18 ટકા)
આગામી સપ્તાહે તેજી આગળ વધશે?
ચાર દિવસના ઘટાડા પછી શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે શુ્કવારે નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. ગુરુવારે પણ નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. અને આ લેવાલી ચાલુ રહી હતી. શેરબજારમાં એટલું ચોક્કસ નક્કી થયું છે કે નીચા મથાળે એટલે સપોર્ટ લેવલ બની ગયા છે. તે મથાળે હવે નવું બાઈંગ આવશે. સેન્સેક્સમાં 84,730, નિફ્ટી ઈન્ડેક્સ 25,880 અને બેંક નિફ્ટી 59,000ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલ બની ચુક્યા છે. જો આ સપોર્ટ લેવલ તૂટે તો જ શેરબજારમાં મંદી થશે, અન્યથા શેરબજારમાં આગામી સપ્તાહે તેજી આગળ વધશે.