Stock Market India: સેન્સેક્સ વધુ 436 પોઈન્ટ તૂટ્યો, કાલે શેરબજાર યુ ટર્ન લેશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 436 પોઈન્ટ ઘટી 84,666 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 120 પોઈન્ટ ઘટી 25,939 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 16 પોઈન્ટ ઘટી 59,222 બંધ રહ્યો હતો. શેરબજારમાં તેજી માટે કયા કારણો છે? શું શેરબજારમાં તેજી થશે? શું શેરબજાર મંદીની ગ્રીપમાં આવશે? સપોર્ટ લેવલ આજુબાજુ નવી લેવાલી નીકળશે? કાલે બુધવાર મહત્વનો દિવસ છે. શેરબજાર(Share Market India) યુ ટર્ન લેશે? જૂઓ વીડિયો….

સેન્સેક્સ 436 પોઈન્ટ ગબડ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,742ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં તે વધુ ઘટી 84,382ની દિવસની લો બનાવી હતી, ત્યાંથી ઝડપી ઉછળીને 84,947 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,666.28 બંધ થયો હતો. જે ગઈકાલ સોમવારના બંધની સરખામણીએ 436.41નું ગાબડુ દર્શાવે છે.

નિફ્ટી 120 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,867ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, શરૂમાં વધુ તૂટી 25,728 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો મળતાં ઉછળી 25,923 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,839.65 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સામે 120.90 તૂટ્યો હતો.

ઘટ્યા મથાળેથી રીકવરી

અમેરિકન સ્ટોક માર્કેટની નરમાઈને પગલે ભારતીય શેરોના ભાવ વધુ નીચે ગેપમાં ખૂલ્યા હતા. સેન્સેક્સ 360 અને નિફ્ટી 91 પોઈન્ટ માઈનસ સાથે ખૂલ્યા હતા. શરૂમાં જોરદાર વેચવાલી ચાલુ રહી હતી. જેથી શેરોના ભાવ વધુ ગબડ્યા હતા. જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગે બ્લુચિપ અને મીડકેપ તેમજ સ્મોલકેપ શેરોમા વેલ્યૂ બાઈંગ નીકળ્યું હતું. પરિણામે ઘટ્યા મથાળેથી(Stock Market India) શેરબજારમાં સારી એવી રીકવરી જોવા મળી હતી. આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ, પીએસયુ બેંક, રીયલ્ટી, ડીફેન્સ, મીડિયા અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી જોવાઈ હતી. જો કે આઈટી, ઓટો, ફાર્મા, મેટલ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ જોવાઈ હતી.

Stock Market Indiaમીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી

મીડકેપ અને સ્મોલકેપ શેરોએ આજે આઉટપર્ફોમ કર્યું હતું. ગઈકાલના જંગી કડાકા પછી મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નીચા ભાવે ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. મીડેકપ ઈન્ડેક્સ 188 પોઈન્ટ પ્લસ બંધ થયો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 634 પોઈન્ટ ઉછળ્યો હતો.

શેરબજારમાં રીકવરી આવવાના પાંચ કારણ

(1) યુએસ ભારત વચ્ચે ટ્રેડ ડીલઃ અમેરિકાનું પ્રતિનિધિ મંડળ 10 ડીસેમ્બરે દિલ્હી આવી રહ્યું છે. ત્રણ દિવસીય બેઠકમાં ભારત અમેરિકા વચ્ચે વેપાર અને ટેરિફના મુદ્દે વિસ્તૃત ચર્ચા થશે. ખાસ કરીને ટેરિફ ઘટાડવાના મુદ્દા પર રજૂઆત થશે. છ બેઠક મળી ચુકી છે, જેથી પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ અંગે આ ફાઈનલ બેઠક પણ હોઈ શકે છે. જે પોઝિટિવ કારણ વચ્ચે(Stock Market India) શેરબજારમાં ઘટ્યા મથાળે નવી લેવાલી આવી હતી.

(2) આજે 9 ડીસેમ્બરથી યુએસ ફેડરલ રીઝર્વની એફઓએમસીની બેઠક  શરૂ થઈ છે, જે બે દિવસ ચાલશે. 10 ડીસેમ્બર રાત્રે મોનેટરી પૉલીસીનો નિર્ણય જાહેર થશે. ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરાય તેવી ધારણા છે. જેથી શેરબજારમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી.

(3) ક્રૂડના ભાવ ઘટીને આવ્યા હતા. બ્રેન્ટ ઘટીને 62.33 ડૉલર અને ક્રૂડ ઘટીને 58.67 ડૉલર પર ટ્રેડ કરી રહ્યા છે. જેને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 21 પૈસા સુધરીને 89.88 બંધ રહ્યો હતો.

(5) મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર નવી ખરીદી નીકળતાં શેરબજારમાં ફરીથી તેેજીનું મોમેન્ટમ છે, તે સાબિત થયું હતું.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

એડવાન્સ ડેકલાઈન રેશિયો ઘણી બધી ટ્રેડિંગ સેશન પછી પોઝિટિવ થયો છે. 1982 શેરના ભાવ વધ્યા હતા અને 1135 શેરના ભાવ ઘટ્યા હતા.

16 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 442 શેર બાવન વીક લો પર બંધ હતા.

56 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 81 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી

Top Trending News

Banking News: રેપો રેટ કટ પછી હવે પાંચ બેંકોમાંથી સસ્તી લોન મળશે

ટોપ ગેઈનર્સ

ઈટરનલ(2.28 ટકા), ટાઈટન(1.94 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(1.53 ટકા), ઈન્ડિગો(1.31 ટકા) અને શ્રી રામ ફાઈનાન્સ(1.17 ટકા)

ટોપ લુઝર્સ

એશિયન પેઈન્ટ્સ(4.60 ટકા), ટેક મહિન્દ્રા(1.90 ટકા), એચસીએલ ટેકનોલોજી(1.82 ટકા), વિપ્રો(1.53 ટકા) અને તાતા સ્ટીલ(1.52 ટકા)

કાલે બુધવારે શેરબજાર યુ ટર્ન લેશે?

શેરબજારમાં ટેકનિકલ વીક થયા છે.(Stock Market India) જો કે સેન્સેક્સ 85,000, નિફ્ટી 25,800 અને બેંક નિફ્ટી 59,000ના સપોર્ટ લેવલ પાસે આવી ગયા છે, જે અતિમહત્ત્વના સપોર્ટ લેવલ છે. આવતીકાલે આ સપોર્ટ લેવલ તૂટે તો શેરબજાર મંદીની ગ્રીપમાં આવી જશે. અન્યથા ઉપર જણાવ્યા મુજબ તેજીના કારણો રહ્યા તો માર્કેટ આ સપોર્ટ લેવલે ટેકો મેળવીને યુ ટર્ન લઈ શકે છે. માટે આવતીકાલ બુધવાર શેરબજારમાં તેજી માટે મહત્ત્વનો દિવસ છે.

You will also like

Leave a Comment