Stock Market India: સેન્સેક્સ 297 પોઈન્ટ ઘટ્યો, બજારમાં સુધારો આવશે કે કેમ?

by Investing A2Z
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India Closing  શેરબજારમાં આજે મંગળવારે બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી.(Sensex falls 297 points Nifty 81 pt Down))દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી, જો કે નીચા મથાળે નવી લેવાલી પણ આવી હતી. જો કે એકંદરે બજારનો ટોન નરમાઈ તરફી રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 297 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 128 પોઈન્ટ ઘટી 56,496 બંધ રહ્યો હતો. ગ્લોબલ માર્કેટ તૂટીને આવ્યા હતા, જેથી ભારતીય શેરબજારનું(Share Market India) સેન્ટિમેન્ટ ખરડાયું હતું. આજે નિફ્ટીની વીકલી એક્સપાયરીનો દિવસ હતો.

સેન્સેક્સ 297 પોઈન્ટ ઘટ્યો(BSE Sensex)

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 82,404 ખૂલીને શરૂમાં વધી 82,573 થઈ અને ત્યાંથી ઘટી 81,781 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,029.98 બંધ રહ્યો હતો. જે 297 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી ઈન્ડેક્સ 81 પોઈન્ટ ઘટ્યો (NSE Nifty)

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,277 ખૂલીને શરૂમાં વધી 25,310 થઈ અને ત્યાંથી ઘટી 26,060 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,145.50 બંધ રહ્યો હતો. જે 81.85નો ઘટાડો દર્શાવે છે.

તમામ સેક્ટરના શેરોમાં વેચવાલી

નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ 437 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 503 પોઈન્ટના ગાબડા સાથે બંધ રહ્યા હતા. આજે મંગવારે મેટલ, રીયલ્ટી, પીએસઈ, પીએસયુ બેંક, આઈટી સહિતના તમામ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જો કે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.

વિશ્વના તમામ સ્ટોક માર્કેટ નેગેટિવ

આજે વિશ્વના તમામ સ્ટોક માર્કેટ તૂટીને આવ્યા હતા. એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં ઘટાડો હતો. તેમાંય ખાસ કરીને જાપાન સ્ટોક માર્કેટનો નિક્કઈ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ 1415 પોઈન્ટ તૂટ્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં ટ્રેડ કરતાં હતા. સાથે સાથે ડાઉન જોન્સ ફ્યુચર 194 પોઈન્ટ માઈનસ હતો. આથી જ શેરબજારના સેન્ટિમેન્ટ ડહોળાયેલું રહ્યું હતું. ડૉલર ઈન્ડેક્સ 99.36 હતો. ડૉલર સામે રૂપિયો વધુ 11 પૈસા તૂટીને 88.79 પર ટ્રેડ કરી રહ્યો છે.

મોંઘવારી દર ઘટીને આવ્યો

જીએસટીમાં રીફોર્મ્સ પછી પણ રીટઈલ મોંઘવારીનો દર 8 વર્ષના નીચા સ્તરે પહોંચી ગયો હતો. સપ્ટેમ્બર મહિનામાં સીપીઆઈ મોંઘવારી દર 2.07 ટકાથી ઘટી 1.54 ટકા રહ્યો હતો. જે આરબીઆઈના 2.6 ટકાના લક્ષ્યાંક કરતા પણ નીચે હતો. આજે મંગળવારે જાહેર થયેલ સપ્ટેમ્બર મહિનાનો સપ્ટેમ્બર મહિનાનો જથ્થાબંધ ફુગાવો 0.52 ટકાથી ઘટીને 0.13 ટકા રહ્યો છે.

ટ્રમ્પ નરમ પડ્યા

અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટેરિફના મામલામાં નરમ પડ્યા છે. જોકે તેની શેરબજારના સેન્ટિમેન્ટ પર કોઈ પોઝિટિવ અસર જોવા મળી ન હતી. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે સોમવારે કહ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાના અંતમાં દક્ષિણ કોરિયાના પ્રવાસે છે ત્યારે તેઓ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે પ્રતિબદ્ધ છે.

એલ જી ઈલેક્ટ્રોનિકસનું ધમાકેદાર લિસ્ટીંગ

એલ જી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના નવા શેરનું લિસ્ટીંગ આજે થયું હતું. કંપનીનો આઈપીઓ 54 ગણો ભરાયો હતો અને ઈસ્યૂપ્રાઈઝ 1140 રૂપિયા હતી. ચાર લાખ કરોડ રૂપિયાથી વધારે રેકોર્ડ બિડ મળી હતી. એલ જી ઈલેક્ટ્રોનિક્સના નવા શેરનું જોરદાર લિસ્ટીંગ થયું હતું. ભાવ ખૂલતા જ 50 ટકા પ્રિમિયમ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1710 રૂપિયાનો ભાવ પડ્યો હતો. જે વધીને 1749 થઈ અને ઘટીને 1650 થયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે 1689.90 બંધ થયો હતો. જે રૂપિયા 549.90નો લિસ્ટીંગ ગેઈન દર્શાવે છે. એલ જી ઈલેક્ટ્રોનિક્સના રોકાણકારોને હાલ 48 ટકાનું વળતર મળ્યું છે.

ઈરડાના પ્રોત્સાહક પરિણામ

ઈરડાનો કવાર્ટર ટુનો નફો 41 ટકા વધી રૂપિયા 549 કરોડ અને આવક 26 ટકા વધીને રૂપિયા 2057 કરોડ થઈ છે. ગ્રોસ એનપીએ 4.13 ટકાથી ઘટીને 3.97 ટકા રહી છે.

ટીસીએસની ગૂગલ ક્લાઉડ સાથે પાર્ટનરશીપ

કોર્પોરેટ સમાચારમાં ટીસીએસે ગૂગલ ક્લાઉડ સાથે ભાગીદારી કરાર કર્યા છે. જેમીની એન્ટરપ્રાઈસીઝ ઈન્ટિગ્રેટ કરવા માટેના કરાર કર્યાના સમાચાર મળ્યા છે.

ઈન્ફોસીસને 15 વર્ષનો કોન્ટ્રેક્ટ

ઈન્ફોસીસ ટેકનોલોજીને 120 કરોડ પાઉન્ડનો ઓર્ડર મળ્યો છે. NHSBSA નો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. યુકેની નેશનલ હેલ્થ સર્વીસીઝ માટે વર્કફોર્સ મેનેજમેન્ટ સોલ્યૂશન માટેનો કરાર ખયો છે.

એડવાન્સ ડેકલાઈન નેેગેટિવ

આજે મંગળવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 836 શેરના ભાવ વધ્યા હતા અને 2266 શેરના ભાવ ઘટ્યા હતા.

90 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 115 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

67 સ્ટોકમાં અપર સર્કિટ આવી હતી અને 73 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

મેક્સ હેલ્થકેર, ટેક મહિન્દ્રા, વિપ્રો, એપોલો હોસ્પિટલ અને બજાજ ઓટો

ટોપ લુઝર્સ

ડૉ. રેડ્ડી લેબ, તાતા સ્ટીલ, બજાજ ફાયનાન્સ, બીઈએલ અને ટ્રેન્ટ

Top Trending News

India US Trade Deal News: ચાલુ સપ્તાહે ભારતની ટીમ અમેરિકા જશે

શેરબજારમાં બીજા દિવસે નરમાઈ રહી છે, પણ ટેકનિકલી જોવા જઈએ તો નિફ્ટી હજી 25,100 પર બંધ છે અને નિફ્ટી બેંક પણ 56,200 ઉપર બંધ છે, જે પોઝિટિવ નિશાની દર્શાવે છે. હા આગામી દિવસોમાં નિફ્ટી 25,100 અને નિફ્ટી બેંક 56,200 તૂટે તો જ બજારમાં ઘટાડો આગળ વધશે.

You will also like

Leave a Comment