Stock Market India: સેન્સેક્સ 173 પોઈન્ટ ઘટ્યો, ઘટાડો કેમ આવ્યો?

by Investing A2Z
stock Market India

અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે શરૂના ઘટાડા પછી સામાન્ય સુધારો આવ્યો હતો. દરેક નીચા મથાળે નવી લેવાલી નીકળી હતી, જેથી શરૂઆતનો ઘટાડો ધોવાઈ ગયો હતો. ખાસ કરીને બેંક શેરોની આગેવાની હેઠળ બજારે કરવટ બદલી હતી. તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા.

BSE Sensex

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 173 પોઈન્ટ ઘટી 82,237 બંધ રહ્યો હતો.

NSE Nifty

નેશનલ સ્ટોક એક્સચેન્જનો એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 58 પોઈન્ટ ઘટી 25,227 બંધ થયો હતો.

Nifty Bank

જો કે નિફ્ટી બેંક(Nifty Bank) 15 પોઈન્ટ વધીને 56,625 બંધ રહ્યો હતો. શેરબજારમાં(Share Market India) આજે ઘટાડો કેમ આવ્યો? અને ટેકનિકલી જોવા જઈએ માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો….

વિશ્વ શેરબજારોમાં ભારે ગભરાટનો માહોલ(Stock Matket India)

વીતેલા સપ્તાહે યુએસ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) શુક્રવારે ચીન પર 100 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી દીધી હતી,(100 percent tariff on China) અને પહેલી નવેમ્બરથી તેનો અમલ થવાની જાહેરાત કરી દીધી હતી. જેને પગલે વિશ્વના બજારોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. ફરીથી પાછો ટ્રેડ વૉરનો ડર સર્જાયો હતો. આથી વિશ્વના બજારોમાં ભારે ગભરાટ છવાઈ ગયો હતો. સોના ચાંદીના ભાવમાં(Gold Silver rate Today) ઉછાળો આવ્યો હતો. ક્રૂડ અને બ્રેન્ટનો(Brent Price Today) ભાવ 1.80 ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ 63.80 ડૉલર અને ક્રૂડ(Crude Pruce Today) 60.01 ડૉલર પર ટ્રેડ કરતું હતું. અમેરિકાના ડાઉ જોન્સ ઈન્ડેક્સ અને નેસ્ડેકમાં મોટા ગાબડા પડ્યા હતા. જોકે આજે બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 452 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો.

ચીન પર 100 ટકા ટેરિફ

ચીન પર 100 ટકા ટેરિફને પગલે ભારતીય શેરબજારમાં(Stock Market India) પણ ભારે ભયનો માહોલ હતો. આજે તમામ એશિયાઈ સ્ટોક માર્કેટ માઈનસમાં જ ઓપન થયા હતા, તેની પાછળ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. આજે સવારે શેરબજાર નીચા મથાળે ગેપમાં ખુલ્યું હતું. શરૂમાં ગભરાટભરી વેચવાલી ફરી વળી હતી. જેથી શેરોના ભાવ તૂટ્યા હતા. પણ ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી નીચા મથાળે બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી નીકળતાં ઘટ્યા મથાળેથી સામાન્ય સુધારો આવ્યો હતો.

એફઆઈઆઈ નેટ બાયર

એફઆઈઆઈ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી નેટ બાયર થઈ છે.(FII Net Buyer) જે બતાવે છે કે એફઆઈઆઈ ફરીથી ભારતીય શેરબજાર તરફ આકર્ષાઈ છે. જેથી તેજીવાળા ખેલાડીઓએ ડીપ્સ ઓન બાઈંગ કર્યું હતું.

આજે સોમવારે ઈન્ડિયાનો વીઆઈએક્સ(India VIX) 11 ટકા વધીને 11.25 પર આવી ગયો છે. જે બજારમાં મોટી વધઘટના એંધાણ દર્શાવે છે, જેથી રોકાણકારો સર્તક થયા હતા.

વોડાફોન આઈડિયા તૂટ્યો

સુપ્રિમ કોર્ટમાં વોડાફોન આઈડિયાની એજીઆર ચૂકવણી મામલે સુનાવણી આજે ચોથી વાર ટળી હતી. જેને પગલે વોડાફોન આઈડિયાના શેરમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને શેરનો ભાવ 3 ટકા વધુ તૂટ્યો હતો.

તાતા કેપિટલના રોકાણકારો નિરાશ

તાતા કેપિટલનો આઈપીઓ 1.96 ગણો ભરાયો હતો, તેની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 326 હતી. આજે શેરબજારમાં તેનું લિસ્ટીંગ 330 રૂપિયાના ભાવે થયું હતું. ત્યાર બાદ વધીને 333 અને ઘટીને 326.25 વચ્ચે સાવ નાની રેન્જમાં અથડાયો હતો અને ટ્રેડિંગ સેશનને અંતે 330.50 બંધ રહ્યો હતો. એટલે કે રોકાણકારોને માત્ર શેર દીઠ રૂપિયા સાડા ચારનું(1.38 ટકા) રીટર્ન મળ્યું છે. આથી ઘણા બધા રોકાણકારો નિરાશ થયા હતા.

એડવાન્સ ડેકલાઈન રશિયો નેગેટિવ

આજે સોમવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1118 શેરના ભાવ  વધ્યા હતા અને 1975 શેરના ભાવ ઘટ્યા હતા.

87 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 85 શેર બાવન વીક લો પર બંધ હતા.

87 શેરમાં અપર સર્કિટ અને 81 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ

અદાણી પોર્ટ, બજાજ ઓટો, બજાજ ફાયનાન્સ, શ્રી રામ ફાયનાન્સ અને બજાજ ફાઈનાન્સ સર્વ

ટોપ લુઝર્સઃ

તાતા મોટર, ઈન્ફોસીસ ટેકનોલોજી, વિપ્રો, હિન્દુસ્તાન યુનીલીવર અને નેસ્લે

Why did the stock market fall?

The stock market had a normal improvement after the early decline on the first day of the week. Each of the low prices was new, so that the starting decline was washed away. Particularly under the leadership of bank stocks, the market was changed. Nevertheless, the Sensex of the Mumbai stock market was down 173 points to 82,237. The NSE Nifty Index closed 58 points to close at 25,227. However, the Nifty Bank closed 15 points to close at 56,625. Why did the stock market fall today? And technically look at how the trend of the market will be? Watch video ….

Top Gainers: Adani Port, Bajaj Auto, Bajaj Finance, Shri Ram Finance and Bajaj Finance

Top loosers:Tata Motor, Infosys Technology, Wipro, Hindustan Unilever and Nestlé

You will also like

Leave a Comment