અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે ઘટ્યું હતું. જોકે નીચા મથાળે નવી લેવાલી આવતાં રીકવરી આવી હતી. તેમ છતાં બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 77 પોઈન્ટ ઘટી 84,481 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 3 પોઈન્ટ ઘટી 25,815 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 13 પોઈન્ટ ઘટી 58,912 બંધ હતો. રીકવરી આવવા પાછળ કયા કારણો? કાલે શુક્રવારે શેરબજાર(Share Market India) કેવું રહેશે? નવી લેવાલી આવશે કે નહી? શોર્ટ ટર્મ ડાઉનટ્રેડ છે? નિફ્ટી 25,850 ઉપર ટકી શકશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં ઘટ્યા મથાળેથી 542 પોઈન્ટની રીકવરી
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,518ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઘટી 84,238 થઈ અને જે નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ઝડપથી સુધરી 84,780 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,481.81 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 77.84ની નરમાઈ દર્શાવે છે.
નિફ્ટી માત્ર 3 પોઈન્ટ નરમ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,764ના નીચા મથાળે ખૂલ્યો હતો, અને શરૂમાં ઘટી 25,726 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં ઝડપથી રીકવર થઈ 25,902 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,815 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 3 પોઈન્ટ નરમ રહ્યો હતો.
બ્લૂચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો
અમેરિકન સ્ટોક માર્કેટના ઘટાડા પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ વધુ ઘટીને આવ્યા હતા. જેથી(Stock Market India) ભારતીય શેરોના ભાવ નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. અને શરૂમાં વેચવાલી ચાલુ રહેતાં વધુ ઘટ્યા હતા. જો કે બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી શેરબજાર વધુ ઘટતું અટકી ગયું હતું અને ઝડપી રીકવરી આવી હતી.
શેરબજારમાં રીકવરી આવવાના કારણ
(1) એફઆઈઆઈની લેવાલી- ડીસેમ્બરમાં 14 ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ નેટ સેલર રહી હતી. પણ 17 ડીસેમ્બરે એફઆઈઆઈએ રૂપિયા 1171 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. ડીઆઈઆઈએ 768 કરોડનું નેટ બાઈંગ કર્યું હતું. આમ એફઆઈઆઈની નવી ખરીદી નીકળતાં આજે બ્લૂચિપ શેરોમાં નવી વેચવાલી અટકી ગઈ હતી.
(2) નિફ્ટી 25,800ની નીચે ગયા પછી બ્લૂચિપ શેરોમાં વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. ઈન્વેસ્ટરોની મીડકેપ સ્ટોકમાં નવી લેવાલી નીકળી હતી.
(3) ટેકનિકલી માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયું છે. જેથી નીચા મથાળે નવી લેવાલીથી પ્રત્યાઘાતી સુધારો આવવો જરૂરી બન્યો હતો.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત બીજા દિવસે વધુ 7 પૈસા સુધરી 90.31 આવ્યો હતો.
(5) બ્રિટન, યુરોપ અને જાપાનની સેન્ટ્રલ બેંકોની બેઠક આજે મળનાર છે. જેના આઉટકમ પહેલા વિશ્વના સ્ટોક માર્કેટમાં સાવચેતીનું વાતાવરણ હતું. નવી વેચવાલીનો અભાવ હતો.
મીડકેપ ઈન્ડેક્સ 203 પોઈન્ટ વધ્યો
આજે(Stock Market India) ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 203 પોઈન્ટ પ્લસ હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 141 પોઈન્ટ ઘટ્યો હતો. એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે 1273 શેરના ભાવ વધ્યા હતા અને 1827 શેરના ભાવ ઘટ્યા હતા.
49 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 228 શેર બાવન વીક લો પર બંધ હતા.
59 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 60 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
Top Trending News
Rooftop solar system: ગુજરાતના નાગરિકોએ 3778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો
ટોપ ગેઈનર્સ
ઈન્ડિગો(2.90 ટકા), ટીસીએસ(1.97 ટકા), મેક્સ હેલ્થકેર(1.64 ટકા), ટેક મહિન્દ્રા(1.62 ટકા) અને ઈન્ફોસીસ(1.57 ટકા)
ટોપ લુઝર્સ
સન ફાર્મા(2.62 ટકા), તાતા સ્ટીલ(1.40 ટકા), પાવરગ્રીડ(1.23 ટકા), એશિયન પેઈન્ટ(0.98 ટકા) અને તાતા કન્ઝ્યુમર(0.92 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજાર(Stock Market India) ઓવરસોલ્ડ હોવાથી આજે ઘટાડામાં નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. પણ આ રીકવરી ઝાઝુ ટકી ન હતી. સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 542 પોઈન્ટ અને નિફ્ટી ઘટ્યા મથાળેથી 176 પોઈન્ટ રીકવર થયા હતા. જો કે હવે કાલે શેરબજારમાં તેજીનું કારણ આવશે તો સુધારો આવશે. પણ એક વાત નક્કી થઈ છે કે નિફ્ટીમાં 25,800ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલ નીચે નવી વેચવાલી અટકી જાય છે. જો કાલે નિફ્ટી 25,850 ઉપર ટ્રેડ કરે તો તેજી થશે.