Stock Market India: સેન્સેક્સમાં 447 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે તેજી આગળ વધશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે શુક્રવારે નવી લેવાલીથી તેજી થઈ હતી. આરબીઆઈ એમપીસીની બેઠક(RBI MPC Meeting 2025) પછી આઈટી, બેંક, ઓટો, મેટલ શેરોમાં નવી લેવાલી નીકળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 447 પોઈન્ટ ઉછળી 85,712 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 152 પોઈન્ટ ઉછળી 26,186 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 488 પોઈન્ટ ઉછળી 59,777 બંધ હતો. શું આગામી સપ્તાહે તેજી આગળ વધશે? ટેકનિકલી શેરબજાર(Share Market India) ખૂબ સ્ટ્રોંગ થયું છે. આગામી સપ્તાહે ઊંચા કયા લેવલ બતાવશે? જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 447 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,125ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, શરૂમાં વધુ ઘટી 85,078 થઈ અને ત્યાંથી ઝડપથી ઉછળી 85,796 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,712.37 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 447.05નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીએ 26,200ની અતિમહત્ત્વની સપાટી કૂદાવી

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,999ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઘટીને 25,985 થયો હતો, અને ત્યાંથી ઝડપી ઉછળીને 26,200ની અતિમહત્ત્વની સપાટી કૂદાવીને 26,202નો હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 26,186.45 બંધ રહ્યો હતો, જે 152.70નો ઉછાળો દર્શાવે છે.

બેંક નિફ્ટી 488 પોઈન્ટ ઉછળ્યો

આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી બેંક શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે બેંક નિફ્ટી 488 પોઈન્ટ ઉછળી 59,777 બંધ થયો હતો.

બેંકિંગ સીસ્ટમાં લિક્વિડીટી વધારાશે

આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર નરમ મથાળે ખૂલ્યું હતું. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનેટરી પૉલીસીની બેઠક હોવાથી સવારે શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. જો કે સવારે 10 વાગ્યે આરબીઆઈએ મોનેટરી પૉલીસીની જાહેરાત થઈ હતી. ધારણા મુજબ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. મોંઘવારી દરનું અનુમાન ઘટાડ્યું હતુ અને જીડીપી ગ્રોથ રેટનું અનુમાન વધાર્યું હતું. તેમજ બેંકિંગ સીસ્ટમમાં લિક્વિડીટી વધારવા આરબીઆઈએ પગલા ભર્યા છે. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

નવી લેવાલી નીકળી

આરબીઆઈની મોનેટરી પૉલીસી જાહેરાત પછી બેંક, એનબીએફસી, પીએસયુ બેંક, રીયલ્ટી, ઓટો, મેટલ અને આઈટી સેકટરના શેરોમાં નવી લેવાલી નીકળી હતી, અને શેરબજારમાં તેજીનો નવો જોશ જોવા મળ્યો હતો. નિફ્ટીએ 26,200ની અતિમહત્ત્વની સપાટી કૂદાવી દીધી હતી. જો કે આજે એનર્જિ અને ફાર્મા સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી પ્રેશર રહ્યું હતું.

પુતિનની ભારત યાત્રા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત યાત્રાએ આવી પહોંચ્યા છે. તેમણે ફૂડ સિક્યુરિટી, મેડિકલ, પોર્ટ, પરિવહન અને માઈગ્રેશન સેકટરમાં કરાર કર્યા છે.  તેમજ ડીફેન્સ સેકટરમાં પણ સમજૂતી થવાની વકી છે. જેને પગલે ભારત અને રશિયા બન્નેને ફાયદો થનાર છે. અમેરિકા દ્વારા ભારત પર લગાવેલ 50 ટકા ટેરિફને પગલે ભારતનો આયાત નિકાસ બિઝનેસ ઠપ છે. જેની ભરપાઈ રશિયા દ્વારા થશે, તેવી ધારણાઓ મંડાઈ રહી છે.

એફઆઈઆઈ નેટ સેલર

એફઆઈઆઈ નેટ સેલર રહી છે. ડીસેમ્બર મહિનાના પ્રથમ ચાર દિવસ એફઆઈઆઈએ કુલ રૂપિયા 9964 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે.

ડીઆઈઆઈની ધૂમ ખરીદી

બીજી તરફ ડીઆઈઆઈ એટલે કે સ્થાનિક નાણા સંસ્થાઓએ ડીસેમ્બરની ચાર ટ્રેડિંગ સેશનમાં કુલ 15,596 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1335 શેરના ભાવ વધ્યા હતા અને 1769 શેરના ભાવ ઘટ્યા હતા.

36 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 249 શેર બાવન વીક લો પર બંધ હતા.

66 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 54 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.

Top Trending News

Gujarat’s Achievement: ગુજરાત 8.42 ટકાના વૃદ્ધિ દર સાથે અગ્રણી રાજ્ય

ટોપ ગેઈનર્સ

શ્રી રામ ફાયનાન્સ(3.04 ટકા), એસબીઆઈ(2.49 ટકા), બજાજ ફાઈનાન્સ સર્વ(2.13 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.03 ટકા) અને મારૂતિ(1.91 ટકા)

ટોપ લુઝર્સ

હિન્દુસ્તાન યુનીલીવર(3.34 ટકા), ઈટરનલ(1.35 ટકા), ઈન્ડિગો(1.27 ટકા), ટ્રેન્ટ(0.85 ટકા) અને સન ફાર્મા(0.73 ટકા)

આગામી સપ્તાહે તેજી આગળ વધશે?

આગામી સપ્તાહે શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ રહ્યું છે. સેન્સેક્સ 85,500 ઉપર બંધ છે, જેથી આગામી સપ્તાહે 86,000 અને તેની ઉપર 86,200ના લેવલ બતાવી શકે છે. નિફ્ટી 26,100 ઉપર બંધ છે, તેની ઉપર 26,200 ઉપર 26,500નું લેવલ બતાવી શકે છે. નિફ્ટી બેંક 59,500 ઉપરનું ક્લોઝિંગ છે, જેથી આગામી સપ્તાહે 60,000 અને તેની ઉપર 60,200 સુધીના લેવલ બતાવી શકે છે.

You will also like

Leave a Comment