શેરબજારનો સેન્સેક્સ 368 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,500 નીચે બંધ, હવે શું કરશો?

by Investing A2Z
stock Market India

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે શરૂઆતના ઉછાળા પછી ઘટાડો આવ્યો હતો. શરૂમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી. અને ટ્રેડિંગ સેશનના મધ્યભાગે ઊંચા મથાળે નવી વેચવાલી આવી હતી. આમ બે તરફી મોટી વધઘટ વચ્ચે બજાર નબળું રહ્યું હતું. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 368 પોઈન્ટ ઘટી 80,235 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 97 પોઈન્ટ ઘટી 24,487 બંધ થયો હતો. બેંક નિફ્ટી  (Bank Nifty)467 પોઈન્ટ ઘટી 55,063 બંધ થયો હતો. શેરબજારમાં (Share Market India) બે તરફી વધઘટ પાછળ કયા કારણો જવાબદાર હતા? નિફ્ટી 24,500 ની નીચે બંધ આવી છે, તો હવે શું કરશો? અને આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો….

આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1422 શેરના ભાવ વધ્યા હતા અને 1544 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે 36 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 64 શેર બાવન વીક લો પર બંધ હતા.

97 શેરમાં અપર સર્કિટ અને 45 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ટેક મહિન્દ્રા, મારૂતિ, હીરો મોટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એનટીપીસી

ટોપ લુઝર્સઃ બજાજ ફાયનાન્સ, ટ્રેન્ટ, હિન્દુસ્તાન યુનીલીવર, નેસ્લે અને ઈટરનલ

Nifty closed below 24,500, what to do now?

The stock market fell today on Tuesday after an initial surge. In the beginning, there was new buying at a low. And in the middle of the trading session, there was new selling at a high. Thus, the market remained weak amid big fluctuations in both directions. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 368 points to close at 80,235. The NSE Nifty index fell 97 points to close at 24,487. The Bank Nifty fell 467 points to close at 55,063. What were the reasons behind the two-way fluctuations in the stock market? Nifty has closed below 24,500, so what to do now? And what will be the market trend in the coming days? Watch the video….

You will also like

Leave a Comment