અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 533 પોઈન્ટ ઘટી 84,679 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 167 પોઈન્ટ ઘટી 25,860 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 427 પોઈન્ટ ઘટી 59,034 બંધ હતો. શેરબજાર તૂટવાના કયા કારણો? શું શેરબજારમાં(Share Market India) તેજી આવશે કે નહી? શું શેરબજાર મંદીમાં આવી જશે? ટેકનિકલ લેવલ શું કહે છે? સપોર્ટ લેવલ તૂટશે તો શું થશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 533 પોઈન્ટ ગબડ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,025ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સુધરી 85,059 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 84,620 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,679.86 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 533.50નું ગાબડુ દર્શાવે છે.
નિફ્ટી 167 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,951ની ગેપ ડાઉનમાં ખૂલ્યો હતો, અને શરૂમાં સામાન્ય વધી 25,980 થઈ અને ત્યાં વેચવાલી આવતાં ઝડપથી તૂટી 25,834 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,860.10 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સામે 167.20નો ઘટાડો દર્શાવે છે.
શેરબજાર તૂટવાના પાંચ કારણ
(1) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટી 91.08 રેકોર્ડ લૉની નવી સપાટી બનાવી હતી. સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં રૂપિયો તૂટીને આવ્યો હતો.
(2) એફઆઈઆઈ સતત છઠ્ઠા મહિને વેચવાલ રહી છે.(Fii Net Seller) 15 ડીસેમ્બરે એફઆઈઆઈએ રૂપિયા 1468 કરોડનું નેટ સેલ કર્યું છે અને ડીસેમ્બર મહિનાની કુલ 12 ટ્રેડિંગ સેશનમાં કુલ રૂપિયા 21,073 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે.
(3) વૈશ્વિક સ્ટોક માર્કેટ તૂટીને આવ્યા હતા.(Global Market) અમેરિકન સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. જો કે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું. પણ ગ્લોબલ નબળાં સંકેતો પાછળ સાવચેતીરૂપી વેચવાલી જોવાઈ હતી. આ સપ્તાહે અમેરિકાની ઈકોનોમી ડેટા અને જોબ ડેટા જાહેર થનાર છે. જેના પર વિશ્વના બજારોની નજર છે.
(4) આજે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરી હતી,(Nifty Weekly Expiry) જેથી(Stock Market India) સટોડિયાઓની ઉભી પોઝીશન સ્કેવરઓફ કરવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. નવી લેવાલીનો અભાવ હતો, અને તેજીવાળા ખેલાડીઓએ ઉભા લેણ સરખા કરવા વેચવાલી કરી હતી, જેથી શેરબજાર એકતરફી ઘટ્યું હતું.
(5) આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા હતા, તેની સાથે ક્રિપ્ટોકરન્સીમાં બિટકોઈનના(Bitcoin Crash) ભાવ તૂટીને 85,171 ડૉલર થઈ અને 86,360 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ(Stock Market India) રોકાણકારોમાં અવિશ્વાસનું વાતાવરણ હતું.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
આજે(Stock Market India) મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 502 પોઈન્ટ તૂટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 352 પોઈન્ટ ઘટ્યો હતો. 1023 શેરના ભાવ વધ્યા હતા અને 2096 શેરના ભાવ ઘટ્યા હતા.
25 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 98 સ્ટોકના ભાવ બાવન વીક લૉ પર બંધ હતા.
55 સ્ટોકમાં અપર સર્કિટ હતી અને 59 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
Dollar vs Rupee: સતત ચોથા દિવસે રૂપિયો વધુ ગબડી 91.08 નવી રેકોર્ડ લૉ બનાવી
ટોપ ગેઈનર્સ
ભારતી એરટેલ(1.70 ટકા), ટાઈટન(1.65 ટકા), તાતા કન્ઝ્યુમર(1.26 ટકા), એમ એન્ડ એમ(0.58 ટકા) અને બજાજ ઓટો(0.55 ટકા)
ટોપ લુઝર્સ
એક્સિસ બેંક(5.12 ટકા), ઈટરનલ(4.67 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(2.66 ટકા), એચસીએલ ટેકનો(1.91 ટકા) અને તાતા સ્ટીલ(1.78 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
શેરબજાર બીજા દિવસે વધુ ઘટ્યું છે. સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીના પ્રથમ સપોર્ટ લેવલ તૂટ્યા છે. હવે સેન્સેક્સમાં 84,500, નિફ્ટીમાં 25,800 અને બેંક નિફ્ટીમાં 59,000 સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આવે છે. જો આ સપોર્ટ લેવલ ન તૂટે તો જ શેરબજારમાં તેજી આગળ વધશે, નહી તો શેરબજાર મંદીના ઝોનમાં પ્રવેશી જશે. રોકાણકારોએ હાલ સાવચેતી સાથે રોકાણ કરવું જોઈએ. બીજુ તમારે સ્ટ્રેટજી પણ બદલવી પડી શકે છે. લાંબા ગાળાની હોરાઈઝનથી આવનાર ઘટાડામાં ફંડામેન્ટલી સારા સ્ટોકમાં રોકાણ કરી શકો છો.