અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે ઘટાડો આવ્યો હતો. ઑલરાઉન્ડ વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 275 પોઈન્ટ ઘટી 84,391 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 81 પોઈન્ટ ઘટી 25,758 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 261 પોઈન્ટ ઘટી 58,960 બંધ થયો હતો. કાલે શેરબજાર કેવું રહેશે? શું ફેડરલ રીઝર્વ ફેડ રેટ કટ કરશે? શેરબજાર મંદીની ગ્રીપમાં આવી ગયું છે? શેરબજારમાં(Share Market India) તેજી આવશે કે નહી? નિફ્ટીએ 25,800નું સપોર્ટ લેવલ તોડ્યું. જૂઓ વીડિયો….
સેન્સેક્સ વધુ 275 પોઈન્ટ ગબડ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,607ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં નવી લેવાલીનો ટેકો આવતાં ઉછળી 85,020 થયો, પણ ઊંચા મથાળે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 84,313 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,391 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 275.01નું ગાબડુ દર્શાવે છે.
નિફ્ટી 25,800ની નીચે ગયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,864 ખૂલીને શરૂમાં વધી 25,947 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 25,734 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,758.00 બંધ થયો હતો. જે 81.65નું ગાબડુ દર્શાવે છે.
મીડકેપ અને સ્મોલકેપ શેરો તૂટ્યા(Stock Market India)
અમેરિકન સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ પણ નરમ ખૂલ્યા હતા. જેથી ભારતીય શેરોના ભાવ નીચા ખૂૂલ્યા હતા. જો કે શરૂમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો અને એક તબક્કે સેન્સેક્સ, નિફ્ટી પ્લસ થયા હતા. જો કે દરેક ઉછાળે વેચવાલી આવી હતી, અને શેરબજારમાં આવેલ સુધારો ટકી શક્યો ન હતો. વેચવાલીનું પ્રેશર વધુ હોવાથી શેરોના ભાવ વધુ તૂટ્યા હતા.(Stock Market India) આજે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી, પરિણામે મીડકેપ ઈન્ડેક્સ 668 પોઈન્ટ તૂટ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 295 પોઈન્ટ ઘટ્યો હતો.

(1) અમેરિકન ફેડરલ રીઝર્વની બેઠકમાં આજે મોડી રાતે ફેડ રેટમાં કટ આવશે કે કેમ. જે અંગે અનિશ્ચતતા છે. મોટાભાગના લોકોનું અનુમાન છે કે ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો આવશે. તેમ છતાં ગ્લોબલ સ્ટોક માર્કેટમાં સાવચેતીનો માહોલ હતો. આથી તેજીવાળા ખેલાડીઓએ પોતાની ઉભી લેણની પોઝીશન હળવી કરી હતી.
(2) એફઆઈઆઈ નેટ સેલર. ડીસેમ્બર મહિનાની શરૂઆતથી સતત વેચવાલી રહી છે. 9 ડીસેમ્બરે એફઆઈઆઈએ 3760 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ ડીસેમ્બરની સાત ટ્રેડિંગ સેશનમાં કુલ રૂપિયા 14,819 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
(3) માર્કેટનો ટ્રેન્ડ છેલ્લા એક મહિનાથી અનપ્રિડેક્ટબલ રહ્યો છે. નિફ્ટી 25,800 અને 26,200ની રેન્જ વચ્ચે રહ્યો છે. જો કે આજે નિફ્ટી 25,800નું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ તોડીને નીચે ગયો હતો. જેથી એના પર કહી શકાય કે ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલી ફરી વળી હતી.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
એડવાન્સ ડેેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે બુધવારે 1353 શેરના ભાવ વધ્યા હતા અને 1753 શેરના ભાવ ઘટ્યા હતા.
29 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 84 શેર બાવન વીક લો પર બંધ હતા.
81 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 40 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
Gujarat News: કચ્છ-સૌરાષ્ટ્ર ટૂરિઝમ રોકાણ માટે પ્રીમિયમ પ્લેટફોર્મ
ટોપ ગેઈનર્સ
આઈશર મોટર(1.54 ટકા), હિન્દાલકો(1.07 ટકા), એચડીએફસી લાઈફ(1.06 ટકા), તાતા સ્ટીલ(0.83 ટકા) અને સન ફાર્મા(0.70 ટકા)
ટોપ લુઝર્સ
ઈન્ડિગો(3.17 ટકા), ઈટરનલ(3.09 ટકા), ટ્રેન્ટ(1.77 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(1.39 ટકા) અને જેએસડબલ્યુ સ્ટીલ(1.31 ટકા)
કાલે શેરબજાર(Stock Market India) કેવું રહેશે?
આજે 10 ડીસેમ્બરે ફેડરલ રીઝર્વની બેઠક મળશે, જેમાં ફેડ રેટ કટ અંગે નિર્ણય લેવાશે, તેની ગ્લોબલ માર્કેટ પર શું અસર થશે. તેના પર ભારતીય શેરબજારનો ટ્રેન્ડ નક્કી થશે. જોકે આજે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીએ તેના અતિમહત્ત્વના સપોર્ટ લેવલ તોડી નાંખ્યા છે. જેથી બજારમાં સાવચેતીનો માહોલ છે અને ઈન્વેસ્ટર પર મુંઝાયા છે કે હવે શું કરીશું. જો કે ત્રણ દિવસના ઘટાડા પછી હવે પ્રત્યાઘાતી સુધારો આવી શકે છે.