અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 503 પોઈન્ટ તૂટી 85,138 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 143 પોઈન્ટ તૂટી 26,032 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 407 પોઈન્ટ ઘટી 59,273 બંધ હતો. ત્રણ દિવસના ઘટાડા પછી શેરબજારમાં સુધારો આવશે? નીચા ભાવે નવી લેવાલીનો ટેકો આવશે? શેરબજાર(Share Market India) તૂટવાના કયા પાંચ કારણ? બેંક નિફ્ટીમાં શું મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે? ટેકનિકલ લેવલ શું બતાવી રહ્યા છે? જૂઓ વીડિયો…..
સેન્સેક્સમાં 503 પોઈન્ટનું ગાબડું
બીએસઈ સેન્સેક્સ 85,325ના 300 પોઈન્ટથી વધુ ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 85,553 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં તૂટી 85,053 થઈ અને ટ્રેડિંગ સેશનની અંતે 85,138.27 બંધ થયો હતો. જે સોમવારના બંધની સરખામણીએ 503.63નો ઘટાડો દર્શાવેે છે.
નિફ્ટી 143 પોઈન્ટ તૂટ્યો
એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 26,087ની નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધીને 26,154 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 25,997 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,032.20 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 143.55 તૂટ્યો હતો.
બેંક નિફ્ટી 407 પોઈન્ટ ઘટ્યો
બેંક નિફ્ટી ટ્રેડિંગ સેશનની શરૂઆતે વધી 59,656 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 59,251 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 59,273 બંધ થયો હતો. જે 407 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી વીકલી એક્સપાયરી
આજે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ હતો. જેથી મોટાભાગે પોઝિશન સ્કેવરઓફ કરવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. તેમ છતાં આજે તેજીવાળા ખેલાડીઓની ભારે વેચવાલી રહી હતી. પરિણામે તમામ સેકટરના શેરોના ભાવ ઘટયા હતા. મીડકેપ ઈન્ડેક્સ 132 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 257 પોઈન્ટ ઘટ્યા હતા.
શેરબજાર તૂટવાના પાંચ કારણ
(1) એફઆઈઆઈની વેચવાલી- એફઆઈઆઈની ડીસેમ્બરની શરૂઆતે વેચવાલી ચાલુ રહી છે. પહેલી ડીસેમ્બરે એફઆઈઆઈએ કુલ રૂપિયા 1171 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ સતત પાંચ મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 1,49,715 કરોડનું નેટ સેલ કર્યું છે. જુલાઈથી નવેમ્બર મહિના સુધી એફઆઈઆઈ વેચવાલી રહી છે.
(2) ડૉલર સામે રૂપિયો રેકોર્ડ લો– આજે મંગળવારે ડૉલરની ડિમાન્ડ રહેતા ભારતીય રૂપિયો વધુ તૂટી 90.05 રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો. જેથી શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(3) અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ કયારે થશે તેના કોઈ વાવડ નથી. અને ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવું ઓછું કરી દીધુ છે, તેમ છતાં ટ્રમ્પ દ્વારા લગાવેલ 25 ટકાનો સ્પેશિયલ ટેરિફ હજી સુધી હટાવ્યો નથી. આથી શેરબજારમાં(Share Market India) અવિશ્વાસનું વાતાવરણ હતું, અને ઊંચા મથાળે તેજીવાળા ખેલાડીઓની વેચવાલી આવી હતી.
(4) જીએસટી કલેક્શન– નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને 1.70 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે 12 મહિનાના નીચા સ્તરે રહ્યું છે.
(5) આઈઆઈપી ડેટા– ઔદ્યોગિક ઉત્પાદનનો ડેટા(આઈઆઈપી) 4 ટકા ઘટીને 0.4 ટકા રહ્યો છે, જે 14 મહિનાના લો લેવલ પર રહ્યો છે. આમ શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
આજે મંગળવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1084 શેરના ભાવ વધ્યા હતા અને 2007 શેરના ભાવ ઘટ્યા હતા.
45 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 180 શેર બાવન વીક લો પર બંધ હતા.
75 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 81 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
ટોપ ગેઈનર્સ
એશિયન પેઈન્ટ(3.15 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.30 ટકા), મારૂતિ(0.92 ટકા), ભારતી એરટેલ(0.87 ટકા) અને એસબીઆઈ લાઈફ(0.68 ટકા)
ટોપ લુઝર્સ
ઈન્ડિગો(1.62 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.17 ટકા), રિલાયન્સ(1.14 ટકા), એચડીએફસી બેંક(1.07 ટકા) અને એક્સિસ બેંક(1.05 ટકા)
આવતીકાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં(Stock Market India) ત્રણ દિવસના ઘટાડા પછી બાઉન્સ બેક જોવા મળશે. નીચા મથાળે નવી લેવાલી નીકળવાની ધારણા છે. ટેક્નિકલી નિફ્ટીમાં 26,000નું લેવલ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ રહેશે. બેંક નિફ્ટીમાં 59,200 સપોર્ટ લેવલ છે અને સેન્સેક્સમાં 85,100 મજબૂત સપોર્ટ લેવલ છે. આ લેવલ તૂટવા ન જોઈએ, અથવા તો તેની નીચે ક્લોઝિંગ ન આવવું જોઈએ. શેરબજારમાં(Share Market India) નવી તેજી માટે આ છેલ્લો ચાન્સ છે.