Stock Market India: ત્રીજા દિવસે સેન્સેક્સ 120 પોઈન્ટ ઘટ્યો, કાલે શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો આવશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે ઘટાડો રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 120 પોઈન્ટ ઘટી 84,559 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 41 પોઈન્ટ ઘટી 25,818 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 107 પોઈન્ટ ઘટી 58,926 બંધ હતો. ત્રણ દિવસના ઘટાડા પછી ટેકનિકલી શેરબજાર(Share Market India) ઓવરસોલ્ડ પોઝિશનમાં આવ્યું છે. શેરબજારમાં કાલે પ્રત્યાઘાતી સુધારો આવશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 120 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,856ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 84,889 થઈ અને ત્યાં ભારે વેચવાલી નીકળતાં વધુ ઘટી 84,415 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,559.65 બંધ રહ્યો હતો. જે ગઈકાલ મંગળવારના બંધની સરખામણીએ 120.21નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 41 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,902ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 25,929 થઈ અને ત્યાં વેચવાલી શરૂ થતાં ઝડપી તૂટી 25,770 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,818.55 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 41.55નો ઘટાડો દર્શાવે છે.

યુએસનો જોબ ડેટા નબળો આવ્યો

અમેરિકાનો જોબ ડેટા નબળો આવ્યો હતો, જેને પગલે ડાઉજોન્સ 302 પોઈન્ટ ઘટીને આવ્યો હતો. જેથી ગ્લોબલ માર્કેટના સંકેત નેગેટિવ રહ્યા હતા. જેની પાછળ આજે સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા મથાળે ખૂલ્યા પછી વેચવાલી ફરી વળતાં વધુ ઘટ્યા હતા. જો કે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ રહ્યા હતા અને ડાઉજોન્સ ફ્યુચર 190 પોઈન્ટ પ્લસ હતું. જેથી(Stock Market India) ભારતીય બ્લૂચિપ શેરોમાં ટેકારૂપી નવી લેવાલી પણ આવી હતી. તેમ છતાં ઓવરઓલ ઈન્ડેક્સ માઈનસમાં બંધ રહ્યા હતા.

પોઝિટિવ કારણો વચ્ચે વેચવાલી

(1) યુએસ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે ખૂબ મહત્ત્વનું નિવેદન કર્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે અમારા માટે ભારત મહત્ત્વનું પાર્ટનર છે. પણ તે નિવેદનની બજાર પર કોઈ પોઝિટિવ અસર થઈ ન હતી. કારણ કે યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ અંગે હજી સુધી કોઈ પોઝિટિવ સમાચાર મળ્યા નથી. જેથી(Stock Market India) શેરબજારમાં સાવેચતીનું વલણ હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટીને પાંચ વર્ષના નીચા સ્તરે આવી ગયા હતા. બ્રેન્ટ 59 ડૉલર અને ક્રૂડ 56 ડૉલરની નીચે ઉતરી ગયા હતા. ક્રૂડના ભાવ ઘટ્યા તે ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિ સમાચાર છે.

(3) ડૉલર સામે રૂપિયો ચાર દિવસના ઘટાડા પછી આજે 65 પૈસા સુધરીને 90.38 રહ્યો હતો.

(4) લોકસભામાં ઈન્સ્યોરન્સ સેકટરમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપતું બિલ પસાર થયું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું છે કે હવે વિદેશી રોકાણકારો ઈન્સ્યોરન્સ સેકટરમાં સીધું રોકાણ કરી શકશે.

એફઆઈઆઈ નેટ સેલર

આ તમામ પોઝિટિવ સમાચાર હોવા છતાં શેરબજાર પર તેની કોઈ(Stock Market India) પોઝિટિવ અસર જોવા મળી ન હતી. બીજી તરફ એફઆઈઆઈએ 16 ડીસેમ્બરે 2381 કરોડનું નેટ સેલ કર્યું હતું તેની સામે ડીઆઈઆઈએ 1077 કરોડનું નેટ બાય કર્યું હતું. આમ એફઆઈઆઈની સતત વેચવાલી ચાલુ રહી છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે બુધવારે મીડેકેપ ઈન્ડેક્સ 321 પોઈન્ટ ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 431 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે 1055 શેરના ભાવ વધ્યા હતા અને 2084 શેરના ભાવ ઘટ્યા હતા.

47 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 152 શેર બાવન વીક લો પર બંધ હતા.

60 શેરમાં અપર સર્કિટ અને 60 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

Top Trending Gujarat News

Gujarat News: યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં ગૃહ વિભાગે જાહેર કર્યા પ્રતિબંધ

ટોપ ગેઈનર્સ

શ્રી રામ ફાયનાન્સ(2.07 ટકા), એસબીઆઈ(1.58 ટકા), હિન્દાલકો(1.30 ટકા), આઈસર મોટર(1.15 ટકા) અને તાતા કન્ઝ્યુમર(0.86 ટકા)

ટોપ લુઝર્સ

મેક્સ હેલ્થકેર(3.71 ટકા), એપોલો હોસ્પિટલ(1.98 ટકા), ટ્રેન્ટ(1.66 ટકા), બજાજ ઓટો(1.55 ટકા) અને એચડીએફસી લાઈફ(1.49 ટકા)

કાલે બજાર કેવું રહેશે?

શેરબજારમાં(Stock Market India) ત્રણ દિવસના ઘટાડા પછી પ્રત્યાઘાતી સુધારો આવશે. ટેકનિકલી જોઈએ તો માર્કેટ ઓવરસોલ્ડ પોઝિશનમાં આવી ગયું છે. પરિણામે આવનાર ઘટાડામાં નવી લેવાલીથી સુધારો આવશે. હાલ શેરબજાર અગત્યના સપોર્ટ લેવલની પાસે છે. સેન્સેક્સ 84,500, નિફ્ટી 25,800 અને બેંક નિફ્ટી 59,000 અતિમહત્ત્વના સપોર્ટ લેવલ પાસે છે. આ મથાળા તૂટશે તો નવી મંદી થશે. અન્યથા પ્રત્યાઘાતી સુધારો જોવા મળી શકે છે.

You will also like

Leave a Comment