Stock Market India: સેન્સેક્સ 609 પોઈન્ટ તૂટ્યો, શેરબજારમાં કડાકા પાછળ કયા કારણો?

by Investing A2Z
stock Market India

અમદાવાદ– Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે કડાકો બોલી ગયો હતો. ભારે વેચવાલી નીકળતાં બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 609 પોઈન્ટ તૂટી 85,102 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 225 પોઈન્ટ તૂટી 25,960 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 538 પોઈન્ટ તૂટી 59,238 બંધ હતો. શેરબજારમાં કડાકો બોલવા પાછળ કયા કારણો? શું આ ઘટાડો આગળ વધશે? શું અહીંયાથી શેરબજારમાં(Share Market India) રીકવરી આવશે? ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો છે? જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 609 પોઈન્ટનો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,624ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં સામાન્ય સુધરીને 85,722 થઈ અને ત્યાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં તૂટી 84,875 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,102.69 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 609.68નો કડાકો દર્શાવે છે.

નિફ્ટીમાં 225 પોઈન્ટનું ગાબડું

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,159ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 26,178 થયો હતો, ત્યાં જોરદાર વેચવાલીથી તૂટી 25,892 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,960.55 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 225.90નું ગાબડુ દર્શાવે છે.

તમામ સેકટરમાં ઑલરાઉન્ડ વેચવાલી

આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું, જો કે શરૂમાં થોડો સુધારો આવ્યો હતો. પણ ઊંચા મથાળે જોરદાર વેચવાલી ફરી વળી હતી. જેથી તમામ સેકટરના શેરોમાં ગાબડા પડ્યા હતા. તેની સાથે સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં જંગી વેચવાલી ફરી વળી હતી. આથી માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો હતો.

મૂડીમાં 7 લાખ કરોડનું ધોવાણ

શેરબજારમાં આજે ઑલ રાઉન્ડ વેચવાલીથી માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે 7 લાખ કરોડનું ધોવાણ થયું હતું એટલે કે રોકાણકારોની મૂડીમાં 7 લાખ કરોડનું ધોવાણ થયું હતું. આમ આજે બ્લેક મન્ડે સાબિત થયો હતો.

શેરબજારમાં કડાકો બોલી જવા પાછળ કારણો

(1) યુએસ ફેડરલ રીઝર્વની બે દિવસની બેઠક 9 ડીસેમ્બરે શરૂ થશે અને 10 ડીસેમ્બરે ફાઈનલ આઉટપુટ આવશે. ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો કટ આવશે કે નહી. મોટાભાગનાની ધારણા છે કે ફેડ રેટમાં કટ આવશે. જો કે તે અગાઉ ભારતીય શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ હતું, જેથી તેજીવાળા ખેલાડીઓએ નફારૂપી વેચવાલી કાઢી હતી.

(2) એફઆઈઆઈ નેટ સેલર. એફઆઈઆઈએ 5 ડીસેમ્બર સુધીમાં ડીસેમ્બર મહિનાના પાંચ ટ્રેડિંગ સેશનમાં કુલ રૂપિયા 10,403 કરોડનું નેટ સેલ કર્યું છે.

(3) ડૉલર સામે રૂપિયો 12 પૈસા ઘટી 90.11 પર ટ્રેડ કરતો હતો. આમ રૂપિયાની નબળાઈની શેરબજારના સેન્ટમેન્ટ પર નેગેટિવ અસર પડી હતી.

(4) મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી, જેથી મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટા ગાબડા પડ્યા હતા.

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ

આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 580 શેરના ભાવ વધ્યા હતા, તેની સામે 2580 શેરના ભાવ ઘટ્યા હતા.

44 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 435 શેર બાવન વીક લો પર બંધ હતા.

69 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 138 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

Top Trending News

Banking News: રેપો રેટ કટ પછી હવે પાંચ બેંકોમાંથી સસ્તી લોન મળશે

ટોપ ગેઈનર્સ

ટેક મહિન્દ્રા(1.22 ટકા), વિપ્રો(0.35 ટકા) અને એચસીએલ ટેકનો(0.12 ટકા)

ટોપ લુઝર્સ

ઈન્ડિગો(8.62 ટકા), બીઈએલ(4.92 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(3.71 ટકા), નેસ્લે(2.56 ટકા) અને શ્રી રામ ફાયનાન્સ(2.52 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં આજના કડાકા પછી ટેકનિકલ લેવલ હજી મજબૂત જ રહ્યા છે. સેન્સેક્સ 85,100 અને બેંક નિફ્ટી 59,100 ઉપર બંધ છે, આ બન્ને લેવલ સ્ટ્રોંગ રહ્યા છે. એક માત્ર નિફ્ટી 26,000 ની નીચે બંધ છે, જે નેગેટિવ સાઈન દર્શાવે છે. હાલ જોવા જઈએ તો નિફ્ટીમાં 25,800-26,200 ટ્રેડિંગ રેન્જ બની છે. જો કે 26,200 ઉપર નિફ્ટી જઈ શકતી નથી. 26,200 ઉપર પ્રોફિટ બુકિંગ આવી જાય છે. કાલે જો નિફ્ટી 26,000 ઉપર ટ્રેડ કરે તો શેરબજારમાં તેજી આગળ વધશે. એટલે કે આ લેવલથી રીકવરી આવી શકે છે.

You will also like

Leave a Comment